સાવધાન! અમદાવાદ સિવિલમાં બિમારીથી ઝઝૂમી રહેલા બાળકો બની રહ્યા છે આ અસુવિધાનો ભોગ

જોકે સિવિલના સત્તાધીશોએ પેરાસિટામોલ સિરપનો પુરતો સ્ટોક હોવાનો દાવો કર્યો હતો. ડબલ સીઝનને પગલે મોટાભાગના બાળકોમાં શરદી, ઉધરસ, તાવ, વાયરલ ઈન્ફેક્શનના કેસ જોવા મળતાં હોય છે. 

સાવધાન! અમદાવાદ સિવિલમાં બિમારીથી ઝઝૂમી રહેલા બાળકો બની રહ્યા છે આ અસુવિધાનો ભોગ

ઝી ન્યૂઝ/અમદાવાદ: ગુજરાતમાં કોરોના વાયરસનો ખતરો દિવસેને દિવસે વધી રહ્યો છે, ત્યારે કેન્દ્ર સરકારે પણ તમામ રાજ્યોને એલર્ટ કરી દીધા છે. પરંતુ ફરી એકવાર કોરોનાનો નવો સ્ટેઈન મળતાં અફડાતફડીનો માહોલ સર્જાયો છે. અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં પેરાસિટામોલ સીરપને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. 

હવામાન વિભાગે જાહેર કરી કર્યું એલર્ટ, ફરવા જવાનો પ્લાન હોય તો એકવાર જરૂર વાંચી લેજો
 
અસારવા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા દોઢ મહિનાથી બાળકો માટેની પેરાસિટામોલ સીરપ આઉટ ઓફ સ્ટોક હોવાથી માતા પિતાને ભારે પરેશાની સામનો કરવો પડી રહ્યો છે. જોકે સિવિલના સત્તાધીશોએ પેરાસિટામોલ સિરપનો પુરતો સ્ટોક હોવાનો દાવો કર્યો હતો. ડબલ સીઝનને પગલે મોટાભાગના બાળકોમાં શરદી, ઉધરસ, તાવ, વાયરલ ઈન્ફેક્શનના કેસ જોવા મળતાં હોય છે. 

આમ છતાં હોસ્પિટલના બાળ રોગ વિભાગમાં તાવ માટે જરૂરી પેરાસિટામોલ સીરપ ઉપલબ્ધ જ નથી. છેલ્લા દોઢ મહિનાથી આ સ્થિતિ હોવા છતાં તેનું હોસ્પિટલના તંત્ર દ્વારા કોઈ નિરાકરણ કરાયું નથી. અમદાવા સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો. રાકેશ જોશીનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું કે, પેરાસિટામોલ સિરપનનો પુરતો સ્ટોક ઉપલબ્ધ છે અને દર્દીઓને કોઈ પરેશાનીનો સામનો કરવો પડે નહીં માટે પુરતી તકેદારી રાખવામાં આવી રહી છે.

મહત્વનું છે કે, હાલ કોરોનાના ખતરા વચ્ચે ગરીબ મધ્યમ વર્ગના બાળકોના માતા-પિતાને ગાંઠના પૈસા ખર્ચીને દવા ખરીદવી પડે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news