પંચમહાલમાં ઘટી મોટી દુર્ઘટના : GIDC માં દિવાલ ધરાશાયી થતા 4 બાળકોના મોત
Panchmahal Wall Collapse : પંચમહાલના હાલોલમાં મોટી દુર્ઘટના... હાલોલ GIDC ખાતે દિવાલ ધરાશાયી... દિવાલ ધરાશાયી થતાં 4 બાળકોના મોત
Trending Photos
panchmahal news : પંચમહાલના હાલોલમાં જીઆઈડીસી ખાતે આજે મોટી દુર્ઘટના ઘટી હતી. હાલોલ જીઆઈડીસી ખાતે દીવાલ ધરાશાયી થઈ હતી. દિવાલ ધરાશાયી થતા 8 લોકો દબાયા હતા. જેમાં 4 માસુમ ભુલકાઓના મોત નિપજ્યા છે. આ તમામ લોકો મધ્યપ્રદેશથી હાલોલ ખાતે કામ કરવા આવ્યા હતા. હાલ 2 મહિલા સહિત અન્ય લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. ઘટના બાદ પોલીસ અને ફાયર વિભાગ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. તમામ ઈજાગ્રસ્તોને હાલોલ રેફરલ ખાતે ખસેડાયા છે.
મૃતક બાળકોની યાદી
1. અભિષેક અંબારામ ભુરિયા - 4 વર્ષ
2. ગુનગુન અંબારામ ભુરિયા- 2 વર્ષ
3. મુસ્કાન અંબારામ ભુરિયા - 5 વર્ષ
4. ચીરીરામ જીતેન્દ્ર ડામોર - 5 વર્ષ
હાલોલ જીઆઇડીસીમાં દીવાલ ધરાશયી થતા ચાર બાળકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આ ઘટનામાં મૃત્યુ પામેલા તમામ બાળકો 5 વર્ષથી નીચેની વયના છે. મધ્ય પ્રદેશથી આવેલા બાળકો અને પરિવારજનો દિવાલને અડી ઝૂંપડું બાંધી તેમાં વસવાટ કરતા હતા. દીવાલ ધરાશયી થઈ તે સમયે તમામ પરિવારજનો ઝુંપડામાં હતા. ચાર મૃતક બાળકોમાં ત્રણ સગા ભાઈ બહેન હતા. ગોઝારી ઘટના માં કુલ 4 લોકો ઇજાગ્રત થયા છે જ્યારે 4 બાળકોના મોત નિપજ્યા છે.
હાલ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ છે. આવામાં પંચમહાલ જિલ્લામાં પણ વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હાલોલમાં પણ વરસાદ થઈ રહ્યો છે. આવામાં GIDC ની દીવાલ પાસેથી વરસાદી પાણી વહી રહ્યું હતું, જેમાં અચાનક આ તોતિંગ દીવાલ તૂટી પડી હતી. દીવાલને અડીને કેટલાક ગરીબ પરિવારો ઝૂપડુ બાંધીને રહેતા હતા. દિવાલ અચાનક ધસી પડી હતી, જેથી આ પરિવારોને ત્યાથી નીકળવાનો સમય મળ્યો ન હતો. આ સમયે ત્યાં રહેલા પરિવારો દીવાલના કાટમાળ નીચે દટાઈ ગયા હતા. દીવાલના કાટમાળ નીચે દટાયેલા લોકોને તાત્કાલિક બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ 4 બાળકોના જીવ બચાવી શક્યા નહોતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે