બહાર ગામ જવાને બદલે ગુજરાતીઓને સૌથી વધારે પસંદ છે ગુજરાતની આ જગ્યો, તમે જઈ આવ્યાં?

Gujarat Tourism: હવે ગુજરાતીઓ રાજ્ય બહાર પ્રવાસ કરવાનું ટાળી રહ્યા છે. કારણ કે, ગુજરાતમાં હવે પ્રવાસના સ્થળો વિકાસ પામી રહ્યા છે. ગુજરાતમાં હોટ ફેવરીટ ગણાતા પ્રવાસન સ્થળોમાં દીવ, પાટણની રાણકી વાવ, જૂનાગઢ, દ્વારકા, તીથલ બીચ, કચ્છ, સુરતનું ડુમ્મસ, અને સોમનાથનો સમાવેશ થાય છે. 

બહાર ગામ જવાને બદલે ગુજરાતીઓને સૌથી વધારે પસંદ છે ગુજરાતની આ જગ્યો, તમે જઈ આવ્યાં?

Gujarat Tourism: ગુજરાતીઓ ફરવાના જબરા શોખિન છે. રાજ્યમાં પ્રવાસન ઉદ્યોગનો જબરદસ્ત વિકાસ થયો છે. ગુજરાતીઓ ફરવા માટે લોકો અગાઉથી પણ પ્લાનિંગ કરીને રાખે છે.  હવે ગુજરાતીઓ રાજ્ય બહાર પ્રવાસ કરવાનું ટાળી રહ્યા છે. કારણ કે, ગુજરાતમાં હવે પ્રવાસના સ્થળો વિકાસ પામી રહ્યા છે. ગુજરાતમાં હોટ ફેવરીટ ગણાતા પ્રવાસન સ્થળોમાં દીવ, પાટણની રાણકી વાવ, જૂનાગઢ, દ્વારકા, તીથલ બીચ, કચ્છ, સુરતનું ડુમ્મસ, અને સોમનાથનો સમાવેશ થાય છે. 

દીવનો દરિયા કિનારે લોકો ઉમટ્યા-
દિવનાં સુપ્રસિદ્ધ એવા નાગવા બીચ, જાલંધર બીચ, લાલકિલ્લો સહિતનાં અનેક સ્થળોએ લોકો જોવા માટે દીવ જાય છે. જો કે સિઝનમાં મોટા પ્રમાણમાં પ્રવાસીઓનો પ્રવાહ વધતાં લોકોને રહેવામાં થોડી ઘણી અગવડનો પણ સામનો કરવો પડે છે. તેમ છતાં લોકોએ મનભરીને દિવનાં દરિયાની મજા માણે છે. સામાન્ય રીતે દીવ એટલે લોકોનાં મનમાં બે જ પ્રકારની માન્યતા છે..દરિયો અને દારૂ...જો કે હવે આ માન્યતા જૂની થઇ ગઇ છે. દિવમાં આ સિવાય પણ પ્રવાસીઓ માટે અનેક જોવાલાયક સ્થળો જેવા કે કિલ્લા, સનસેટ પોઇન્ટથી માંડી નાઇડા કેવ્સનો પણ સમાવેશ થાય છે. 

100ની નવી નોટમાં છપાયેલી રાણકી વાવ ફેવરીટ સ્પોટ-
પાટણની વિશ્વ પ્રસિદ્ધ રાણકી વાવની મુલાકાતે આવનારા પ્રવાસીઓમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. રાણકી વાવ વિશ્વ ફલક પર સ્થાન પામ્યા બાદ રૂપિયા 100ની નવી ચલણી નોટ પર સ્થાન મળ્યા બાદ લોકોનો ધસારો વધ્યો છે. દેશવિદેશથી પ્રવાસીઓએ રાણકી વાવની મુલાકાત લઈ રહ્યા છે અને રાણકી વાવની કલાત્મક કોતરણી જોઇને પ્રવાસીઓ મંત્રમુગ્ધ થઇ ગયા હતા.

સંતોની ભૂમી અને પૌરાણિક જૂનાગઢ-
જૂના અને જાણીતાં એવા સંતોની ભૂમિ ગણાતા જૂનાગઢમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો. જૂનાગઢમાં ખાસ કરીને આકર્ષણ સમાન શક્કરબાગ પ્રાણી સંગ્રહાલય, દામોદર કુંડ, અશોકનો શિલાલેખ, ઉપરકોટનો કિલ્લો, સોનાપુર સ્મશાન, ગરવો ગિરનાર, દાતાર, તુલસીશ્યામ, ભવનાથ, ભૂતનાથ મહાદેવ સહિત અનેક જોવાલાયક સ્થળોએ પ્રવાસીઓનો ભારે વધારો જોવા મળે છે. સાસણનું ગીર પણ વિશ્વ વિખ્યાત છે.

કૃષ્ણનગરી દ્વારકાધીશના દર્શને લોકોની ભીડ-
કૃષ્ણનગરી દ્વારકામાં તહેવારોમાં પ્રવાસીઓનો પ્રવાહ છલકાય છે. જ્યાં પ્રવાસીઓ કૃષ્ણમંદિરમાં દર્શન કરી ધન્યતા અનુભવે છે. તો બીજી બાજુ પતિત પાવન ગણાતી ગોમતી નદીમાં પૂજા અર્ચના કરી આરતી ઉતારે છે. દ્વારકામાં બેટ દ્વારકા અને શિવરાજપુર બિચ પણ અતિ અગત્યનું પ્રવાસન સ્થળ છે. 

તીથલ બીચ પર પર્યટકો માણે છે ન્હાવાની મજા-
વેકેશનમાં વલસાડ નજીક તીથલ બીચ પર પ્રવાસીઓ ઉમટી પડે છે. વેકેશનમાં સતત અહીં પ્રવાસીઓનો વધારો જોવા મળે છે. તીથલ બીચ પર પર્યટકોએ મોટી સંખ્યામાં નહાવાની મજા માણે છે. સાથે જ તીથલ બીચ પર સહેલાણીઓ મન મુકીને પ્રવાસની મજા માણે છે.

ડાયમંડ સીટી પણ પ્રવાસ માટે ફોવરિટ-
ડાયમંડ સીટી ગણાતાં સુરતના ડુમ્મસમાં પ્રવાસીઓનો ભારે ધસારો વધી રહ્યો છે. હજારોની સંખ્યામાં સહેલાણીઓ સનસેટની મજા માણવા માટે ડુમ્મસ બીચે પહોંચે છે. ડુમસ બીચ એ દક્ષિણ ગુજરાતમાં અતિ ફેવરિટ છે.

પ્રથમ જ્યોતિલિંગ સોમનાથમાં વેકેશનમાં ભીડ-
પ્રસિદ્ધ અને પ્રથમ જયોતિર્લિંગ ગણાતા સોમનાથ તીર્થક્ષેત્રમાં પ્રવાસીઓનો અવિરત પ્રવાહ ચાલુ રહે છે. ભગવાન સોમનાથ દાદાનાં આશિર્વાદ મેળવવા રાજય સહિત વિવિધ સ્થળોએ પ્રવાસીઓએ સોમનાથની મુલાકાત લે છે.  અહીં પણ મોટી સંખ્યામાં ભકતોનો પ્રવાહ જોવા મળે છે. સોમનાથ દાદાનાં સાનિધ્યમાં લોકો દર્શન કરી ધન્યતા અનુભવે છે. તો બીજી બાજુ દરિયા કિનારે પણ ન્હાવાની અને સહેલવાની મજા પ્રવાસીઓએ માણે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news