સાવધાન! આ 'રોગાચાળા'એ અમદાવાદને ભરડામાં લીધું, ખાલી સોલા સિવિલની OPDમાં 12 હજાર દર્દી

જોકે છેલ્લા સપ્તાહમાં 12 હજાર આસપાસ opd રહી છે. જેમાં ડબલ ઋતુ ના કારણે શરદી. ઉધરસ. તાવ જેવા વાયરલ ઇન્ફેક્શન ના રોગના દર્દી વધુ રહ્યા. તો સાથે જ ડેન્ગ્યુના 60 સસ્પેકટેડ કેસમાં એક પોઝિટિવ કેસ રહ્યો. મેલેરિયાના 152 સસ્પેકટેડ કેસ રહ્યા.

સાવધાન! આ 'રોગાચાળા'એ અમદાવાદને ભરડામાં લીધું, ખાલી સોલા સિવિલની OPDમાં 12 હજાર દર્દી

સપના શર્મા/અમદાવાદ: રાજ્યમાં હાલ ઠંડી સાથે ગરમી એટલે કે ડબલ ઋતુ અનુભવાઈ રહી છે. જે ડબલ ઋતુના કારણે વાયરલ ઇન્ફેક્શનના રોગમાં વધારો નોંધાયો છે. અને તેમાં પણ સોલા સિવિલ ખાતે છેલ્લા એક સપ્તાહમાં અધ્ધ કેસ વધ્યા છે. સોલા સિવિલના આસિસ્ટન્ટ RMOની વાત માનીએ તો આ સમયે સામાન્ય રીતે 1500 ની આસપાસ OPD રહેતી હોય છે. 

જોકે છેલ્લા સપ્તાહમાં 12 હજાર આસપાસ opd રહી છે. જેમાં ડબલ ઋતુ ના કારણે શરદી. ઉધરસ. તાવ જેવા વાયરલ ઇન્ફેક્શન ના રોગના દર્દી વધુ રહ્યા. તો સાથે જ ડેન્ગ્યુના 60 સસ્પેકટેડ કેસમાં એક પોઝિટિવ કેસ રહ્યો. મેલેરિયાના 152 સસ્પેકટેડ કેસ રહ્યા. જ્યારે ચિકનગુનિયાના પણ 7 સસ્પેકટેડ કેસ રહ્યા. તેમજ હજુ ડબલ ઋતુ ચાલી રહી છે જેને લઈને પણ વાયરલ ઇન્ફેક્શન કેસ વધવાની શક્યતાઓ ઓન સેવાઇ રહી છે. 

  • વાયરલ ઈન્ફેકશનના કારણે રોગચાળો વધ્યો
  • સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો
  • છેલ્લા એક અઠવાડિયામાં 12 હજાર દર્દીઓ OPDમાં આવ્યા
  • ડબલ ઋતુના કારણે શરદી, ઉધરસ, તાવના કેસમાં વધારો
  • હજુ ડબલ ઋતુ ચાલી રહી છે
  • વાયરલ ઇન્ફેક્શન કેસ વધવાની શકયતા

સિવિલ હોસ્પિટલમાં દર વર્ષે રક્તપિત્તના દર્દીઓ વધ્યા
અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે દર મહિને સરેરાશ 10થી 12 નવા અને 190 જૂના કેસ નોંધાય છે. આમ, સોલા સિવિલમાંથી જ દર વર્ષે રક્તપિત્તના 2500થી વધારે દર્દી સામે આવે છે. ગુજરાતમાં હાલ રક્તપિત્તના દર્દીઓનું પ્રમાણ સરેરાશ 10 હજાર દર્દીએ 0.4 છે. રાજ્યમાં હાલ આદિવાસી વિસ્તાર, અત્યંત ગીચ વસતી ધરાવતા રહેણાંકમાં રક્તપિત્તના દર્દીઓ વધારે જોવા મળે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news