સુરતની સુમુલ ડેરી ખાડે, વર્ષે ચુકવે છે 5 કરોડથી પણ વધુ વ્યાજ

સુમુલ ડેરીના વિકાસ માટે લીધેલી રૂ. 1022 કરોડની વિવિધ લોનના કારણે છેલ્લા બે વર્ષમા રૂ. 128 કરોડ વ્યાજ પેટે ચુકવવામાં આવતા પશુપાલકોને મોટો ફટકો પડયો હોવાનો આક્ષેપ કર્યો છે.

સુરતની સુમુલ ડેરી ખાડે, વર્ષે ચુકવે છે 5 કરોડથી પણ વધુ વ્યાજ

ચેતન પટેલ, સુરત: સુમુલ ડેરીના વિકાસ માટે લીધેલી રૂ. 1022 કરોડની વિવિધ લોનના કારણે છેલ્લા બે વર્ષમા રૂ. 128 કરોડ વ્યાજ પેટે ચુકવવામાં આવતા પશુપાલકોને મોટો ફટકો પડયો હોવાનો આક્ષેપ કર્યો છે. લોન પેટે વ્યાજની ચુકવણીની ખાધ પુરી કરવા પશુપાલકોને ફેટનો ભાવ રૂ. 724 ઘટાડી રૂ. 714 કરી દેવામા આવ્યો છે.

સુરત-તાપી જિલ્લામાં સુમુલના 1 લાખથી વધુ પશુપાલકો છે. જે દરરોજનું દૂધ ભરીને તેની પર જીવન નિર્વાહ ચલાવે છે. સુમુલ ડેરી દ્વારા તાજેતરમા જ સુમુલના સરવૈયામા ઓડીટ રિપોર્ટ સાથે આકડા રજૂ કર્યા છે. તેમા સુમુલ ડેરીના વિકાસ માટે ચેરમેન રાજુ પાઠક દ્વારા કેટલ લોન રૂ. 167 કરોડ, શોર્ટ ટન લોન રૂ. 346 કરોડ તથા રૂ. 509 કરોડની ટર્મ લોન મળી કુલ રૂ. 1022 કરોડની આડેધડ લોન લઇ લેવામા આવી હતી.

વર્ષ 2014 સુધી સુમુલ ડેરીને માત્ર રૂ. 100 કરોડની લોન હતી. જો કે રાજુ પાઠક ચેરમેન તરીકે આવતા સીધી જ આ લોન એક હજાર કરોડને પાર થઇ ગઇ હતી. વ્યાજ પેટે ચાલુ વર્ષે રૂ. 64 કરોડ અને આવતા વર્ષે રૂ. 94 કરોડનું વ્યાજ ચુકવવું પડશે તેવો અંદાજ બોર્ડની મિટીંગમા મુકવામા આવ્યો હતો. રાજુ પાઠક દ્વારા મધ અને બેકરીના આડેધડ પ્લાન કરી કરોડો રુપિયાનું રોકાણ કરી દેવામા આવ્યુ છે.

જે પ્લાન્ટની ખોટની ખાધ પુરવા માટે પશુપાલકોને દુધના ફેટના ભાવ રૂ. 724થી ઘટાડી રૂ. 714 કરી દેવામા આવ્યા છે. છેલ્લા 24 વર્ષમા પહેલી વાર દુધના ફેટના ભાવમા રુ 10નો ઘટાડો કરવામા આવ્યો છે. કિલો દીઠ ફેટનો ભાવ ઓછો આપતા પશુપાલકોને રુ 30 કરોડનું નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે. હાલ જે રીતે પશુપાલકોને કરોડો રૂપિયાની ખોટ જઇ રહી છે. જેને પગલે ડિરેકટરો દ્વારા પણ આ વાતને લઇને બોર્ડની મિટિંગમા હોબાળો કરવામા આવ્યો હતો.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news