વિપક્ષના નેતા રંગાયા નવરાત્રિના રંગમાં, ગરબા રમી ધાનાણીએ વગાડ્યો ઢોલ

પરેશ ધાનાણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. નવરાત્રિનાં ચોથા નોરતે પરેશ ધાનાણીએ ગરબા કાર્યક્રમમાં હાજરી આપી હતી.

વિપક્ષના નેતા રંગાયા નવરાત્રિના રંગમાં, ગરબા રમી ધાનાણીએ વગાડ્યો ઢોલ

અમેરલી: નવરાત્રિનાં રંગમાં કોંગ્રેસનાં દિગ્ગજ નેતા પરેશ ધાનાણી રંગાયા હતા. પરેશ ધાનાણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. નવરાત્રિનાં ચોથા નોરતે પરેશ ધાનાણીએ ગરબા કાર્યક્રમમાં હાજરી આપી હતી. અને ગરબાનાં કાર્યક્રમમાં ડ્રમ વગાડયું હતું. પરેશ ધાનાણીએ ડ્રમ વગાડીને ખેલૈયાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. અગાઉ પરેશ ધાનાણીનો વીડિયો સામે આવ્યો હતો. જેમાં તેઓ ખેલૈયા સાથે ગરબે ઘુમ્યા હતા. હાલ જે વીડિયો સામે આવ્યો છે જેમાં પરેશ ધાનાણીએ ડ્રમ વગાડીને સૌને ચકિત કરી દીધા હતા.

કોગ્રેસના નેતા પરેશ ધાનાણી આમતો ભાજપને તેની ભૂલો સામે જોરદાર ઉધડો લે છે. અને વિધાનસભામાં પણ ધાનાણી જોરદાર વિરોધ કરતા નજરે પડે છે. તેવામાં આવી રીતે સામાન્ય લોકો સાથે મળીને રાસ રમતા જોતા સામાન્ય લોકોમાં કૂતૂહલ સર્જાયું હતું. સામાન્ય રીતે નેતાઓ ગરબા જેવા કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે અને ઇનામ વિતરણ કરવા માટે જતા હોય છે. તેવમાં જો નેતા જાતે ગરબા રમે અને ઢોલ વગાડે તો સામાન્ય જનતામાં કુતુહલ જોવા મળે તે પણ સ્વભાવિક છે. 

પરેશ ધાનાણીના વીડિયો થાય છે અનેક વાર વાયરલ
પરેશ ધાનાણી જ્યારથી વિપક્ષના નેતા બન્યા છે. ત્યારથી અનેક વાર સોશિયલ મીડિયામાં તેમના વીડિયો વાયરલ થયા કરે છે. અગાઉ પણ ટ્રેકટર ચલાવતા, સાપ પકડતા, અને ખેતી કરતા એમ અનેક વાર ધાનાણીના વીડિયો વાયરલ થયા બાદ હવે પરેશ ધાનાણીનો નવરાત્રિમાં રાસ રમતો વીડોયો વાયરલ થયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news