ઓનલાઈન હાજરીઃ ફેબ્રુઆરીથી એપ્રિલ સુધીમાં રાજ્યના 411 શિક્ષકોએ મારી ગુલ્લી

શિક્ષણ વિભાગ તરફથી ગુલ્લીબાજ 411 શિક્ષકોમાંથી 136 વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 39 શિક્ષકો એવા છે જે સંબંધિત પ્રાથમિક શિક્ષણાધિકારીને જાણ કર્યા વગર જ વિદેશ ભાગી ગયા હતા. આ 39 શિક્ષકો સામે કડક કાર્યવાહી કરતાં તેમને કાયમી ધોરણે બરતરફ કરવામાં આવ્યા છે. 
 

ઓનલાઈન હાજરીઃ ફેબ્રુઆરીથી એપ્રિલ સુધીમાં રાજ્યના 411 શિક્ષકોએ મારી ગુલ્લી

અતુલ તિવારી/અમદાવાદઃ સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત હવે રાજ્યમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરી પુરવાનો નિયમ કરવામાં આવ્યો છે. તાજેતરમાં જ કરવામાં આવેલા એક રિપોર્ટ અનુસાર ફેબ્રુઆરીથી એપ્રિલ મહિના સુધીમાં રાજ્યના 411 શિક્ષકોએ ઓનલાઈન હાજરી પુરી ન હતી. આ સાથે જ સરકારને જાણ કર્યા વગર વિદેશ ભાગી ગયેલા 39 શિક્ષકોને કાયમી ધોરણે બરતરફ કરવાના આદેશ બહાર પડાયા છે. 

શિક્ષણ વિભાગ તરફથી ગુલ્લીબાજ 411 શિક્ષકોમાંથી 136 વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગને પણ એ ખબર નથી કે આ 136 શિક્ષકો કયા કારણોસર ગેરહાજર રહ્યા છે. આ જ રીતે, તપાસમાં જાણવા મળ્યું છે કે, 39 શિક્ષકો એવા છે જે સંબંધિત પ્રાથમિક શિક્ષણાધિકારીને જાણ કર્યા વગર જ વિદેશ ભાગી ગયા હતા. છેલ્લા એક વર્ષથી તેઓ શાળામાં ગેરહાજર રહ્યા હતા. આ 39 શિક્ષકો સામે કડક કાર્યવાહી કરતાં તેમને કાયમી ધોરણે બરતરફ કરવામાં આવ્યા છે. 

કયા વિસ્તારના કેટલાં શિક્ષકો ?
1) અમદાવાદ જીલ્લા - 2
2) મહેસાણા - 3
3) અમરેલી, જામનગર, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, નવસારી, વડોદરા, અમદાવાદ કોર્પોરેશન - 1
4) ખેડા - 5
5) ભાવનગર - 3
6) કચ્છ - 3
7) આણંદ - 7
8) દ્વારકા - 2
9) પાટણ - 5
10) દાહોદ - 2

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news