વડોદરામાં વધુ એક વિધર્મી યુવકે યુવતી પર આચર્યું દુષ્કર્મ, આરોપી સામે નોંધાવી ફરિયાદ

વડોદરામાં વધુ એક વિધર્મી યુવકે યુવતી પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. પીડિતાની મરજી વિરુદ્ધ શારીરિક અડપલા કરતાં યુવતીએ આરોપી સામે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ત્યારે આ મામલે પોલીસે આરોપીની ધરપકડ સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે

વડોદરામાં વધુ એક વિધર્મી યુવકે યુવતી પર આચર્યું દુષ્કર્મ, આરોપી સામે નોંધાવી ફરિયાદ

રવિ અગ્રવાલ/ વડોદરા: વડોદરામાં વધુ એક વિધર્મી યુવકે યુવતી પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. પીડિતાની મરજી વિરુદ્ધ શારીરિક અડપલા કરતાં યુવતીએ આરોપી સામે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ત્યારે આ મામલે પોલીસે આરોપીની ધરપકડ સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરામાં વધુ એકવાર વિધર્મી યુવકે યુવતી પર દુષ્કર્મ આચર્યું છે. શહેરના નાગરવાડામાં રહેતા સોહિલ સાજીદ શેખનામના વિધર્મી યુવક પર દુષ્કર્મનો આરોપ લાગ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, સોહિલ સાજીદ શેખે પીડિતા યુવતીને લગ્નની લાલચ આપી તાંદલજામાં એક મકાનમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. જો કે, ત્યારબાદ વિધર્મી યુવક દ્વારા શારીરિક સંબંધ બાંધવા પીડિતાને કહેવામાં આવ્યું હતું.

પરંતુ પીડિતાએ ફરીવાર શારીરિક સંબંધ બાંધવાની ના પાડતા આરોપીએ યુવતીને માર માર્યો હતો અને ત્યારબાદ પીડિતાની મરજી વિરૂદ્ધ શારીરિક અડપલા કર્યા હતા. જેને લઇને પીડિતાએ આરોપી સોહિલ સાજીદ શેખ સામે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે બાદ પોલીસે આરોપીની ધરપકડ સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા ધર્મ સ્વાતંત્ર સુધારણા અધિનિયમ પસાર કરાયાં બાદ એક પછી એક લવ જેહાદનાં કિસ્સા સામે આવી રહ્યાં છે. વડોદરામાં આ અગાઉ લવ જેહાદનો વધુ એક કિસ્સો સામે આવ્યો હતો. જેમાં વડોદરાનાં નવાયાર્ડ વિસ્તારનાં સંતોકનગરમાં રહેતાં વિધર્મી યુવક મોહિબ પઠાણે 23 વર્ષીય પાટીદાર યુવતીને ફસાવી તેની સાથે બળજબરીપૂર્વક નિકાહ કરી ધર્મ પરિવર્તન કરાવ્યું. એટલું જ નહીં લગ્ન બાદ યુવતીનું નામ બદલાવી 'માહીરા' કરી નાંખ્યું. તેમજ લગ્નથી જન્મેલાં બાળકનું નામ બદલવા દબાણ કરી માનસિક અને શારીરિક ત્રાસ આપ્યો. પતિ સહિતનાં સાસરિયાનાં ત્રાસથી કંટાળેલી યુવતી પોલીસ મથકે દોડી જતાં ફતેગંજ પોલીસે ફરિયાદ દાખલ કરાવી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news