ગુજરાત પોલીસમાં વધુ એક બઢતીનો ઓર્ડર, આ વિભાગના કર્મચારીઓને શ્રાવણ ફળ્યો!
પોલીસ વિભાગમા કલાર્ક તરીકે ફરજ બજાવતા 128 જુનિયર કલાર્કને સિનિયર તરીકે પ્રમોશન અપાયુ છે. તમને જણાવી દઈએ કે પોલીસ વિભાગમાં અલગ-અલગ વિભાગમાં આ કલાર્કો ફરજ બજાવી રહ્યા છે.
Trending Photos
Gujarat Police: ગુજરાત પોલીસમા હાલ ખુશીનો માહોલ છે,પોલીસ વિભાગ દ્રારા અલગ-અલગ વિભાગમાં બઢતી અને બદલીનો દોર યથાવત છે, ત્યારે લાંબા સમયથી પોલીસ વિભાગમા કલાર્ક તરીકે ફરજ બજાવતા 128 જુનિયર કલાર્કને સિનિયર તરીકે પ્રમોશન અપાયુ છે. તમને જણાવી દઈએ કે પોલીસ વિભાગમાં અલગ-અલગ વિભાગમાં આ કલાર્કો ફરજ બજાવી રહ્યા છે.
ગત અઠવાડીયે પણ ગૃહવિભાગ દ્રારા 233 PSIને હંગામી ધોરણે PI તરીકે પ્રમોશન આપ્યું હતું. હવે પોલીસ વિભાગની કચેરીઓમાં ફરજ બજાવતા વર્ગ-3ના 128 જુનિયર ક્લાર્કને પણ હંગામી ધોરણે સિનિયર ક્લાર્ક તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. આ તમામને સાતમા પગારપંચ પ્રમાણે વેતન મળશે. કોને ક્યાં સ્થાન આપવામાં આવ્યું છે જુઓ સંપૂર્ણ લિસ્ટ.
ઉલ્લેખનીય છે કે, અગાઉ ગુજરાત પોલીસની બિન હથીયારી એએસઆઈની સીધી ભરતી રદ્દ કરાઈ છે. હેડ કોન્સ્ટેબલને પ્રમોશન આપી ખાલી જગ્યા ભરવા નિર્દેશ કરાયો હતો. હેડ કોન્સ્ટેબલને પ્રમોશન આપી હવે ASI બનાવવાનો નિર્ણય લેવાયો હતો. તમને જણાવી દઈએ કે ઘણા સમયથી હેડ કોન્સ્ટેબલના પ્રમોશન થયા નથી. પરંતુ સરકારની આ જાહેરાતથી બિન હથિયારી ASI વર્ગ-૩ની જગ્યાઓ પ્રમોશનથી ભરાશે. કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપી આગામી 30 ઓગસ્ટ સુધી પ્રક્રિયા પૂર્ણ કરવા નિર્દેશ કરાયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે