ઈશા અંબાણીના વિઝને આ કંપનીનું ભાગ્ય પલટી નાખ્યું, રોકાણકારોને થાય છે બંપર કમાણી

રિલાયન્સ ગ્રુપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સના એફએમસીજી ડિવિઝન, રિલાયન્સ કન્ઝયૂમર પ્રોડક્ટ્સ (આરસીપીએલ)એ અધિકૃત રીતે આ કંપનીની ભાગીદારી  ખરીદી હતી. ત્યારબાદ આ કંપનીના શેરનો ભાવ સતત વધી રહ્યો છે. 

ઈશા અંબાણીના વિઝને આ કંપનીનું ભાગ્ય પલટી નાખ્યું, રોકાણકારોને થાય છે બંપર કમાણી

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે હાલમાં જ એક એફએમસીજી કંપની લોટસ ચોકલેટ કંપની લિમિટેડનું અધિગ્રહણ કર્યું હતું. ત્યારબાદ જાણે આ કંપનીનું ભાગ્ય જ ફરી ગયું છે. 24મી મે 2023ના રોજ રિલાયન્સ ગ્રુપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સના એફએમસીજી ડિવિઝન, રિલાયન્સ કન્ઝયૂમર પ્રોડક્ટ્સ (આરસીપીએલ)એ અધિકૃત રીતે આ કંપનીની ભાગીદારી  ખરીદી હતી. ત્યારબાદ આ કંપનીના શેરનો ભાવ સતત વધી રહ્યો છે. 

લોટસ ચોકલેટ કંપનીના શેર ગુરુવારે ફરીથી એકવાર 5 ટકાના વધારા સાથે અપર સર્કિટ પર પહોંચ્યા હતા. છેલ્લા 17 ટ્રેડિંગ સેશનથી સ્ટોકમાં સતત અપર સર્કિટ લાગી છે. ગુરુવારે આ શેરનો ભાવ 1525.40 રૂપિયા સુધી પહોંચી ગયો. છેલ્લા એક મહિનામાં આ સ્ટોક 116 ટકા વધી ચૂક્યો છે. મે 2023માં 74 કરોડ રૂપિયામાં રિલાયન્સ રિટેલ વેન્ચર્સ (આરઆરવીએલ)ના એફએમસીજી ડિવિઝન રિલાયન્સ કન્ઝ્યૂમર પ્રોડક્ટ્સે લોટસ ચોકલેટમાં 51 ટકા રોકાણની ખરીદી કરી હતી. વધારાની 26 ટકા ભાગીદારી આરસીપીએલએ ઓપન ઓફરના માધ્યમથી કરી. 

ઈશા અંબાણીનું વિઝન
લોટસ ચોકલેટને એક્વાયર કરવા પાછળ રિલાયન્સ રિટેલના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ઈશા અંબાણીનું વિઝન હતું. તેમણે ભાગીદારી ખરીદતી વખતે એક નિવેદનમાં કહ્યું હતું કે લોટસમાં રોકાણ સ્વદેશી રીતે બનાવવામાં આવેલી રોજબરોજના ઉપયોગમાં લેવાતી હાઈ ક્વોલિટી પ્રોડક્ટને વધુ પ્રોત્સાહન આપવા સસ્તા ભાવે કસ્ટમરને સર્વ કરવાની અમારી પ્રતિબદ્ધતા  દર્શાવે છે. 

તેમણે વધુમાં કહ્યું કે રિલાયન્સ ગ્રુપના એક્વાયર કર્યા બાદ આ સ્ટોકમાં સતત વધારો જોવા મળ્યો અને તેના સ્ટોક પ્રાઈસ 176 રૂપિયાથી વધીને 1525 રૂપિયા થઈ ગયો છે. સુપર મલ્ટીબેગર રિટર્ન મળવા છતાં આ સ્ટોકમાં તેજી અટકી નથી. છેલ્લા બે અઠવાડિયાથી વધુ સમયથી આ સ્ટોકમાં સતત અપર સર્કિટ લાગી રહી છે. જે રોકાણકારોએ આ સ્ટોકમાં શરૂઆતના સમયમાં કે છેલ્લા એક મહિનામાં પણ રોકાણ કર્યું છે તેમને તગડો પ્રોફિટ થઈ રહ્યો છે. આ સ્ટોક 15 માસમાં 800 ટકા રિટર્ન આપી ચૂક્યા છે. 

લોટસ ચોકલેટનું અધિગ્રહણ રિલાયન્સ રિટેલની ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ (FMCG) વેપારને આગળ વધારવાની સ્ટ્રેજીનો એક  ભાગ છે. જેમાં ફર્મે હાલમાં જ ડગ માંડ્યા છે. તેનાથી RIL ની બ્રાન્ચ રન્ફેક્શનરી નિર્માતા બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝ અને નેસ્લે ઈન્ડિયા સાથે સ્પર્ધા કરશે. રિલાયન્સ રિટેલ વેન્ચર્સ મુકેશ અંબાણીના નેતૃત્વવાળી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની એક સહાયક કંપની છે અને RIL ગ્રુપ હેઠળ તમામ રિટેલ બિઝનેસની  હોલ્ડિંગ કંપની છે. 

 Disclaimer: અહીં ફક્ત શેરના પરફોર્મન્સની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે અને રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news