86 પૈસાના શેર પર તૂટી પડ્યા ઈન્વેસ્ટર, ખરીદી માટે ધસારો, લાગી અપર સર્કિટ
Penny Stock: આજે અમે તમને એક એવા પેની સ્ટોક વિશે જણાવી રહ્યાં છીએ, જેની કિંમત દરરોજ વધી રહી છે.
Trending Photos
Penny Stock: આજે અમે તમને એક એવા પેની સ્ટોક વિશે જણાવી રહ્યાં છીએ, જેની કિંમત દરરોજ વધી રહી છે. આ શેર છે મોનોટાઈપ ઈન્ડિયા લિમિટેડ (Monotype India Ltd) નો. કંપનીના શેરમાં આજે મંગળવારે પણ 5 ટકાની અપર સર્કિટ લાગી છે. આ પહેલા સોમવારે તેમાં અપર સર્કિટ લાગી હતી. છેલ્લા પાંચ કારોબારી સત્રમાં આ શેર 10 ટકા અને છ મહિનામાં 50 ટકા ઉપર ચઢ્યો છે. પરંતુ લાંબા ગાળામાં તેણે જોરદાર નુકસાન પણ કરાવ્યું છે.
97% સુધી તૂટી ચૂક્યો છે ભાવ
તમને જણાવી દઈએ કે વર્ષ 2016માં આ શેરની કિંમત 36 રૂપિયાથી વધુ હતી અને વર્તમાન કિંમત પ્રમાણે તે અત્યાર સુધી 97 ટકાથી વધુ તૂટી ચૂક્યો છે. પરંતુ છેલ્લા એક વર્ષમાં આ સ્ટોકે મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. વર્ષ ભરમાં તેણે 170% સુધીનું રિટર્ન આપ્યું છે. આ દરમિયાન તેની કિંમત 32 પૈસાથી વધી 86 પૈસા થઈ ગઈ છે. આ વર્ષે YTD માં અત્યાર સુધી આ શેર 15% અને પાંચ વર્ષમાં 355% સુધીનું રિટર્ન આપ્યું છે. કંપનીનું માર્કેટ કેપ 60.47 કરોડ રૂપિયાનું છે. કંપનીના શેરનો 52 વીક હાઈ 1.06 રૂપિયા અને 52 વીકનો લો 19 પૈસા છે. માર્ચ 2015માં કંપનીના સ્ટોકે 10 રૂપિયાની ફેસ વેલ્યૂથી 1 રૂપિયાની ફેસ વેલ્યૂ સુધી ઈક્વિટી શેરને એક્સ-ટ્રેડ સ્ટોક સ્પ્લિટ કર્યો. કંપનીના શેર 27 મે 2024 સુધી 50 ડીએમએ અને 200 ડીએમએ ઉપર કારોબાર કરી રહ્યાં છે.
કંપનીનો કારોબાર
મોનોટાઇપ ઈન્ડિયા લિમિટેડ 1974માં સ્થાપિત એક નાણાકીય અને રોકાણ કંપની છે. તે વિવિધ પ્રકારની સર્વિસ પ્રોવાઇડ કરે છે, જેમાં ફાઈનાન્સ (વીમા અને પેન્શન ફન્ડિંગને છોડી), સ્ટોક, બોન્ડ અને અન્ય સિક્યોરિટીમાં રોકાણ કરવું, ઔદ્યોગિક તથા અન્ય વ્યવસાયોને ફાઈનાન્સ કરવું સાથે કંપનીઓ અને અન્ય સંગઠનો માટે નાણાકીય સલાહકારના રૂપમાં કાર્ય કરવાનું પણ સામેલ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે