કરીના કપૂર ખાનનું ઘર BMC એ કર્યું સીલ, અભિનેત્રી ઇન્સ્ટા પર શેર કરી સ્ટોરી
કરીના કપૂર ખાને આજે ઇન્સ્ટા સ્ટોરી પર એક નોટ શેર કરી છે. પોતાની નોટમાં કરીનાએ લખ્યું- હું કોવિડની ઝપેટમાં આવી છું. મેં ખુદને આઇસોલેટ કરી લીધી છે અને તમામ મેડિકલ પ્રોટોકોલ ફોલો કરી રહી છું.
Trending Photos
મુંબઈઃ બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan), કોરોના વાયરસ (Coronavirus) થી સંક્રમિત થઈ છે. ત્યારબાદ બૃહદમુંબઈ મહાનગર પાલિકા (BMC) એ કરીનાનું ઘર સીલ કરી દીધું છે. બીએમસી તરફથી જણાવવામાં આવ્યું કે, કરીના તરફથી અત્યાર સુધી સ્પષ્ટ રીતે સંપૂર્ણ જાણકારી મળી શકી નથી, પરંતુ બીએમસી તે વાતની તપાસ કરી રહી છે કે અભિનેત્રીના સંપર્કમાં કોણ-કોણ આવ્યું છે. કરીનાની સાથે અમૃતા અરોડા પણ કોરોનાની ઝપેટમાં આવી છે. આ વચ્ચે કરીના કપૂરે ઇન્સ્ટા સ્ટોરી શેર કરી છે.
કરીના કપૂર ખાનની ઇન્સ્ટા સ્ટોરી
કરીના કપૂર ખાને આજે ઇન્સ્ટા સ્ટોરી પર એક નોટ શેર કરી છે. પોતાની નોટમાં કરીનાએ લખ્યું- હું કોવિડની ઝપેટમાં આવી છું. મેં ખુદને આઇસોલેટ કરી લીધી છે અને તમામ મેડિકલ પ્રોટોકોલ ફોલો કરી રહી છું. મારા સંપર્કમાં જે પણ આવ્યા છે તે બધાને હું વિનંતી કરુ છું કે તે પોતાના ટેસ્ટ કરાવે. મારો પરિવાર અને મારો સ્ટાફ ડબલ વેક્સીનેટિડ છે અનને કોઈમાં લક્ષણ જોવા મળી રહ્યાં નથી. હું પણ ઠીક છું અને જલદી વાપસી કરીશ.
#UPDATE | The residence of Kareena Kapoor Khan has been sealed. She has not given proper information yet but our officers are trying to find out that how many people did come in contact with her: BMC (Brihanmumbai Municipal Corporation) pic.twitter.com/2xlgOHz0YT
— ANI (@ANI) December 13, 2021
કરીના અને અમૃતા સંક્રમિત
સૂત્રોએ જણાવ્યું- શનિવારે તેનો ટેસ્ટ થયો. કાલે તેની પુષ્ટિ થઈ કે કરીના કપૂર ખાન અને અમૃતા અરોડા કોવિડ સંક્રમિત છે અને બંને ઘરમાં ક્વોરેન્ટાઈન છે. સૂત્રોએ તે પણ કહ્યું કે, લોકોને બીમારીના પ્રસારથી બચવા માટે કોવિડ સંબંધી નિયમોનું પાલન કરવું જોઈએ. તેમણે કહ્યું કે, જે લોકો બંને અભિનેત્રીઓના સંપર્કમાં આવ્યા છે, તેની જાણકારી મેળવવામાં આવી અને કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે. તેમના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે.
કોવિડ નિયમોનું થયું ઉલ્લંઘન?
સૂત્રોએ જણાવ્યું કે, મહાનગર પાલિકા તે ખબરોની તપાસ કરશે કે શું બંને અભિનેત્રીઓએ કેટલીક પાર્ટીઓમાં સામેલ થવાં દરમિયાન કોવિડ સંબંધી નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. મહત્વનું છે કે કરીના કપૂર બહેન કરિશ્માની સાથે કરણ જોહરના ઘર પર પાર્ટીમાં ગઈ હતી. ફિલ્મ કભી ખુશી કભી ગમના 20 વર્ષ પૂરા થવા પર કરણના ઘરે ઉજવણી થઈ હતી. તો અમૃતાએ મલાઇકા, કરિશ્મા, મસાબા, રિયા કપૂર સહિત પોતાની ઘણી મિત્રોની સાથે પ્રી-ક્રિસમસ પાર્ટી કરી હતી. તેનાં સંપર્કમાં આવેલા લોકોને સાવચેતીના ભાગ રૂપે આઇસોલેટ કરી દેવામાં આવ્યા છે. બીએમસીએ બધાને ટેસ્ટ કરાવવાનું કહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે