ગુજરાતમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે : વરસાદ પણ આવશે તેવી છે આગાહી

Weather Update Today : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આજે માવઠાની હવામાનની આગાહી,,, ઉત્તર ગુજરાત અને કચ્છમાં પડી શકે છે કમોસમી વરસાદ

ગુજરાતમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે : વરસાદ પણ આવશે તેવી છે આગાહી

Gujarat Weather Forecast : હવામાન આગામી દિવસોમાં કેટલા રંગ બતાવશે તે તો ભગવાન જાણે. પરંતું 2024 ની શરૂઆત વાતાવરણના પલટા સાથે થઈ છે. ક્યારેક ઠંડી, ક્યારેક ગરમી તો ક્યારેક વરસાદ ટપકી પડે છે. કોઈ એક સીઝન અનુભવાતી જ નથી. હાલ સમગ્ર ગુજરાતમાં સવારે ઠંડી અને બપોરે ગરમી સાથે મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. માંડ ઠંડી પડતી નથી, ત્યાં કમોસમી વરસાદની આગાહી આવી જાય છે. આવામાં ફરીથી આવતીકાલે ઉત્તર ગુજરાત અને કચ્છમાં માવઠાની આગાહી છે. તેના બાદ ઠંડીના વધુ એક રાઉન્ડ માટે તૈયાર રહેજો. આગામી બે દિવસ બાદ ઠંડી વધવાની શક્યતા છે. 

ફેબ્રુઆરી મહિનામાં જેમ વરસાદનો વધુ એક રાઉન્ડ આવવાનો છે, તેમ ઠંડીનો પણ એક રાઉન્ડ આવવાનો છે. નવી આગાહી મુજબ, 5 ફેબ્રુઆરીથી ગુજરાતના વાતાવરણમા મોટો પલટો આવ્યો છે. જે 12 ફેબ્રુઆરી સુધી ફરી એકવાર શિયાળા જેવો માહોલ જોવા મળી શકે છે. જેમાં લઘુત્તમ અને મહત્તમ બન્ને તાપમાનમાં ઘટાડો નોંધાવાની શક્યતાઓ છે. 

આગાહી મુજબ, હાલ અરબી સમુદ્રમાંથી વાદળો આવી રહ્યા છે તેના કારણે લઘુત્તમ તાપમાન વધી રહ્યું છે. ગુજરાતમાં હાલ પવનની દિશા જોઇએ તો પૂર્વથી ઉત્તર પૂર્વ તરફના ફૂંકાઇ રહ્યા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છમાં વાદળો બની શકે છે. ત્યારે ફેબ્રુઆરી મહિનામાં કમોસમી માવઠું ફરી એકવાર મુસીબત બનીને ત્રાટકવાનું છે. કમોસમી વરસાદની આગાહીથી ગુજરાતના ખેડૂતો પર મુસીબતના વાદળો મંડરાયા છે. જોકે, આ માવઠુ સમગ્ર ગુજરાતને નડશે. 

આગાહી એવી છે કે, સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા વરસાદની શક્યતા છે. જેમાં કચ્છ વિસ્તારમાં વરસાદી છાંટા પડવાની શક્યતા છે. આ ફેબ્રુઆરી મહિનામાં રાજ્યમાં ઠેર ઠેર માવઠુ થઇ શકે છે. 

હાલ સમગ્ર ગુજરાતમાંથી ઠંડી જાણે ગાયબ થઈ ગઈ છે. પરંતું કાતિલ ઠંડીનો દોર ફરીથી આવશે. તેમણે કહ્યું કે, આગામી 19 થી 22 ફેબ્રુઆરી દરમિયાન મજબૂત પિશ્ચિમી વિક્ષેપ આવશે. જેમાં તાપમાનનો પારો ફરીથી ગગડશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news