ચૂંટણી સમયે ગુજરાતમાં રૂપિયાની રેલમછેલ! અહીંથી ઝડપાઈ 1 કરોડની શંકાસ્પદ રોકડ

લોકસભાની ચૂંટણીને લઈને આદર્શ આચાર સંહિતા અમલી છે એટલે પોલીસ મોડી રાત્રે વાહનોના ચેકિંગ કરતી હોય છે..ચૂંટણી ને લઇ કોઈપણ પ્રકારના નશીલા પદાર્થો કે દારૂ ની હેરાફેરી સહિત ગેરપ્રવૃતીઓ ના થાય તે માટે પોલીસ સતત ચેકીંગ કરી રહી છે.

ચૂંટણી સમયે ગુજરાતમાં રૂપિયાની રેલમછેલ! અહીંથી ઝડપાઈ 1 કરોડની શંકાસ્પદ રોકડ

અલકેશ રાવ/બનાસકાંઠા: પાલનપુરના એરોમા સર્કલ પર મોડી રાત્રે શંકાસ્પદ કારમાંથી એક કરોડ જેટલી માતબર રકમ પકડાઈ હતી, એરોમા સર્કલ પર એલસીબી પોલીસના માણસો ચેકિંગમાં હતા જે દરમિયાન ડીસા તરફથી આવતી કાર પર શંકા ગઈ હતી અને કાર માથી ચેકિંગ દરમિયાન એક કરોડની રોકડ પોલીસને મળી આવી હતી. જો કે કારમાં સવાર લોકોએ સંતોષકારક જવાબ ના આપતા પોલીસે આ રોકડ રકમ જપ્ત કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

લોકસભાની ચૂંટણીને લઈને આદર્શ આચાર સંહિતા અમલી છે એટલે પોલીસ મોડી રાત્રે વાહનોના ચેકિંગ કરતી હોય છે..ચૂંટણી ને લઇ કોઈપણ પ્રકારના નશીલા પદાર્થો કે દારૂ ની હેરાફેરી સહિત ગેરપ્રવૃતીઓ ના થાય તે માટે પોલીસ સતત ચેકીંગ કરી રહી છે. ત્યારે પાલનપુરના એરોમાં સર્કલ પર મોડી રાત્રે એલસીબી પોલીસના માણસો વાહન ચેકિંગમાં હતા જે દરમિયાન ડીસા તરફથી આવી રહેલી કાર પર શંકા જતા કાર રોકી અને તેમાં તપાસ કરતા 500ના દરની 20 હજાર નોટો મળી આવી હતી. ત્યારે આટલી મોટી રકમ લઇ જતા બે લોકો શંકાસ્પદ લાગતા એક કરોડની રોકડ રકમ, મોબાઈલ ફોન અને કાર એલસીબી પોલીસે કબજે કરી હતી.

જોકે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં કારમાં સવાર કૃશાન કનુભાઈ અગ્રવાલ અને સોના ચાંદીના દાગીનાના વેપારી મુકેશ લાલાભાઇ સોની કે જેવો આ રોકડ બાબતે પોલીસને સંતોષકારક જવાબ ના આપી શક્યા અને જે રકમ ક્યાંથી લાવી છે અથવા તો તેના કોઈ પુરાવા છે તે ખુલાસો કરી ન શક્યા જેથી પોલીસે પ્રાથમિક દ્રષ્ટિએ એક કરોડ રૂપિયા જપ્ત કર્યા હતા. અને પાલનપુર પશ્ચિમ પોલીસે સીઆરપીસી કલમ 102 મુજબ ગુનો નોંધી રોકડ રકમની તપાસ હાથ ધરી છે.

એલસીબી પોલીસ ઇન્કમટેક્સ સાથે અને અન્ય વિભાગો સાથે સંકલનમાં રહીને આ રોકડ કોઈ ચોરીની છે અથવા તો કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલી છે અથવા તો કોઈ ચૂંટણી દરમિયાન વપરાનારી હતી અથવા તો કોઈને આપવની હતી જે તમામ બાબતોની પોલીસ તપાસ હાથ ધરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news