ટાટા ગ્રુપમાં 1 શેર ધરાવનાર આ વ્યક્તિ કોણ? ગુજરાત સાથે છે ખાસ કનેક્શન
વાત થોડા વર્ષો પહેલાની છે. ટાટા સન્સમાં કોર્પોરેટ જંગ ચાલી રહ્યો હતો. ત્યારે એક રહસ્યમય વાત સામે આવી. એક એવા વ્યક્તિનો ઉલ્લેખ થયો જેની પાસે ગ્રુપનો એક શેર હતો. આ શેર છોટાઉદેપુરના વીરેન્દ્ર સિંહ ચૌહાણના નામના વ્યક્તિ પાસે હતો. બાદમાં ખબર પડી કે તેમનું નિધન થોડા વર્ષ પહેલા થઈ ગયું હતું.
Trending Photos
નવી દિલ્હીઃ થોડા વર્ષો પહેલા જ્યારે ટાટા સન્સમાં કોર્પોરેટ લડાઈ લડવામાં આવી રહી હતી, જ્યારે એક અજીબ રહસ્ય સામે આવ્યું. પબ્લિક કરવામાં આવેલા ટાટા સન્સના શેરધારકોની યાદીમાં ટાટા ટ્રસ્ટની પાસે 2,66,610 શેર, શાપૂરજી પલોનજી પરિવારની પાસે 74,352 શેર, અલગ-અલગ ટાટા કંપનીઓની પાસે 49365 શેર અને ટાટા પરિવારના સભ્યો પાસે કુલ 8235 શેર હતા. પરંતુ શેરહોલ્ડિંગના આ મોટા લિસ્ટમાં એક એવું નામ સામે આવ્યું જેની પાસે માત્ર 1 શેર હતો. તેની માલિકી છોટાઉદેપુરના વીરેન્દ્ર સિંહ ચૌહાણ નામના કોઈ વ્યક્તિ પાસે હતી. સવાલ હતો કે આ અજાણ્યો વ્યક્તિ કોણ હશો? ટાટા સન્સમાં તેમને 1 શેર કઈ રીતે મળ્યો?
આ સવાલ એટલા માટે મોટો હતો કારણ કે ત્યારે તે એક બિન-લિસ્ટેડ કંપની હતી. તેનું શેરહોલ્ડિંગ ટાટાના અંદરના નાના વર્તુળ પૂરતું મર્યાદિત હતું. ત્યાં સુધી કે શાપૂરજી પલોનજી પરિવારને પણ બહારનો માનવામાં આવતો હતો. ખાનગી સોદા દ્વારા ટાટા સન્સના શેરને તેમના અધિગ્રહણ પર ટાટા પરિવારે ઘુષણખોરીના રૂપમાં નારાજગી વ્યક્ત કરી હતી. કોઈ જાણતું નહોતું કે છોટાઉદેપુરના વીરેન્દ્ર સિંહ ચૌહાણ કોણ હતા. કઈ પરિસ્થિતિમાં તેમને ટાટા સન્સની ભાગીદારી મળી. આ પેચીદો સવાલ હતો કે તેમની પાસે માત્ર 1 શેર કેમ હતો.
જાણવા મળ્યું કે છોટાઉદેપુરના રહસ્યમય વીરેન્દ્ર સિંહ ચૌહાણ ખરેખર મહારાવલ વીરેન્દ્રસિંહજી નટવરસિંહજી ચૌહાણ હતા, જેમનું નિધન થઈ ગયું હતું. ટાટા સન્સમાં થોડા વર્ષો પહેલા શરૂ થયેલા કોર્પોરેટ જંગના એક દાયકા પહેલા તેમનું મૃત્યુ થઈ ગયું હતું. પરંતુ તેમના પુત્ર જય પ્રતાપ સિંહજીની જાણકારી મળી. છોડાઉદેપુર એક રજવાડું હતું, જેના પર પૃથ્વીરાજ ચૌહાણના વંશજોનું શાસન હતું. મહારાવલ તેમના શાસકોને આપવામાં આવતી ઉપાધિ હતી, જે કલા અને વાસ્તુકલાના સંરક્ષક હતા.
રોલ્સ રોયસ ફેન્ટમના હતા માલિક
1930ના દાયકાના શાસક મહારાવલ નટવરસિંહજી દુનિયાના એવા વ્યક્તિઓમાં હતા, જેમની અન્ય વસ્તુ સિવાય 1937માં રોલ્સ રોયસ ફેન્ટમ માટે તેમના સાથી પ્રશંસા કરતા હતા. તેને તેમણે પોતા માટે વિશેષ રૂપથી બનાવડાવી હતી. તેમાં સોનાનું પાણી ચડાવેલું ઈન્ટીરિયર હતું. કારની પાછળ વિશેષ રૂપથી એક બીજું ડેશબોર્ડ લગાવવામાં આવ્યું હતું, જેથી તેમની શાહી યાત્રા તેની ગતિ અને માઇલેજ પર નજર રાખી શકે. જ્યારે 1946માં લિસ્બનમાં રજાઓ દરમિયાન મહારાવલ નટવરસિંહજીનું અચાનક મૃત્યુ થયું તો આ ઉપાધિ તેમના પુત્ર વીરેન્દ્રસિંહજીને આપવામાં આવી હતી. ત્યારે તેમની ઉંમર માત્ર 11 વર્ષની હતી. આ રીતે 1947માં ઉથલ-પાથલ ભરેલા સમય દરમિયાન જ્યારે અન્ય રજવાડાની સાથે નાના ઉદેપુરને સ્વતંત્ર ભારતમાં એકીકૃત કરવામાં આવ્યું ત્યારે વીરેન્દ્રસિંહજી સગીર હતા.
વીરેન્દ્રસિંહજીએ ઈન્દોરની ડેલી કોલેજમાંથી અભ્યાસ કર્યો હતો. મોટા થઈ તેઓ એક અસામાન્ય વ્યાવસાયિક સમજ વિકસિત કરવા લાગ્યા. વર્ષ 1962ના ઇકોનોમિક વીકલીના એક પોઈન્ટમાં વીરેન્દ્રસિંહજીને ઉદ્યોગપતિ તરીકે દર્શાવવામાંઆવ્યા. તેમને રેડિયો નિર્માણ માટે બનેલી ટાટા કંપની નેશનલ એક્કોના ડાયરેક્ટરના રૂપમાં લિસ્ટ કરવામાં આવ્યા. તે સમયે તેમની ઉંમર 25 વર્ષની હતી. તેમની ઉંમર રતન ટાટા જેટલી હતી, જે તે સમયે ટાટા સ્ટીલમાં એપ્રેન્ટિસ હતા.
તે 1 શેરનું રાજ
વીરેન્દ્રસિંહજી સમયની સાથે અલગ-અલગ કંપનીઓના ડિરેક્ટર બની ગયા. તે ત્યારના સમયના જાણીતા ઉદ્યોગપતિઓ અને કંપની ડિરેક્ટર જેવા એસએસ કિર્લોસ્કર, બીએમ ધિયા, એમએસ તાલૌલીકર, નવરોજ બી વકીલ. વડોદરાના મહારાજા અને હાશમ પ્રેમજી (અજીમ પ્રેમજીના પિતા) ની સાથે બોર્ડમાં સામેલ થયા. પરંતુ સૌથી મહત્વપૂર્ણ વાત તે હતી કે વીરેન્દ્રસિંહજી જ્યારે 30 વર્ષની આસપાસના હતા ત્યારે ટાટા મિલ્સના ડિરેક્ટર બન્યા હતા. તેના અધ્યક્ષ રતન ટાટાના પિતા નવલ ટાટા હતા. તે ટાટા પરિવારના અન્ય સભ્યોની સાથે કંપનીના બોર્ડમાં પણ સામેલ થયા હતા. આ રીતે વર્ષોમાં તે ટાટાના એક વિશ્વાસપાત્ર અંદરના સૂત્ર બની ગયા. જેઆરડી ટાટાની સાથે તેમના ઘનિષ્ઠ સંબંધોને કારણે વીરેન્દ્રસિંહજીને 1980ના દાયકામાં ટાટા સન્સમાં 12 કે 13 શેર મળ્યા હતા. તેતો ખબર નથી કે બીજા શેર કયાં ગયા, પરંતુ 1 શેર બચી ગયો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે