મહાપાલિકાની ભરતી મામલે NSUIએ કર્યું વિરોધ પ્રદર્શન

એનએસયુઆઈએ  પાલિકામાં 142 જુનિયર કલાર્કની ભરતીમાં લાખોનું કૌભાંડ થયાનો આક્ષેપ કર્યો છે. 

મહાપાલિકાની ભરતી મામલે NSUIએ કર્યું વિરોધ પ્રદર્શન

વડોદરાઃ વડોદરામાં NSUIના કાર્યકર્તાઓએ મહાનગરપાલિકાની ભરતી મામલે વિરોધ પ્રદર્શન કર્યું હતું. NSUIએ પાલિકામાં 142 જુનિયર કલાર્કની ભરતીમાં લાખોનું કૌભાંડ થયાનો આક્ષેપ કર્યો છે. સાથે જ જુનિયર ક્લાર્કની પસંદગીને રદ કરી ફરીથી પસંદગી પ્રક્રિયા કરવાની માગ કરી હતી. વડોદરાના એક પણ વ્યક્તિને નોકરી નહીં મળતા સવાલ ઉઠાવવામાં આવ્યા અને વિરોધ પ્રદર્શન કરવામા આવ્યું હતું. NSUIના કાર્યકરોએ ભ્રષ્ટાચારનું પૂતળું બાળી વિરોધ કરતા પોલીસે કાર્યકરોની અટકાયત કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news