ટ્રાફિકથી ધમધમતા ગુજરાતના આ હાઈવે પર હવે દંડ ભરવા તૈયાર રહેજો, નિયમ તોડવા પર સીધો મેમો આવશે

National Highway : અમદાવાદ વડોદરા NH 48 પર હવે ઓવર સ્પીડ કાર ચલાવશો તો દંડ ભરવા તૈયાર રહેજો... હાઇવે પર ઓવર સ્પીડ કાર, વાહનો, સીટ બેલ્ટ અને રોંગ સાઇડથી ઓવરટેક કરતા વાહન ચાલકોને આપવો પડશે દંડ....

ટ્રાફિકથી ધમધમતા ગુજરાતના આ હાઈવે પર હવે દંડ ભરવા તૈયાર રહેજો, નિયમ તોડવા પર સીધો મેમો આવશે

Traffic Rules નચિકેત મહેતા/ખેડા : અકસ્માત અટકાવવા માટે સરકાર દ્વારા નવા નિયમો જાહેર કરવામાં આવે છે એ જ રીતે જો વધુ એક નવા નિયમની વાત કરીએ તો અમદાવાદ વડોદરા ને જોડતા હાઈવે ઉપર પણ જો હવે ઓવર સ્પીડથી વાહન ચલાવવા માટે 500નો દંડ ભરવો પડશે. અત્યાર સુધી હેલ્મેટ, સીટબેલ્ટ, 3 સવારી, ફેન્સી-ખામીયુક્ત નંબર પ્લેટ, સિગ્નલ કે ઝિબ્રા ક્રોસિંગ ભંગ બદલ ઈ-મેમો ઈશ્યૂ થતા હતા. પરંતુ 2023ના વર્ષથી હાઈવે પર ઓવરસ્પીડમાં જતા વાહનચાલકો, સીટ બેલ્ટ વગર વાહન ચલાવતા ચાલકો, રોંગ સાઈડ થી ઓવરટેક કરતા વાહનચાલકોને પણ સ્થળ પર દંડ વસૂલ કરવાનું શરૂ કરાયુ છે.

અકસ્માતો અટકાવવા સરકાર દ્વારા ખેડા જિલ્લા ટ્રાફિક પોલીસને ઇન્ટરસેપ્ટર વાન અપાઇ છે. જેને ખેડા જિલ્લાને જોડતા અમદવાદ, આણંદ વડોદરા NH 48 હાઈવે પર કાર્યરત કરાઈ છે. આ ઇન્ટરસેપ્ટર વાન દ્વારા હવે અત્યાધુનિક લેસર સ્પીડ ગન, 360 ડિગ્રીના કેમેરાની મદદથી ઓવર સ્પીડ વાહનને કેપ્ચર કરી 500 રૂપિયા નો હાજર દંડ વસુલ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી સ્પીડ ગનથી મેન્યુઅલી ચેકિંગ કરી દંડ ફટકારાતો હતો. હવે તે ઇન્ટરસેપ્ટર વાનની મદદથી કામગીરી શરુ કરવામાં આવી છે. હાઇવે ઉપર 100 થી વધુની સ્પીડ ઉપર વાહન ચલાવનારે 500 રૂપિયાનો ચાંલ્લો કરવો પડશે.

આ પણ વાંચો : 

આ વાહનને અત્યાધુનિક લેસર સ્પીડ ગન, PTZ કેમેરા અને પબ્લિક એડ્રેસ સિસ્ટમથી સજ્જ કરાઇ છે. જેમાં લેસર ટ્રાફિક સ્પીડ વીડિયો સિસ્ટમ, સ્પીડ લિમિટ કેસના મેમો માટે પ્રિન્ટર, મોબાઇલ નેટવર્ક વીડિયો રેકોર્ડર, માઈક અને સાયરન સાથેના લાઈટ બાર અને પીએ સિસ્ટમ તથા એલસીડી મોનિટર જેવા સાધનોથી સજ્જ છે. સિસ્ટમના સોફ્ટવેરમાં મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ દંડ અંગેની માહિતી પહેલેથી જ ફીડ કરાઇ છે. સ્પીડ ગનથી જે કામ મેન્યુઅલી થતું હતું તેને હવે ઇન્ટરસેપ્ટર વાન દ્વારા કરવામાં આવશે.

હાઇવે પર વાહન ચલાવવા માટેની 100ની મર્યાદા છે. ઓવર સ્પીડમાં જતા વાહન ચાલકને રોકીને વાહનની સ્પીડ વધારે હોવાનું સાબિત કરવા ટ્રાફિક પોલીસ પાસે કોઇ ટેકનોલોજી ન હતી, જેથી ભૂતકાળમાં ઓવરસ્પીડના કેસ માટે ટ્રાફિક પોલીસે ભારે મહેનત કરવી પડતી પરતું હવે ઈન્ટર સેપ્ટર વાન વસાવી હોવાથી પોલીસને હવે રોડ પર લાગેલા સીસીટીવી કેમેરાથી ઉપરાંત હાઈવે ઉપર ઓવર સ્પીડના મેમો આપવાનું નક્કી કર્યું છે.

આ પણ વાંચો : 

જો કે હાઇવે પર જે સીસીટીવી કેમેરા લાગેલા છે. તેમાં સીટ બેલ્ટ-હેલ્મેટની સાથે ઓવર સ્પીડમાં આવતા વાહન પણ કેદ થાય છે. પરંતુ અત્યાર સુધી ઓવરસ્પીડના ઈ-મેમો જનરેટ કરાતા નહોતા. પરંતુ હવે ખેડા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા હાઇવે ઉપર ઇન્ટરસેપ્ટર વાનની મદદથી ઓવર સ્પીડના કેસ કરી 500 નો દંડ વસુલ કરવાનું શરુ કર્યું છે તેવું ખેડા જિલ્લાના ટ્રાફિક પીએસઆઈ એમએસ દેસાઈએ જણાવ્યું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news