વિશ્વની સૌથી મોટી હેલ્થ સ્કીમ આયુષ્યમાન ભારત હેઠળ એક પણ દર્દીની સારવાર નહી: મોઢવાડિયા

દેશમાં આયુષ્માન ભારત અંતર્ગત 6 લાખ કોરોના દર્દીઓની સારવાર પાછળ સરકારે માત્ર 12 કરોડનો ખર્ચ કર્યો છે. વિશ્વના સૌથી મોટી હેલ્થ સ્કીમ ગણાવીને પ્રચાર પ્રસાર કરાયો. આયુષ્માન ભારત યોજનાનો ફુગો કોરોના મહામારીમાં ફુટી ગયો હોવાનો દાવો કોંગ્રેસ નેતા અર્જૂન મોઢવાડીયાએ લગાવ્યો હતો. 
વિશ્વની સૌથી મોટી હેલ્થ સ્કીમ આયુષ્યમાન ભારત હેઠળ એક પણ દર્દીની સારવાર નહી: મોઢવાડિયા

અમદાવાદ : દેશમાં આયુષ્માન ભારત અંતર્ગત 6 લાખ કોરોના દર્દીઓની સારવાર પાછળ સરકારે માત્ર 12 કરોડનો ખર્ચ કર્યો છે. વિશ્વના સૌથી મોટી હેલ્થ સ્કીમ ગણાવીને પ્રચાર પ્રસાર કરાયો. આયુષ્માન ભારત યોજનાનો ફુગો કોરોના મહામારીમાં ફુટી ગયો હોવાનો દાવો કોંગ્રેસ નેતા અર્જૂન મોઢવાડીયાએ લગાવ્યો હતો. 

આયુષ્માન ભારત વિશ્વની સૌથી મોટી હેલ્થ સ્કીમ ગણાવી ઢંઢેરો પિટવામાં આવ્યો હતો જો કે આ મહામારીમાં ન માત્ર આ સ્કીમ પરંતુ કૃત્રિમ વિકાસના ફુગ્ગાની પણ હવા નિકળી ગઇ હતી. કોરોના મહામારી સમયમાં ગુજરાતમાં આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત એક પણ દર્દીની સારવાર કરવામાં આવી નથી. 

કોંગ્રેસ નેતા અર્જૂનભાઇ મોઢવાડીયાએ ઉમેર્યું કે, રાજ્યમાં આયુષ્માન ભારત યોજના કાર્ડ ધરાવતા 10430 લોકોએ કોરોના સારવારના ખર્ચ ચુકવવા સરકારમાં અરજી કરી હતી. જો કે તેમની અરજીને પણ ભાજપની નઘરોળ સરકારે ધ્યાનમાં લીધું નથી. કોરોના મહામારીમાં પોતાના સ્વજનોને બચાવવા માટે લોકો રઝળી રહ્યા હતા. ખાનગી હોસ્પિટલોમાં લાખો રૂપિયાનો ખર્ચ કરી રહ્યા હતા. જો કે ભાજપ સરકારને આયુષ્યમાન ભારત યોજનાનો લાભ આપવાનું સુઝ્યું નથી. અર્જૂનભાઇ મોઢવાડિયાએ જણાવ્યું કે, સમગ્ર દેશમાં પણ આયુષ્માન ભારત યોજનાથી 50 કરોડ લોકોને લાભની વાત કરવામાં આવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news