હવે કોઈ ના કહેતા કે ભૂપેન્દ્ર પટેલ કોમનમેન છે, આનંદીબેન કે રૂપાણીને ન મળી એવી સુવિધા ‘દાદા’ને મળી

Bhupendra Patel Convoy Changes : રાજકારણ છે ભાઈ આ તો! મોદી, આનંદીબેન કે રૂપાણીને નહોતી મળી એવી સુવિધા ભૂપેન્દ્ર પટેલને મળી, 18 વર્ષે સરકારે લીધો મોટો નિર્ણય... 18 વર્ષે CMના કોન્વોયના રૂપરંગ બદલાયા

હવે કોઈ ના કહેતા કે ભૂપેન્દ્ર પટેલ કોમનમેન છે, આનંદીબેન કે રૂપાણીને ન મળી એવી સુવિધા ‘દાદા’ને મળી

Bhupendra Patel : હવે કોઈ ના કહેતા કે ભૂપેન્દ્ર પટેલ કોમનમેન છે. હવે 18 વર્ષે CMના કોન્વોયના રૂપરંગ બદલાયા છે. દરરોજ 5 સ્કોર્પિયોની વચ્ચે ફરતા મુખ્યમંત્રી માટે હવે સિલ્વર કલરની ફોર્ચ્યુનર કાફલામાં આવી ગઈ છે. હવે ભૂપેન્દ્ર પટેલ કોમનમેન નથી રહ્યાં હવે તેઓ ખાસ બની ગયા છે. જે સુવિધા વિજય રૂપાણી કે આનંદીબેનને નહોતી મળી એ સુવિધા હવે ભૂપેન્દ્ર પટેલને મળી છે. શા માટે ના મળે કારણ કે એમના શાસનમાં ભાજપે ઈતિહાસ રચ્યો છે. એમના કાર્યકાળમાં ભાજપે 156 સીટો પર જીત મેળવી અત્યારસુધીનો નવો રેકોર્ડ બનાવ્યો છે. આ વખતની સરકાર કંઇક અલગ છે. નાના મંત્રીમંડળની વચ્ચે પણ નવા નિયમો સાથે સરકાર કામગીરી કરી રહી છે. ભાજપે 156 સીટો જીત્યા બાદ મંત્રી મંડળ મોટુ કરવાને બદલે સૌથી નાનું રાખ્યું છે. હવે નેતાઓ લોકસભાની ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે ત્યારે ભૂપેન્દ્ર પટેલને નવી સરકારમાં સારી કામગીરી કરવાનો શિરપાંવ મળ્યો હોય તેમ હવે તેમના કાફલામાં નવી નકોર કારનો સમાવેશ થયો છે. આધુનિક ટેકનોલોજી સાથે ભૂપેન્દ્ર પટેલ માટે નવી કાર તૈયાર કરાઈ છે.  

સીએમ કોન્વોયમાં ફોરચ્યુનર કાર આવી
20 વર્ષ પહેલાં મોદી ગુજરાતના CM બન્યા ત્યારે સીએમ કાફલામાં કોન્ટેસા કારનો ઉપયોગ થતો હતો. બાદમાં નરેન્દ્ર મોદીની સલામતીના કારણોસર એ સમયે મહેન્દ્રા કંપનીની સ્કોર્પિયોનો ઉપયોગ શરૂ થયો હતો. ત્યારથી ગુજરાતના તમામ સીએમ આ જ કારનો ઉપયોગ કરતા આવ્યા છે.  મોદી બાદ આનંદીબહેન પટેલ અને વિજય રૂપાણી અને બાદમાં ભૂપેન્દ્ર પટેલે પણ પહેલી ટર્મમાં સ્કોર્પિયો કારનો જ ઉપયોગ કર્યો હતો. હવે જે સુવિધા મોદી, આનંદીબેન અને વિજય રૂપાણીને નથી મળી એ હવે ભૂપેન્દ્ર પટેલને મળવા જઈ રહી છે. ગૃહ વિભાગે સીએમ કોન્વોયમાં હવે બદલાતી ટેકનોલોજી અને સલામતી કારણોસર હવે ફોર્ચ્યુનરનો ઉમેરો કર્યો છે. આસ્તે આસ્તે સીએમ કોન્વોયમાંથી સ્કોર્પિયોને રૂખસદ આપી દેવાય તો નવાઈ નહીં. 

આ પણવાંચો : 

પાંચ સ્કોર્પિયો વચ્ચે સિલ્વર કલરની ફોર્ચ્યુનરમાં જોવા મળી
અત્રે નોંધવું ઘટે કે, સોમવારે મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી ભૂપેન્દ્ર પટેલ સચિવાલય સ્થિત પોતાની ઓફિસે આવ્યા ત્યારે કોન્વોયમાં પાંચ સ્કોર્પિયો વચ્ચે સિલ્વર કલરની ફોર્ચ્યુનરમાં જોવા મળ્યા હતા. બાદમાં CM સલામતી શાખાએ પણ મુખ્યમંત્રી માટે ખાસ ફોર્ચ્યુનરનો ઉમેરો કર્યાનું સ્વિકાર્યુ હતુ. અલબત્ત, સુરક્ષાનો કારણોસર વધુ વિગતો આપવાનું ટાળ્યું હતું. જોકે, ભૂપેન્દ્ર પટેલ માટે સારી બાબત એ છે કે હવે સ્કોર્પિયોને બદલે પટેલ ફોર્ચ્યુનરમાં ફરતા થઈ ગયા છે. સરકારે સુરક્ષાને ધ્યાને રાખીને 18 વર્ષે સીએમ કોન્વોયમાં નવી કાર લેવાનો નિર્ણય લીધો છે.

આ પણવાંચો : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news