ગુજરાતીઓને વિદેશ જવાનો આટલો મોહ કેમ, 2022 માં આટલા લોકો ભારત છોડીને અન્ય દેશોમાં વસ્યા

indians in foreign countries : વસવાટ માટે ભારતીયોની પસંદ વિદેશ... વર્ષ 2022 માં 2 લાખ 25 હજારથી વધુ લોકોએ છોડ્યો દેશ... ભારત છોડીને અન્ય દેશમાં વસવાટ કરે છે લોકો... વિદ્યાર્થીઓને મળે છે સારું વેતન અને અભ્યાસ... ક્વોલિટી લાઈફસ્ટાઈલ માટે પણ લોકો પસંદ કરે છે વિદેશ

ગુજરાતીઓને વિદેશ જવાનો આટલો મોહ કેમ, 2022 માં આટલા લોકો ભારત છોડીને અન્ય દેશોમાં વસ્યા

indians in foreign countries ગૌરવ પટેલ/અમદાવાદ : ભારત દેશ આઝાદીનો અમૃત મહોત્સ ઉજવી રહ્યો છે જોકે, આ અમૃતકાળમાં દેશના નાગરિકો ભારતની નાગરિકતા છોડી રહ્યા છે.. વિદેશમંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે વર્ષ 2022માં 2 લાખ 25 હજાર 620 લોકોએ ભારતની નાગરિકતા છોડી અન્ય દેશોની નાગરકિતા અપનાવી છે.. શા માટે લોકો ભારત છોડી રહ્યા છે જુઓ આ રિપોર્ટ....

140 કરોડની આબાદી વાળો દેશ છે. ચીનને પાછળ રાખીને સૌથી વધુ વસતી ધરાવતો દેશ છે. જોકે, વાસ્તવિકતા એ છે કે, 140 કરોડની વસતી ધરાવતા આ દેશના લાખો લોક દર વર્ષે ભારતની નાગરિકતા છોડી અન્ય દેશમાં સ્થાયી થઈ રહ્યા છે. વિદેશ મંત્રાલયે ભારત છોડનારા લોકોના ગત વર્ષના જે આંકડા જાહેર કર્યા એ ચોંકાવનારા છે. છેલ્લા 10 વર્ષમાં ભારતીય નાગરિકત્વ છોડનાર લોકોની વાત કરીએ તો, 
 
વર્ષ 2022માં 2 લાખ 25 હજાર 620 લોકોએ દેશ છોડ્યો..
વર્ષ 2021માં 1 લાખ 63 હજાર 370 લોકોએ નાગરિકતા છોડી..
વર્ષ 2020માં 85 હજાર 256 લોકોએ ભારતીય નાગરિકતા છોડી..
વર્ષ 2019માં 1 લાખ 44 હજાર 17 લોકોએ ભારતીય નાગરિકતા છોડી..
વર્ષ 2018માં 1 લાખ 34 હજાર 561 લોકોએ નાગરિકતા છોડી..
વર્ષ 2017માં 1 લાખ 33 હજાર 49 લોકોએ નાગરિકતા છોડી..
વર્ષ 2016માં 1 લાખ 41 હજાર 405 લોકોએ નાગરિકતા છોડી.. 
વર્ષ 2015માં 1 લાખ 31 હજાર 489 લોકોએ નાગરિકતા છોડી.. 
વર્ષ 2014માં 1 લાખ 29 હજાર 328 લોકોએ નાગરિકતા છોડી..
વર્ષ 2013માં 1 લાખ 31 હજાર 405 લોકોએ નાગરિકતા છોડી.. 
અન વર્ષ 2012માં 1 લાખ 20 હજાર 923 લોકોએ નાગરિકતા છોડી હતી..
 
દેશ છોડવાનું કારણ શું
સવાલ એ છેકે ભારતીય નાગરિકતા છોડવાનું કારણ શું હોય શકે.. કેમ મોટા પ્રમાણમાં લોકો દેશ છોડી રહ્યા છે.. કોંગ્રેસ આના માટે દેશમાં બેરોજગારી અને ગુનાખોરીને જવાબદાર ગણાવી રહ્યું છે.. વર્તમાન સરકારના શાસનમાં બેરોજગારી વધી છે જેના કારણે લોકો દેશ છોડી રહ્યા છે. વિદેશ જવામાં ભારતીયોની પહેલી પસંદ અમેરિકા અને કેનેડા છે.. ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ જેવા અનેક દેશોમાં ભારતીય લોકો વસવાટ કરી રહ્યા છે.. 
 
વિદેશ જવાનું કારણ શું 
વિદેશ જનાર લોકોમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે..
ઉચ્ચ અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને ભારતની પ્રમિયિમ સંસ્થામાં સરળતાથી પ્રવેશ મળતો નથી..
જેના વિરુદ્ધ વિદેશની યુનિવર્સિટીઓમાં સરળતાથી પ્રવેશ મળી જાય છે..
ભારતમાં ગ્રેજ્યુએટ યુવાનને સરળતાથી નોકરી નથી મળતી..
જ્યારે વિદેશમાં કલાકના હિસાબે ડૉલરમાં વેતન મળે છે..
વિદ્યાર્થી ખર્ચ કર્યા બાદ પણ મહિન 40થી 50 હજાર રૂપિયાની બચત કરે છે..
ભારતમાં સામાજિક તાણાવાણાના કારણે અમુક કામ કરતા વિદ્યાર્થી ખચકાય છે..
જ્યારે વિદેશમાં સોશ્યલ ડિસ્ટર્બન્સના હોવાના કારણે સામાન્ય કામ પણ ખચકાટ વગર કરે છે..
આ સિવાય લોકો સોશ્યલ સ્ટેટસ અને ક્વોલિટી લાઈફ માટે પણ વિદેશ જવાનું પસંદ કરે છે.. ઘણાં શ્રીમંત પરિવારો વિદેશની નાગરિકતા સ્વીકારીને ત્યાં વસવાટ કરે છે.
 
ભારતમાં વસતા નાગરિકોને વિદેશનો કેટલો મોહ છે તે લોકસભામાં રજૂ થયેલા આ સરકારી આંકડા પરથી જ ફલિત થાય છે.. આજે કોલેજમાં અભ્યાસ કરતા મોટા ભાગના વિદ્યાર્થીઓની નજર દેશ બહાર છે તે પોતાના કૌશલ્યનો ઉપયોગ અન્ય દેશમાં સારી આવક મેળવવા માટે કરતા હોય તેવું દેખાઈ રહ્યું છે..
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news