નિત્યાનંદ આશ્રમ વિવાદ : ગુમ બાળકો મામલે આશ્રમની સંચાલિકા પ્રાણપ્રિયા સહિત 2ની ધરપકડ

નિત્યાનંદ આશ્રમ વિવાદ (Nityanand Ashram) મામલે સગીર બાળકો ગુમ થવા મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં અમદાવાદ (Ahmedabad) ગ્રામ્ય પોલીસ 2 સાધ્વીઓની ધરપકડ કરી છે. આશ્રમની સંચાલિકા પ્રાણપ્રિયા સહિત 2ની ધરપકડ કરાઈ છે. બંનેની સગીરાનું અપહરણ કરી ગેરકાયદેસર ગોંધી રાખવાના ગુના હેઠળ ધરપકડ કરાઈ છે. તો બીજી તરફ, નિત્યાનંદ આશ્રમમાંથી ગુમ થયેલ બંને યુવતીઓને શોધવા DGP શિવાનંદ ઝાએ SP અને IGને સૂચના આપી છે. DGPએ SP રાજેન્દ્ર અસારી, IG એ. કે. જાડેજા સાથે આ મામલે બેઠક પણ કરી છે. 

નિત્યાનંદ આશ્રમ વિવાદ : ગુમ બાળકો મામલે આશ્રમની સંચાલિકા પ્રાણપ્રિયા સહિત 2ની ધરપકડ

અમદાવાદ :નિત્યાનંદ આશ્રમ વિવાદ (Nityanand Ashram) મામલે સગીર બાળકો ગુમ થવા મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં અમદાવાદ (Ahmedabad) ગ્રામ્ય પોલીસે 2 સાધ્વીઓની ધરપકડ કરી છે. આશ્રમની સંચાલિકા પ્રાણપ્રિયા તથા પ્રિયાતત્વ નામની સાધ્વીઓની ધરપકડ કરાઈ છે. બંનેની સગીરાનું અપહરણ કરી ગેરકાયદેસર ગોંધી રાખવાના ગુના હેઠળ ધરપકડ કરાઈ છે. તો બીજી તરફ, નિત્યાનંદ આશ્રમમાંથી ગુમ થયેલ બંને યુવતીઓને શોધવા DGP શિવાનંદ ઝાએ SP અને IGને સૂચના આપી છે. DGPએ SP રાજેન્દ્ર અસારી, IG એ. કે. જાડેજા સાથે આ મામલે બેઠક પણ કરી છે. પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વ મૂળ મૈસૂરમાં આવેલ નિત્યાનંદ આશ્રમની સેવિકા હતી. જેઓને અમદાવાદ આશ્રમના સંચાલક તરીકે મોકલાયા હતા. 

નિત્યનંદિતાએ Facebook પર Video અપલોડ કરી સૌને ચોંકાવ્યા, ગૃહમંત્રી અમિત શાહના પુત્રના નામનો કર્યો ઉલ્લેખ 

પોલીસે શું કહ્યું...
બે સાધ્વીઓની ધરપકડ મામલે પ્રેસ કોન્ફરન્સમાં અમદાવાદ જિલ્લાના ડીવાયએસપી ડે.ટી.કામરિયાએ જણાવ્યું કે, બે સાધ્વીઓએ ચાવી બતાવી હતી, જે પુષ્પક સિટી નામની સોસાયટીમાં બે મકાનોની હતી. બાળકોને ગોંધી રાખવાનો પુરાવો મળતા પ્રાણપ્રિયા અને પ્રિયતત્વની ધરપકડ કરાઈ છે. રાજેશ ચૌહાણ દિલ્હીના રહેવાસી છે. તેમનો એડ્રેસ આશ્રમમાંથી મેળવીને દિલ્હીમાં સંપર્ક કરવામાં આવશે. બંને બાળકો આશ્રમમાં ધાર્મિક વિધીનો અભ્યાસ કરી રહ્યા હતા તેવુ આશ્રમે જણાવ્યું. પણ બાળકને કેવા પ્રકારનો ત્રાસ અપાતો તે મામલે સીડબલ્યુસી તપાસ કરશે. હાલ અમે નિત્યનંદિતાના વીડિયો કોલથી તેના આઈપી એડ્રેસને ડિકોડ કરી રહ્યાં છે. નિત્યનંદિતાએ કહ્યું કે જ્યારે કોર્ટમાં હાજર થવાનું હશે તો હુ થઈ જશે. તેથી અમારુ અનુમાન છે કે તે દૂર નહિ, ક્યાંક નજીક જ હશે. અમે જે સાધ્વીઓની ધરપકડ કરી હતી, તેઓ જ આશ્રમની બધી કાર્યવાહી કરતી હતી. તેથી તેમની ધરપકડ કરાઈ છે. 

https://lh3.googleusercontent.com/-vMOkngvGcKo/XdTT8uD1stI/AAAAAAAAJ0k/We4-0T9ysJY5Go_7JoOA1MDEN5jYGRFyACK8BGAsYHg/s0/Pranpriya_Priyatatva_zee.JPG

નિત્યાનંદ આશ્રમ મામલે આવેલા અપડેટ
નિત્યાનંદ આશ્રમથી યુવતી ગુમ થવા મામલે અમદાવાદ પોલીસ કમિશનરે મહિલા આયોગને રિપોર્ટ સુપરત કર્યો. 18 વર્ષની દીકરી હજી મળી નથી, મહિલા આયોગે રાજ્ય પોલીસ વડાને દીકરી પરત લાવવા સૂચના આપી છે. યુવતી પરત લાવ્યા બાદ તેની પૂછપરછ કરાશે. આ મામલે બાળ આયોગના ચેરમેન જાગૃતિ પંડ્યાએ જણાવ્યું કે, હાલ પોલીસ તપાસ ચાલુ છે. cwc 18 વર્ષથી નીચેના બાળકોના અમે નિવેદન લઈ રહ્યાં છે. વધુમાં કહ્યું આગામી સમયમાં આવા આશ્રમોના આવા કથિત બનાવ ન બને તે માટે બાળ આયોગ સતર્ક રહેશે. અમદાવાદના નિત્યાનંદ આશ્રમમાં SITની ટીમે તપાસ કરી છે. SITની ટીમે આશ્રમમાં હાજર અન્ય બાળકોના નિવેદન લીધા છે. SITએ ત્રણ અલગ અલગ મામલે તપાસ કરી છે. યુવતીના પિતાની પ્રમોશનલ એક્ટિવીટી અને ગોંધી રાખવાની ફરિયાદને લઈ તપાસ કરાઈ. તો સાથે જ આશ્રમના વકીલને સાથે રાખીને SITની ટીમે તપાસ કરી છે. અત્યાર સુધીમાં ફુલ 40થી 41 જેટલા બાળકોના નિવેદન પોલીસે નોંધ્યા છે. 

DEOએ  DPSને નોટિસ ફટકારી
નિત્યાનંદ આશ્રમ કેસમાં DPS સ્કુલે DEO કચેરીના અધિકારીઓને સહકાર ન આપ્યો. તપાસમાં સહકાર ન આપતા DEOએ સ્કૂલને નોટિસ ફટકારી છે. કચેરી દ્વારા 7 દિવસમાં DPS સ્કુલ પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, બે દિવસથી DEO કચેરીના અધિકારીઓ સ્કૂલમાં તપાસ કરી રહ્યા હતા.

નિત્યાનંદ આશ્રમમાં બાળકોને ડાન્સ કરવા મજબૂર કરાતા 
આશ્રમની કેટલીક શંકાસ્પદ પ્રવૃત્તિઓ વિશે સૂત્રો દ્વારા જાણવા મળ્યું કે, નંદિતા અને અન્ય બે સગીરને કોઈ પણને જાણ કર્યા વગર આશ્રમ દ્વારા અમદાવાદ મોકલી દેવાયા હતા. આશ્રમમાં ફરિયાદીને તેના બાળકો સાથે મળવા દેવામાં આવ્યા નહોતા. સ્વામીના પ્રવચન સોશિયલ મીડિયા પર શેર કરવાનો ટાર્ગેટ અપાતો. નિત્યાનંદ આશ્રમમાં કોઈ પણ સમયે યુવતી સહિત અન્ય વિદ્યાર્થીઓને ચોક્કસ વેશભૂષામાં ડાન્સ કરવા માટે મજબૂર કરાતા. નિત્યાનંદની સૂચના મુજબ આશ્રમની સંચાલિકા પ્રાણપ્રિયા પ્રવૃતિઓ કરાવતી હતી. 

2 વિધા જમીનનો વિવાદ
હીરાપુરમાં નિત્યાનંદની 2 વિઘા નવી જમીન ખરીદવામાં આવી હોવાનો મામલામાં જાણવા મળ્યું કે, 15 વર્ષ પહેલા ગોરધનભાઈએ જમીન વેચી હતી અને DPS સ્કૂલ બનાવવા માટે આ જમીન વેચવામાં આવી હતી. ત્યારે આ જમીન પર આશ્રમ બનવાની તૈયારીઓ થઈ રહી છે. નિત્યાનંદે હીરાપુર ગામમાં 2 વીઘા જેટલી જમીન ખરીદી છે. નવરાત્રિમાં નિત્યાનંદ સ્વામીની પૂજા કરવામાં આવી હતી. પૂજા બાદ આશ્રમ બનાવાની કામગીરી શરૂ કરવાની હતી. નિત્યાનંદની પાપલીલાનો પર્દાફાશ થતાં હવે આશ્રમનો જમીનકાંડ પણ ખુલ્લો પડી ગયો છે.  

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news