નવરાત્રિ થશે કે નહિ તે સવાલ પર નીતિન પટેલે આપ્યો આ જવાબ

નવરાત્રિ થશે કે નહિ તે સવાલ પર નીતિન પટેલે આપ્યો આ જવાબ
  • ધાર્મિક માન્યતાને ધ્યાનમાં રાખી ગરબાનું સોસાયટી કે ગામમાં આયોજન કરવા બાબતે હાલ કોઈ નિર્ણય નથી લેવાયો.
  • નવરાત્રિના ખાનગી આયોજન પોતાની રીતે સ્વૈચ્છિક રીતે જાહેરાત કરી દીધી છે કે, તેઓ ગરબાનું આયોજન નહિ કરે

હિતલ પારેખ/ગાંધીનગર :નવરાત્રિ નજીક આવતી જાય છે ત્યારે ગુજરાતમાં ગરબા (Navratri) ના આયોજનને મંજૂરી મળશે કે નહિ એ અંગે લોકોમાં ભારે ઉત્સુકતા છે. આ માહોલમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (nitin patel) કહ્યું છે કે, રાજ્યમાં મોટા ગરબા આયોજનની મંજૂરી મળે તેવી શક્યતા હાલમા નથી. ગ્રામીણ કક્ષાએ કે પછી શહેરોમાં શેરીગરબા સંદર્ભે કેવી રીતે પરમિશન આપી મંજૂરી આપવી તે મુદ્દે હાલ સુધી કોઈ નિર્ણય કર્યો નથી. 

આ પણ વાંચો : Big Breaking : ગુજરાત સરકારે ફી ઘટાડાની કરી જાહેરાત

તેઓએ કહ્યું કે, ધાર્મિક માન્યતાને ધ્યાનમાં રાખી ગરબાનું સોસાયટી કે ગામમાં આયોજન કરવા બાબતે હાલ કોઈ નિર્ણય નથી લેવાયો અને કેન્દ્રની છૂટછાટના આધારે આગામી દિવસોમાં નિર્ણય લેવાશે. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રીએ રાજ્ય સરકારનો નવરાત્રિ મહોત્સવ નહિ યોજવાનો નિર્ણય લીધો છે. અમદાવાદમાં રાજ્ય સરકારની નવરાત્રિ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતી હોય છે તે રદ કરવાનો નિર્ણય લીધો છે. ગુજરાત સરકારનું સ્ટેન્ડ ક્લિયર છે. ગુજરાત સરકાર પોતે અધિકૃત રીતે કોઈ નવરાત્રિનું આયોજન કરવાની નથી. નવરાત્રિના ખાનગી આયોજન પોતાની રીતે સ્વૈચ્છિક રીતે જાહેરાત કરી દીધી છે કે, તેઓ ગરબાનું આયોજન નહિ કરે. 

ગરબાની મંજૂરી વિશે તેઓએ કહ્યું કે, આ ઉપરાંત ઘણા ગરબા આયોજકોએ જાહેરાત કરી દીધી છે કે, ગરબા આયોજન નહીં કરે. ડોક્ટરોએ સરકારને સૂચનો કર્યા છે તેમાં મોટાપાયે ગરબા ન કરવા સલાહસૂચન કર્યાં છે. આ સંજોગોમાં મોટાપાયે ગરબાના આયોજન અંગેની શક્યતા નથી. મોટાભાગના નિષ્ણાતોએ ડોકટરોનો અભિપ્રાય છે કે, કોરોનાનું સંક્રમણ ધ્યાનમાં લેતાં મોટાપાયે ગરબાનું આયોજન કરવાનું મંજૂરી નહિ આપવાનું સૂચન કર્યું છે. મોટા પાયે ખાનગી ગરબા આયોજકોને ગરબા કરવાની મંજૂરી આપવાની કોઇ શકયતા મને દેખાતી નથી. કેવી રીતે મંજૂરી આપવી અને કેવી રીતે આયોજન કરાવડાવવું તેવી કોઇ વિચારણા હજુ રાજ્ય સરકારે કરી નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news