પોલીસ પૂછપરછમાં નિખિલ દોંગાએ કર્યો ઘટસ્ફોટ, ગોંડલના પૂર્વ MLA ની હત્યા માટે ઘડાયો હતો પ્લાન

નિખિલ દોંગા (Nikhil Donga) ની પૂછપરછ બાદ અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે.  આ કેસમાં એક પોલીસ સબ ઇન્સ્પેકટર સહિત છ જેટલા આરોપીઓની સતત બીજી વાર જામીન અરજી કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી છે.

પોલીસ પૂછપરછમાં નિખિલ દોંગાએ કર્યો ઘટસ્ફોટ, ગોંડલના પૂર્વ MLA ની હત્યા માટે ઘડાયો હતો પ્લાન

ભૂજ: ગોંડલ (Gondal) નો કુખ્યાત ગુજસીટોક (GUJCTOC) નો આરોપી નિખિલ દોંગા પોલીસ જાપ્તા વચ્ચે ભુજની જી.કે જનરલ હોસ્પિટલમાંથી નાસી છૂટ્યા હતો. નિખિલના ફરાર થયા બાદ આરોપીને ઝડપી પાડવા પોલીસે રાજ્યભરમાં નાકાબંધી કરી હતી. ત્યારબાદ 72 કલાકની અંદર ઉત્તરાખંડ (Uttarakhand) ના નૈનીતાલથી સાગરીતો સાથે ઝડપાઇ ગયા હતા.

નિખિલ દોંગા (Nikhil Donga) ની પૂછપરછ બાદ અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. રાજ્યભરમાં ચર્ચાસ્પદ બનેલા આ કેસમાં એક પોલીસ સબ ઇન્સ્પેકટર સહિત છ જેટલા આરોપીઓની સતત બીજી વાર જામીન અરજી કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી છે.

જામીન અરજી કરતી વખતે પોલીસે રજૂ કરેલા સોગંદનામા ઘટસ્ફોટ થયો હતો કે, નિખિલ દોંગા (Nikhil Donga) ના પિતા રમેશ પરષોતમ દોંગા સામે ગોંડલ (Gondal) માં દાખલ થયેલા બે ગુના ગોંડલ (Gondal) ના માજી ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા (Jayrajsinh jadeja) એ નોંધાવ્યા હતા. એવું મનોમન માની તેની હત્યા કરવા માટે સાગરીતો સાથે જી. કે. જનરલ હોસ્પિટલમાંથી ભાગવાનું તરખટ રચ્યું હતું. કુખ્યાત આરોપી નિખિલ દોંગા કોઇ મોટા ગુનાને અંજામ આપવા માટે હોસ્પિટલમાંથી નાસી છુટયો હતો.

કુખ્યાત નિખિલ દોંગા અને સાગરીતોએ ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા (Jayrajsinh jadeja) ની હત્યા માટે ભૂજ (Bhuj) જેલમાંથી ભાગવાનું કાવતરૂ ઘડ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. અગાઉ આશંકા હતી, પણ હવે જામીન અરજી વેળાએ પોલીસે રજૂ કરેલા સોગંદનામામાં તેનો ઉલ્લેખ કરાયો છે. ચાર્જશીટ થયા બાદ PSI અને 5 આરોપીની નિયમિત જામીન માટે બીજી વખત કરેલી અરજી ભૂજ (bhuj) ની અદાલતે ફગાવી દીધી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ ગુજસીટોકના આરોપી નિખીલ દોંગા (Nikhil Donga) ના કેસમાં ભુજ પોલીસે જેતપુર ભાજપના મહામંત્રીની ધરપકડ કરી હતી. ભાજપના નેતાએ પણ નિખિલને ભગાડી જવામાં મદદગારી કરી હતી. ભુજની અદાણી સંચાલીત જનરલ હોસ્પિટલમાંથી નિખીલ દોંગા (Nikhil Donga) ના ફરાર થવા મામલે મદદગારી કરનાર તમામ સુધી પહોંચવાના પોલીસ (Police) પ્રયત્ન કરી રહી હતી. 8 એપ્રીલે આ સંદર્ભે પુછપરછ માટે જેતપુર ભાજપના મહામંત્રી વિપુલ દિનેશભાઇ સંચાણીયાને લવાયા બાદ તેની સંડોવણી ખુલતા પશ્ચિમ કચ્છ (Kutch) પોલીસે તેની ધરપકડ કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news