સુરતમાં 7 લોકોના મોત કેસમાં મોટો વળાંક : મનીષ સોલંકી તાંત્રિકના આશીર્વાદ લેતો વીડિયો આવ્યો સામે

surat family mass suicide : સુરતમાં 7 લોકોના મોતના મામલામાં આવ્યો મોટો વળાંક... પરિવારજનોની હત્યા કર્યા બાદ આપઘાત કરનાર મનીષ તાંત્રિક વિધિમાં ફસાયો હોવાની શંકા... મૃતક મનીષ સોલંકી તાંત્રિકના આશીર્વાદ લેતા હોવાનો વીડિયો વાયરલ થયો

સુરતમાં 7 લોકોના મોત કેસમાં મોટો વળાંક : મનીષ સોલંકી તાંત્રિકના આશીર્વાદ લેતો વીડિયો આવ્યો સામે

Surat News : સુરતના અડાજણમાં  એક જ પરિવારનાં 7 લોકોએ જીવન ટૂંકાવ્યું. ત્યારે સુરત સામૂહિક આપઘાત કેસમાં મોટો વળાંક સામે આવ્યો છે. આ કેસમાં સીટની રચના કરાઈ છે. આ તપાસમાં ટીમને એવું કંઈક મળ્યું જે ચોંકાવનારું છે. મૃતક મનીષ સોલંકીનો તાંત્રિક વિધિનો વીડિયો સામે આવ્યો છે. મનીષ સોલંકી તાંત્રિક માયાજાળમાં ફસાયો હોવાની આશંકા છે. 

સુરતમાં 7 લોકોનો આપઘાત કિસ્સો દિલ્હીના બુરાડી કેસને મળતો આવે છે. જેમાં અંધશ્રદ્ધા કારણભૂત હતી. ત્યારે સુરતમાં સોલંકી પરિવારમાં આર્થિક ભીંસથી કંટાળીને પરિવારે આપઘાત કર્યો હોવાનો સ્યૂસાઈડ નોટમાં ઉલ્લેખ કરાયો જ છે. મનીષ સોલંકીને અલગ અલગ લોકો પાસેથી 1 કરોડથી વધુની રકમ લેવાની નીકળતી હતી, વિશ્વાસમાં આપેલી રકમ પરત ન આવતા તેમણે આ પગલુ ભર્યુ હતું. પરંતું એક અલગ થિયરી પણ સામે આવી છે. સોલંકી પરિવારના સામૂહિક આપઘાત મામલે એક ચોંકાવનારી વાત સામે આવી છે. મનીષ કેટલાક સમયથી તાંત્રિક વિધિના રવાડે ચડ્યો હોવાની આશંકા છે. મનીષ કેટલાક સમયથી તાંત્રિક વિધિના રવાડે ચડ્યો હોવાનો પુરાવો આપતો એક વીડિયો સામે આવ્યો છે. મનીષે થોડા સમય પહેલા કોઈ અઘોરીના આશીર્વાદ લેતો હોય એવો વીડિયો પણ ફેસબૂક પર મૂક્યો હતો. સોલંકી પરિવારના સામૂહિક મોતમાં તાંત્રિક વિધિની પણ ભૂમિકા હોવાની આશંકા છે. 

પોસ્ટમોર્ટમમાં ખુલાસો થયો 
સુરતમાં 7 લોકોએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ત્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. રિપોર્ટમાં જાણવા મળ્યું કે, માતા અને દીકરીનું ગળુ દબાવીને મોત થયું હતું. અન્ય 4 પરિવારજનોના મોત ઝેરી દવા ગટગટાવીને થયું હતું. ત્યારે પરિવારના સભ્યો બાદ મનીષ શાંતિલાલ સોલંકીએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. આમ સોલંકી પરિવારના કુલ 7 સભ્યોએ સામુહિક આપઘાત કરવાની ચોંકાવનારી ઘટના બની હતી.

અલગ અલગ લોકો પાસેથી 1 કરોડથી વધુની રકમ લેવાની નીકળતી હતી
મનીષ સોલંકી મૂળ સુરેન્દ્રનગરના રહેવાસી હતો. પોતે આપઘાત કરી લેનાર મનીષ સોલંકીના પરિવારના સભ્યએ જણાવ્યું હતું કે તેમને અલગ અલગ લોકો પાસેથી 1 કરોડથી વધુની રકમ લેવાની નીકળતી હતી. પરંતુ લોકો તેમને રૂપિયા પરત આપતા ન હતા. જેથી રૂપિયા સલવાયા હોવાના કારણે પણ તેમણે આવું પગલું ભર્યું હોય તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.

એકી સાથે 7 નનામી ઉઠતાં ભારે અરેરાટી
સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં સામુહિક આપઘાત કરેલા મનિષ સોલંકીના પરિવારના 7 સભ્યોની અંતિમયાત્રા નીકળી હતી ત્યારે આખું સુરત હિબકે ચઢ્યું હતું.  પાલનપુર પાટિયા સ્થિત જકાતનાકા ખાતે આવેલ નિવાસ્થાન ખાતેથી અંતિમયાત્રા નીકળી લોકો ભારે હૈયે અંતિમયાત્રામાં જોડાયા હતા. 

શુ બની હતી ઘટના
સુરતના પાલનપુર પાટિયા વિસ્તારના સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટમાં સી-2 બ્લિડિંગમાં રહેતા મનિષ સોલંકીએ પરિવારમાં માતા-પિતા, પત્ની અને ત્રણ બાળકોને ઝેરી દવા આપ્યા બાદ પોતે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાની વિગતો સામે આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ફર્નિચરના વ્યવસાય સાથે જોડાયેલા અને મોટા કોન્ટ્રાક્ટ રાખતાં મનિષ સોલંકી લાંબા સમયથી આર્થિક સંકરામણ અનુભવતા હોય તેવું પ્રાથમિક રીતે લોકોનું કહેવું છે. ઘટના જાણ થતા જ તેમના સંબંધીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા. સુરત પોલીસે જણાવ્યું કે, હાલ અમારી તપાસ ચાલી રહી છે. અમને આપઘાત સ્થળથી એક ચિઠ્ઠી મળી આવી છે. જેમાં આર્થિક ભીંસમાં આવીને આપઘાત કર્યો હોય તેવુ લાગી રહ્યું છે. પરિવારના મોભી ફર્નિચર બનાવવાના કામ સાથે જોડાયેલા હતા. તેમના માથા પર દેવુ હતું, જેને કારણે આર્થિક ભીંસમાં આવી જતા તેમણે આપઘાત કરી લીધો હતો. છેલ્લા કેટલાક સમયથી રૂપિયાની ઉઘરાણી કરવામાં આવતી હતી. પરંતુ રૂપિયા ચૂકવવામાં અસક્ષમ પરિવારના મોભીએ આ પગલુ ભર્યુ હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news