ગુજરાતમાં સરકારી નોકરીની નવી ઓફર, હાઈકોર્ટમાં થવાની છે મોટી ભરતી, અરજી પ્રક્રિયા શરૂ થઈ
Government Job In Gujarat : ગુજરાત હાઈકોર્ટમાં થઈ ભરતીની જાહેરાત, સ્ટેનોગ્રાફર અને ટ્રાન્સલેટરની કરાશે ભરતી, સ્ટેનોગ્રાફરની 244 અને ટ્રાન્સલેટરની 16 જગ્યા પર થશે ભરતી, ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો કરી શકશે અરજી, ભરતી માટે વય મર્યાદા 18 થી 35 વર્ષની રહેશે, 26 મે સુધીમાં ભરી શકાશે ફોર્મ
Trending Photos
Gujarat Highcourt : ગુજરાતમાં સરકારી નોકરીની વધુ એક જોરદાર ઓફર આવી છે. જો તમે સરકારી નોકરીની રાહ જોઈને બેસ્યા હોય તો આ તક તમારા માટે છે. ગુજરાત હાઈકોર્ટમાં સ્ટેનોગ્રાફર અને ટ્રાન્સલેટર માટે અઢળક વેકેન્સી નીકળી છે. જે માટે ગ્રેજ્યુએટ થયેલા 18 થી 35 વર્ષના ઉમેદવારો અરજી કરી શકશે.
ગુજરાતમાં હાઈકોર્ટમા સ્ટેનોગ્રાફર અને ટ્રાન્સલેટરની જગ્યા ભરાવાની છે. કુલ 244 સ્ટેનોગ્રાફર અને 16 ટ્રાન્સેલેટરની જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. તેથી જો તમે આ સરકારી નોકરી માટે અરજી કરવા માંગતા હોવ તો આ તમારા માટે યોગ્ય તક છે. ત્યારે જો તમે અરજી કરવા માંગતા હોવ તો આ તક જવા ન દેતા. ઉમેદવારોને જોઈતી તમામ માહિતી અને એપ્લિકેશન www.gujarathigcourt.nic.in અથવા ojas વેબસાઈટ પરથી અરજી કરી શકાશે.
ઉમેદવારને જાણવા જેવી મહત્વની માહિતી
- ઓનલાઈન અરજી પ્રક્રિયા માટેનો પ્રારંભ 6 મેથી શરૂ થઈ ગયો છે, 26 મે સુધી અરજી કરી શકાશે.
- 18 થી 35 વરયના ઉમેદવારો આ માટે અરજી કરી શકશે
- બંને પોસ્ટ માટે અનામત વર્ગના ઉમેદવારોએ 750 રૂપિયા એપ્લિકેશન ફી ભરવાની રહેશે, અન્ય ઉમેદવારો માટે ફી 1500 રહેશે
જ્યાં પીવાનું પાણી, રસ્તો, વીજળી અને એકપણ પાકું મકાન નથી ત્યાં કેવું મતદાન થાય છે જુઓ
સ્ટેનોગ્રાફર માટે વય મર્યાદા 21થી 40 વર્ષ સુધી
અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 (ક્લાસ 2): કોઈ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. અંગ્રેજી શોર્ટ હેન્ડમાં 120 વર્ડ પર મિનિટ. કમ્પ્યુટરનું સામાન્ય જ્ઞાન હોવું જોઈએ.
વયમર્યાદા: 21 વર્ષથી 40 વર્ષ સુધી.
અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 (ક્લાસ-3): કોઈ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું હોવું જોઈએ. અંગ્રેજી શોર્ટ હેન્ડમાં 100 વર્ડ પર મિનિટની ઝડપ. કમ્પ્યુટરનું સામાન્ય જ્ઞાનં જરૂરી.
વયમર્યાદા: 21 વર્ષથી 35 વર્ષ સુધી.
ટ્રાન્સલેટર માટે કમ્પ્યુટર જ્ઞાનનું સટિ રજૂ કરવું પડશે
કોઈ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવનાર ઉમેદવારો આ જગ્યા માટે અરજી કરી શકશે. સરકાર માન્ય કમ્પ્યુટરના જ્ઞાનને લગતું સર્ટિફિકેટ હોવું જરૂરી છે.
વયમર્યાદા : 26 મે, 2024 ના રોજ 18 થી 35 વર્ષ સુધી
કેવી રીતે લેવાશે ટેસ્ટ
ટ્રાન્સલેટર માટે 100 માર્કસના એમસીક્યુ, 100 માર્કની ટ્રાન્સલેશન ટેસ્ટ, 50 માર્કના વાઈવા વોઈસ લેવાશે. જ્યારે કે, સ્ટેનોગ્રાફર માટે 100 માર્કસનો એલિમિનેશન ટેસ્ટ, 100 માર્કની ટ્રાન્લેશન ટેસ્ટ, 50 માર્કની વાઈવા વોઈસ ટેસ્ટ લેવાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે