Navsari: અભ્યાસમાં નિષ્ફળ ગયેલા કળિયુગી પુત્રએ માતા પર કાઢ્યો ખાર, સગી માતાની ક્રુરતાપૂર્વક કરી હત્યા

Navsari: નવસારીના બીલીમોરા શહેરમાંથી કાળજું કંપાવે તેવી ઘટના સામે આવી છે. અહીં અભ્યાસમાં નિષ્ફળતા મળવાથી અસ્થિર બનેલા પુત્રનો માતા સાથે ઝઘડો થયા બાદ તેણે પોતાની જનેતાના ગળે ચપ્પુ ફેરવી દીધું. તેનો ક્રોધ આટલેથી ન અટક્યો તો તેણે માતાનું ગળુ દબાવી તેને મોતને ઘાટ ઉતારી દીધી.  હત્યા બાદ પુત્રએ માતાના મૃતદેહને સળગાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. 

Navsari: અભ્યાસમાં નિષ્ફળ ગયેલા કળિયુગી પુત્રએ માતા પર કાઢ્યો ખાર, સગી માતાની ક્રુરતાપૂર્વક કરી હત્યા

Navsari: નવસારીના બીલીમોરા શહેરમાંથી કાળજું કંપાવે તેવી ઘટના સામે આવી છે. અહીં અભ્યાસમાં નિષ્ફળતા મળવાથી અસ્થિર બનેલા પુત્રનો માતા સાથે ઝઘડો થયા બાદ તેણે પોતાની જનેતાના ગળે ચપ્પુ ફેરવી દીધું. તેનો ક્રોધ આટલેથી ન અટક્યો તો તેણે માતાનું ગળુ દબાવી તેને મોતને ઘાટ ઉતારી દીધી.  હત્યા બાદ પુત્રએ માતાના મૃતદેહને સળગાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ તે સફળ થાય તે પહેલા જ પડોશીઓ જોઈ જતા તેમણે પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચેલી માતાના મૃતદેહનો કબ્જો મેળવી પીએમ કરાવી કળિયુગી પુત્રની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો:

નવસારીના બીલીમોરા શહેરના ઓરીયા મોરીયા વિસ્તારમાં પદ્મશીલ કો. ઓ. સોસાયટીમાં 58 વર્ષીય સુમિત્રાબેન રણછોડ ટંડેલ પોતાના 31 વર્ષીય પુત્ર પ્રિયાંક રણછોડ ટંડેલ સાથે રહેતા હતા. એન્જીનીયરીંગ ભણતા પુત્રને અભ્યાસમાં નિષ્ફળતા મળતાં ડિપ્રેશનમાં સરી પડ્યો હતો. જેને કારણે તેનું માનસિક સંતુલન ગુમાવતા માતા સાથે કોઈપણ વાતે ઝઘડો કરતો હતો. પરંતુ કહેવાય છે ને માં એ માં, બીજા બધા વગડાના વા... માતા સુમિત્રાબેન માનસિક વિક્ષિપ્ત પુત્રને સાચવતા હતા અને એની દવા પણ કરાવતા હતા. સુમિત્રાબેનની પરિણીત દીકરીઓ સમયાંતરે માતા અને ભાઈની મુલાકાત લઈ, તેમનું ધ્યાન પણ રાખતી હતી. 

પરંતુ આજે સવારે સુમિત્રાબેન અને પુત્ર પ્રિયાંક વચ્ચે કોઈક વાતે ચકમક ઝરી અને પ્રિયાંક તેની માતા સાથે મારઝૂડ કરી હતી. જેમાં આવેશમાં આવી જઈ ઘરમાં રાખેલા ચપ્પુ લઇને પ્રિયાંકે માતા સુમિત્રાના ગળે ફેરવી દીધુ હતું. આવેશ એટલો હતો કે ચપ્પુ ફેરવ્યા બાદ માતાનું ગળું દબાવી એની હત્યા નિપજાવી દીધી હતી. ત્યારબાદ માતાના મૃતદેહને ઘરની બાજુની ખુલ્લી જગ્યામાં લાવી તેના ઉપર લાકડાના પાટિયા, પેપર અને ઘાસ નાંખી સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પ્રિયાંકની કરતૂત પાડોશીઓને ધ્યાને આવતા તરત તેને અટકાવી બીલીમોરા પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા બીલીમોરા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબ્જો મેળવ્યો હતો અને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડયો હતો. બીજી તરફ માતૃત્વની હત્યા કરનારા કળિયુગી પુત્ર પ્રિયાંક ટંડેલની ધરપકડ કરી તેની વિરૂદ્ધ સગી જનેતાની હત્યાનો ગુનો નોંધી તપાસને વેગ આપ્યો છે

જે પુત્રને માતાએ વ્હાલથી ઉછેરી મોટો કર્યો તે જ અભ્યાસમાં નાસીપાસ થઈ મગજની સ્થિરતા ખોઈ બેઠો. તેમ છતાં પુત્રની માનસિક વિક્ષિપ્તતાનો સ્વિકાર કરી એનું ધ્યાન રાખનારી માતાની મમતાનું માનસિક દિવ્યાંગ પુત્રએ કાસળ કાઢી એને યમધામ પહોંચાડી દીધી. આ  વાત શહેરમાં ચર્ચાનો વિષય બની છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news