ક્રાઇમ પેટ્રોલને ટક્કર મારે એવો કિસ્સો! નવસારીમાં પ્રેમિકાથી કંટાળેલા પ્રેમીએ કેવી રીતે કાઢ્યું કાસળ?
લગ્નેતર સંબંધોનો હંમેશા કરૂણ અંજામ જ આવે છે. નવસારીના જલાલપોર તાલુકાના વેડછા ગામની 36 વર્ષીય પરિણીતા મુક્તિ હિતેશ પટેલને પણ લગ્નેત્તર સંબંધ રાખવામાં પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. મુક્તિ પટેલનો પતિ યોગ્ય રીતે કામ કરતો ન હોવાથી તેણીએ પોતાની ઇચ્છાઓ અને જરૂરીયાતો પૂર્ણ કરવા લગ્નેત્તર સંબંધ વિકસાવ્યા હતા.
Trending Photos
ધવલ પરીખ/નવસારી : વારે વારે રૂપિયા માંગતી પરણિત પ્રેમિકાથી કંટાળેલા પ્રેમીએ ક્રાઇમ પેટ્રોલ જોઇ તેનું કાસળ કાઢી નાંખવાનો પ્લાન ઘડ્યો અને સોશ્યલ મીડિયા ઉપર ટેકનીકલ વીડીયો જોઇને પ્રેમિકાની હત્યાને અંજામ આપ્યો હતો. વાત છે નવસારીના અબ્રામાં ગામે 5 દિવસ અગાઉ અર્ધ સળગેલી હાલતમાં મળેલ પરિણીતાના મૃતદેહ પ્રકરણની...જેમાં પ્રેમીએ પ્રેમિકાને તેના પિયર લઇ જઈ, પહેલા ગળુ દબાવી તેનું મોત નીપજાવ્યું અને ખાત્રી થયા બાદ તેના ઉપર ડીઝલ છાંટીને સળગાવી ભાગી છૂટ્યો હતો. જોકે નવસારી LCB પોલીસે CCTV ફૂટેજ અને કોલ ડીટેલ્સને આધારે આરોપી સુધી પહોંચી તેને દબોચી લીધો હતો.
લગ્નેતર સંબંધોનો હંમેશા કરૂણ અંજામ જ આવે છે. નવસારીના જલાલપોર તાલુકાના વેડછા ગામની 36 વર્ષીય પરિણીતા મુક્તિ હિતેશ પટેલને પણ લગ્નેત્તર સંબંધ રાખવામાં પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. મુક્તિ પટેલનો પતિ યોગ્ય રીતે કામ કરતો ન હોવાથી તેણીએ પોતાની ઇચ્છાઓ અને જરૂરીયાતો પૂર્ણ કરવા લગ્નેત્તર સંબંધ વિકસાવ્યા હતા.
નવસારીની એક પ્રતિષ્ઠિત શાળામાં સફાઇ કામદાર તરીકે કામ કરતી મુક્તિ પટેલે એ જ શાળામાં વોચમેન તરીકે નોકરી કરતા અને જલાલપોરના મટવાડ ગામે રહેતા રાજેશ પટેલ સાથે આંખ ચાર થતા બંને વચ્ચે સંબંધો વધ્યા હતા. 6 મહિનાથી વધુ સમયથી મુક્તિ અને રાજેશ વચ્ચે પાંગરેલા લગ્નેત્તર સબંધમાં બંને શરીર સુખ પણ માણતા હતા. જોકે મુક્તિ છાસવારે રાજેશ પાસે રૂપિયા માંગતી અને થોડા મહિનાથી તેની મોપેડના હપ્તા પણ ભરવાના બાકી હોવાથી એના માટે પણ રૂપિયા માંગતી હતી. પરંતુ આ તરફ રાજેશની નોકરી છૂટી જતાં પ્રેમિકાની રૂપિયાની માંગણી તેને ખૂંચતી હતી.
મુક્તિથી પીછો છોડાવવો પ્રયાસ નિષ્ફળ રહેતા રાજેશે તેનો કાંટો કાઢી નાંખવાનો વિચાર કર્યો. ક્રાઇમ પેટ્રોલના એપિસોડ જોઈને રાજેશે મુક્તિને મુક્તિ આપવાનો પ્લાન ઘડ્યો હતો. જેની સાથે જ સોશ્યલ મીડિયામાં નાડી તપાસવા સાથે જ પેટ્રોલ કરતા ડીઝલ વધુ સારી રીતે બાળી શકે છે એવી માહિતી મેળવી લીધી હતી. બાદમાં ગત 28 માર્ચના રોજ રાજેશે તેની પ્રેમિકા મુક્તિને સવારથી બોલાવી હતી. જેને પોતાની બાઈક ઉપર બેસાડી વેડછાથી દાંતેજ તરફ આવતા રોડથી થઈ એરૂ ચાર રસ્તા પાસેના પેટ્રોલ પંપ પર પહોંચ્યો હતો. જ્યાંથી 80 રૂપિયાનું ડીઝલ બોટલમાં ભરાવ્યું હતું. બાદમાં પોતાના ઘરે પહોંચી ત્યાં મુક્તિ સાથે શરીર સુખ માણ્યુ હતું અને આખો દિવસ બંને સાથે રહ્યા હતા.
આ સમય દરમિયાન જ રાજેશે મુક્તિને વાતોમાં ભેરવી તેની પાસેથી શ્યુસાઇડ નોટ પણ લખાવી. એમાં બે લોકોના નામ લખાવ્યા હતા. ત્યારબાદ 29 માર્ચની વહેલી સવારે અબ્રામા ગામે આવેલા મુક્તિના પિયરના ઘરે પહોંચ્યો હતો. જ્યાં ઘરના વાડામાં લઈ જઈ તેનું બે વાર ગળું દબાવી તેની હત્યા કરી નાંખી હતી. બાદમાં તેની નાડી ચકાસી તેનું મોત થયું હોવાની ખાતરી કર્યા બાદ પોતાની સાથે લાવેલ 80 રૂપિયાના ડીઝલને મુક્તિના મૃતદેહ પર છાંટી સળગાવી દીધો હતો અને ત્યાંથી ભાગી છૂટયો હતો.
સમગ્ર ઘટનામાં મુક્તિના પિયરના ઘરના પાછળના વાળમાંથી જ અર્ધ બળેલી હાલતમાં તેનો મૃતદેહ મળતા તપાસમાં જોતરાયેલી જલાલપોર પોલીસ અને નવસારી LCB પોલીસે મૃતદેહના ચહેરા ઉપર ઈજા દેખાતા હત્યા થઈ હોવાની શંકાએ તપાસને વેગ આપ્યો હતો. જેમાં સીસીટીવી કેમેરાના ફૂટેજ અને કોલ રેકોર્ડિંગની મદદથી પોલીસ રાજેશ સુધી પહોંચી હતી. જેની પૂછપરછમાં મુક્તિ સાથે તેને લગ્નેત્તર સંબંધ હોવાની કબૂલાત સાથે જ રૂપિયા માટે તેની હેરાનગતિ પણ હોવાનું જણાવતા પોલીસે તની કડકાઇથી પૃચ્છા કરતા રાજેશે જ મુક્તિને મારી હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે રાજેશ પટેલની ધરપકડ કરી આગળની તપાસ આરંભી છે.
આરોપી રાજેશ પટેલની તેની પરિણીત પ્રેમિકા મુક્તિ પટેલની હત્યામાં ધરપકડ થયા બાદ અન્ય વાતો પણ સામે આવી છે. જેમાં રાજેશને મુક્તિ અન્ય કોઈ સાથે પણ સંબંધ રાખતી હોવાની શંકા હતી અને એટલે જ રાજેશે જ અપાયેલા મોબાઈલ ફોનના વ્હોટસએપમાં જાસૂસી એપ્લિકેશન નાંખી રાજેશ મુક્તિ ઉપર ધ્યાન પણ રાખતો હતો. જેમાં મુક્તિના અન્ય સાથે પણ સબંધ હોવાનું જાણી જતા પણ તની હત્યા કરી હોવાની સંભાવના જોવાઈ રહી છે.
ઉલ્લેખનિય છે કે, વર્ષ 2009માં પણ નવસારી નજીક રેખા નામની યુવતીનું ટ્રેન અકસ્માતમાં મોત નિપજ્યું હતું. ત્યારે પણ રાજેશની શંકાસ્પદ તરીકે પૂછપરછ થઈ હતી. પણ તેના વિરુદ્ધ કોઈ પુરાવા ન મળતા તેને છોડી મૂકવામાં આવ્યો હતો. જેમાં પણ રેખાના અન્ય યુવાન સાથે પ્રેમ સંબંધ હોવાની ચર્ચા રહી હતી. ત્યારે હાલ તો પોલીસે રાજેશ પટેલનું મેડિકલ કરાવવા સાથે જ મુક્તિના મેડિકલ રિપોર્ટ તપાસશે. એમાં જો વીર્ય નીકળશે, તો રેપ વિથ મર્ડરનો ગુનો નોંધાશે. જોકે પોલીસે હાલ તો હત્યા અને પુરાવાનો નાશ કરવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે