પોતાની જ બસ નીચે કચડાયો ડ્રાઈવર, જીવ બચાવવા નીચે કૂદ્યા તો બસના પૈડા શરીર પર ફરી વળ્યાં
બીલીમોરા એસટી ડેપોની બસના ડ્રાઈવરનું પોતાની જ બસ નીચે કચડાઈ જતા કમકમાટી ભર્યું મોત નિપજ્યુ છે. બીલીમોરા ચીખલી બસના ડ્રાઈવર શશીકાંત પટેલનું ઘટના સ્થળે મોત નિપજ્યુ છે. ડ્રાઈવર શશીકાંત પોતાની બસ ચાલુ કરીને કાચ સાફ કરી રહ્યા હતા, ત્યારે બસ સરકી જતા તેઓ બસ નીચે કચડાયા હતા.
Trending Photos
સ્નેહલ પટેલ/નવસારી :બીલીમોરા એસટી ડેપોની બસના ડ્રાઈવરનું પોતાની જ બસ નીચે કચડાઈ જતા કમકમાટી ભર્યું મોત નિપજ્યુ છે. બીલીમોરા ચીખલી બસના ડ્રાઈવર શશીકાંત પટેલનું ઘટના સ્થળે મોત નિપજ્યુ છે. ડ્રાઈવર શશીકાંત પોતાની બસ ચાલુ કરીને કાચ સાફ કરી રહ્યા હતા, ત્યારે બસ સરકી જતા તેઓ બસ નીચે કચડાયા હતા.
બન્યુ એમ હતું કે, 36 વર્ષીય શશીકાંત પટેલ નવસારીના બીલીમોરા બસ સ્ટેશન પર ડ્રાઈવર તરીકેની ફરજ બજાવે છે. તેઓ ચીખલી તાલુકાના સતાળિયા ગામથી બીલીમોરા રૂટ પર એસટી બસ ચલાવે છે. તેઓ સતાળિયા ગામે રાત્રિ રોકાણ કરતા તા અને વહેલી સવારે ઉઠીને બીલીમોરા પરત ફરતા હતા. ત્યારે વહેલી સવારે ચાર વાગ્યે તેઓ ઉઠીને પોતાની બસ સાફ કરવાનુ કામ કરતા હતા. મંગળવારે સવારે ચાર વાગ્યે ઉઠીને તેઓ પોતાની બસ સાફ કરવા ઉઠ્યા હતા. પરંતુ તેઓએ ઢાળ ઉપર હેન્ડ બ્રેક માર્યા વગર બસ ઉભી રાખી હતી, જે સરકવા લાગતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી.
ધુમ્મસભર્યા માહોલમાં બસનો આગળનો કાચ સાફ કરી રહેલ ડ્રાઈવર બસ સરકવા લાગતા કૂદી પડ્યા હતા. પરંતુ તેઓ એવી રીતે નીચે પડ્યા કે, બસ નીચે કચડાયા હતા. કૂદીને રસ્તા ઉપર પડેલા ડ્રાઈવરના શરીર ઉપર બસ ચડી જતા ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું.
ઉલ્લેખનીય છે કે, શશીકાંત પટેલ માત્ર 20 દિવસ અગાઉ જ એસ.ટી વિભાગમાં ડ્રાઈવર તરીકે જોડાયા હતા. તેમના પરિવારમાં પત્ની અને 11 વર્ષની દીકરી છે. ત્યારે તેમના નિધનથી તેમનો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. સમગ્ર મામલે કંડકર બિપિન પટેલે અકસ્માતને લઈને ફરિયાદ આપી હતી, તો ચીખલી પોલીસ અકસ્માતની તપાસ શરૂ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે