અમદાવાદ: સામાન્ય લોકો સાથે ઠગાઇ કરનાર નકલી PSIની ધરપકડ

PSI તરીકે ઓળખ આપી ટ્રેક્ટર ચાલકો પાસેથી તોડ કરનાર અને બે દિવસ પહેલા મહિલા પોલીસ(Police)ને ચકમો આપી ફરાર થઈ જનાર આરોપીની સોલા પોલીસે ધરપકડ કરી છે. આરોપીને ફોર્સમાં જોડાવાની ઈચ્છા હતી અને તે માટે તેણે 3 પરિક્ષાઓ પણ આપી હોવાની કબુલાત કરી છે. ઉપરાંત નકલી પીએસઆઈ પાસેથી પોલીસે બનાવટી પિસ્ટલ પણ કબ્જે કરી છે.  

અમદાવાદ: સામાન્ય લોકો સાથે ઠગાઇ કરનાર નકલી PSIની ધરપકડ

મૌલિક ધામેચા/અમદાવાદ: PSI તરીકે ઓળખ આપી ટ્રેક્ટર ચાલકો પાસેથી તોડ કરનાર અને બે દિવસ પહેલા મહિલા પોલીસ(Police)ને ચકમો આપી ફરાર થઈ જનાર આરોપીની સોલા પોલીસે ધરપકડ કરી છે. આરોપીને ફોર્સમાં જોડાવાની ઈચ્છા હતી અને તે માટે તેણે 3 પરિક્ષાઓ પણ આપી હોવાની કબુલાત કરી છે. ઉપરાંત નકલી પીએસઆઈ પાસેથી પોલીસે બનાવટી પિસ્ટલ પણ કબ્જે કરી છે.  

સોલા પોલીસની શી ટીમની કસ્ટડીમાં આવેલા આરોપીનું નામ પારસ ઉર્ફે પાર્થ સુથાર છે. આરોપી મુળ રાણપુર પાસેના ગામનો વતની છે. જે બે દિવસ પહેલા પારસ પોતાની એક્ટીવા લઈને ચાંદલોડીયા બ્રિજ પાસે બેઠો હતો તે સમયે સોલા પોલીસ મથકની શી ટીમને આરોપી પર શંકા જતા તેની પુછપરછ કરી હતી. તે સમયે આરોપીએ પોતાની ઓળખ પીએસઆઈ આપી હતી. પરંતુ પારસ પાસે કોઈ ઓળખકાર્ડ ન હોવાથી તેની વધુ પુછપરછ કરવામાં આવી અને તે ત્યાથી ભાગી ગયો હતો. પરંતુ પોતાની બનાવટી રિવોલ્વર અને એક્ટિવા ત્યાજ મુકી ગયો હતો જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

નિરંજન શાહના પુત્ર જયદેવ શાહ બન્યા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનનો અધ્યક્ષ

આરોપી પારસની પુછપરછ કરતા સામે આવ્યુ કે તે ધોરણ 12 પાસ છે અને CISFની ભરતી માટે 3 વખત પરીક્ષા આપી હતી. પરંતુ નાપાસ થયો હતો. માટે તેણે પોલીસ જેવો વેશ ધારણ કરી PSIના નામે લોકો પાસે તોડ કરતો હતો. પરંતુ અસલી પોલીસને જોઈ તે ભાગી ગયો હતો. જેની તપાસ કરતા બે દિવસ બાદ તે ચાણક્યપુરી સેક્ટર 6 માંથી તેની ધરપકડ કરવામાં આવી છે.

પાટનગર દિલ્હીમાં વસે છે એક નાનકડું ગુજરાત, જ્યાં ગુજરાતી મહિલાઓ કરી રહી છે નવરાત્રિની તૈયારીઓ

પારસ સુથારની ધરપકડ બાદ સોલા પોલીસે તેની વધુ તપાસ હાથ ધરી છે. જેમા તેણે ક્યાં ક્યાં તોડ કર્યા? કોની સાથે કર્યા છે. પોલીસના નામે ક્યાંય રૂપિયા પડાવ્યા છે કે કેમ ? તે તેમામ મુદ્દે સોલા પોલીસ તપાસ કરી રહી છે.જો કોઈ વ્યક્તિ પારસ સાથે ભોગ બન્યો હશે તો તેની વિરુધ્ધ અલગ ગુનો નોંધવાની તજવીજ પણ પોલીસે હાથ ધરી છે.

જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news