ખેલૈયાઓ તૈયાર! આ શહેરમાં તિલક વગર લોકોને પ્રવેશ મળશે નહીં, ગરબા ગ્રાઉન્ડ પર બેનરો લાગ્યા
નવલખી ગ્રાઉન્ડ પર લગાવામાં આવેલ બોર્ડ જેમાં તિલક નહિ લગાવો તો તમને ગરબા ગ્રાઉન્ડ પર એન્ટ્રી નહિ મળે તેમ સૂચના આપવામાં આવી છે, ત્યારે આયોજકોના જણાવ્યા અનુસાર નવરાત્રી પર્વમાં આ પ્રથમવાર શરૂઆત કરવામાં આવ્યું છે.
Trending Photos
મિતેશ માલી/પાદરા: આજે આસો નવરાત્રીના પ્રથમ નોરતે રાજ્ય ભરમાં ખેલૈયાઓ ગરબે જમવા તૈયાર થઈ ગયા છે, ત્યારે વડોદરા સંસ્કારી નગરીમાં પણ નવરાત્રી પર્વ નિમિત્તે ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વડોદરાના ગરબા વિશ્વભરમાં જાણીતા છે ત્યારે વડોદરા નવલખી ગ્રાઉન્ડ પર ગરબા આયોજકો દ્વારા લગાવવમાં આવેલ બોર્ડને લઇ ભારે ચર્ચાઓ થઈ રહી છે.
નવલખી ગ્રાઉન્ડ પર લગાવામાં આવેલ બોર્ડ જેમાં તિલક નહિ લગાવો તો તમને ગરબા ગ્રાઉન્ડ પર એન્ટ્રી નહિ મળે તેમ સૂચના આપવામાં આવી છે, ત્યારે આયોજકોના જણાવ્યા અનુસાર નવરાત્રી પર્વમાં આ પ્રથમવાર શરૂઆત કરવામાં આવ્યું છે. અગાઉ આ મુદ્દે ડભોઇ ધારાસભ્ય શૈલેષ મહેતાએ આ મુદ્દે તિલક લગાવી અને ગરબા ગ્રાઉન્ડ પર પ્રવેશ મળશે તેમ નિવેદન આપ્યું હતું.
વડોદરાના VNF ગરબા ગ્રાઉન્ડ પર તડામાર તૈયારીઓ
આજરોજ આસો નવરાત્રી પર્વ નિમિત્તે પ્રથમ નોરતે નવરાત્રી પર્વની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સંસ્કારી નગરી તરીકે જાણીતા વડોદરા શહેરમાં પણ નવરાત્રી પર્વને લઈને તળાવમાર તૈયારીઓ કરવામાં આવી છે, ત્યારે આજરોજ વડોદરાના 27 જેટલા ગરબા ગ્રાઉન્ડ ઉપર ગરબાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
વડોદરાના વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ ગ્રાઉન્ડ ખાતે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે, સમી સાંજથી જ ખેલૈયાઓ ગરબે જમવા માટે આવી પહોંચશે ત્યારે ગરબા આયોજકો દ્વારા સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. હાલ વધી રહેલા એટેક આવવાના બનાવને લઈને પણ તબીબોની ટીમો તેનાત કરવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે