નવરાત્રિમાં ગરબા રસિકોમાં અવનવા ટેટૂનો વધ્યો ક્રેઝ; આવા ટેટુની યુવતીઓમાં વધુ ડિમાન્ડ

ગરબા રસિકોમાં નવરાત્રિને લગતા જુદા જુદા ટેટૂ કરાવવાનો ક્રેઝ વધ્યો છે. સુરતમાં ગરબાને લાગતા ટેટુ બનાવવા યુવતીઓને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. યુવતીઓ ગરબે ઝૂમવા બોડી પર કાયમી તથા ટેમ્પરરી ટેટૂ કરાવી રહ્યા છે.

 નવરાત્રિમાં ગરબા રસિકોમાં અવનવા ટેટૂનો વધ્યો ક્રેઝ; આવા ટેટુની યુવતીઓમાં વધુ ડિમાન્ડ

પ્રશાંત ઢીવરે/સુરત: નવરાત્રિમાં અલગ અલગ થીમ પર ગરબાની સાથે કપડાં અને ટેટૂનો પણ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદના યુવાનો માટે ટેટૂ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. જેમાં નવરાત્રિની સાથે ચંદ્રયાન, વર્લ્ડ કપની થીમ પર યુવકો અને યુવતીઓ પોતાના શરીર પર ટેટૂ બનાવે છે.

ગરબા રસિકોમાં નવરાત્રિને લગતા જુદા જુદા ટેટૂ કરાવવાનો ક્રેઝ વધ્યો છે. સુરતમાં ગરબાને લાગતા ટેટુ બનાવવા યુવતીઓને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. યુવતીઓ ગરબે ઝૂમવા બોડી પર કાયમી તથા ટેમ્પરરી ટેટૂ કરાવી રહ્યા છે. ખાસ કરીને નવરાત્રીને લગતા ટેટુ સહિત મહિલા અનામત પર યુવતીઓએ ટેટુ બનાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માની રહ્યા છે. 

આદ્યશક્તિ મા અંબાના આરાધનાના પર્વ નવરાત્રિ પર્વની આજથી શરૂઆત થઈ ગઈ છે ત્યારે ગરબા ગ્રાઉન્ડ ઉપર સૌ કોઈને પોતાની તરફ આકર્ષિત કરવા માટે ખેલૈયાઓ દ્વારા અનેકવિધ તરકીબ અજમાવવામાં આવતી હોય છે. ત્યારે આ વર્ષે ખેલૈયાઓએ બોડી પર અલગ અલગ પ્રકારના ટેટૂ બનાવી રહ્યા છે. સુરતમાં ગરબાને લાગતા ટેટુ બનાવવા યુવતીઓને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

યુવતીઓ ગરબે ઝૂમવા બોડી પર કાયમી તથા ટેમ્પરરી ટેટૂ કરાવી રહ્યા છે.ખાસ કરીને નવરાત્રીને લગતા ટેટુ સહિત મહિલા અનામત પર યુવતીઓએ ટેટુ બનાવી બનાવી રહ્યા છે. આ સિવાય ઈઝરાયલ અને હમાસના યુદ્ધ અંગે ટેટૂથી સોશિયલ મેસેજ પણ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news