ગુજરાતના આ ખેડૂતને નવી ખેતીનો ચસ્કો લાગ્યો, ગ્રાહકો સીધા દોડતા ખેતરે આવે છે

Agriculture News : નર્મદા જિલ્લામાં જામફળની ખેતી કરી બમણી કમાણી કરતા ખડૂતો હવે જામફળનો પલ્પ અને જ્યુસ બનાવીને પણ વેંચતા થયા 
 

ગુજરાતના આ ખેડૂતને નવી ખેતીનો ચસ્કો લાગ્યો, ગ્રાહકો સીધા દોડતા ખેતરે આવે છે

Gujarat Farmers જયેશ દોશી/નર્મદા : નર્મદા જિલ્લામાં જામફળની ખેતી કરી બમણી કમાણી કરતા ખડૂતો હવે જામફળનો પલ્પ અને જ્યુસ બનાવી ને પણ વેંચતા થયા છે વેપારીઓ અને લોકો ઉંચી ગુણવત્તાવાળા જામફળ ખેતરમાં આવી લઇ જાય છે. જેનાથી ખેડૂતને તો લાભ થાય જ છે સાથે ગ્રાહકોને પણ સંતોષ થાય છે.

નર્મદા જિલ્લામાં સામાન્ય રીતે કેળા અને શેરડીનો પાક થાય છે તેમાં પણ સારો ભાવ મળશે કે કેમ એ ભીતિમાં તમામ ખેડૂતો કેળા શેરડી કપાસ તુવેરનું વાવેતર કરતા હોય છે, જેમાં નુકશાન પણ ઘણું હોય છે. ત્યારે કરાંઠાના એક યુવાને આ વર્ષે જામફળની ખેતી કરવાનું નક્કી કર્યું. એટલે 12 ફૂટ x 8 ફૂટ ના પ્લોટીંગ બનાવી 1320 જેટલા છોડનું વાવેતર કરવામાં આવ્યું, જેમાં સફેદ જામફળ અને ગુલાબી આમ બે બિયારણો વવ્યા. હાલ તેનો પાક તૈયાર થઇ ગયો છે, આ ખેડૂત હાલ ખેતરમાં બેઠા બેઠાજ સફેદ જામફળના 80 રૂપિયે કિલો અને લાલ જામફળનું 120 રૂપિયે કિલો વેચાણ કરી સીધી કમાણી કરી રહ્યા છે. 

આ સાથે વધુ પાકા જામફળ થાય જેમાંથી પલ્પ બનાવે છે જે 200 રૂપિયે લીટર અને જ્યુસ પણ બનાવે જે 150 રૂપિયે લીટર વેચાણ કરે છે. ખાવામાં એટલા મીઠા અને ટેસ્ટી છે કે ગ્રાહકો જામફળ લેવા પડાપડી કરે છે. આમ શિક્ષિત યુવાનો પોતાની શક્તિ સાથે બુદ્ધિનો ઉપયોગ કરે તો ખેતી કરી બમણી આવક લઇ શકે છે. આ ખેડૂતો જામફળના બે છોડ વચ્ચે જગ્યા હોય ત્યાં વિવિધ ભાજીઓ, શાકભાજી, કમરકની પણ વાવણી કરી છે. જેનાથી આવક તો વધી છે. સાથે સાથે અન્ય લાભ થાય છે અને ઓર્ગેનિક શાકભાજી પણ ખાવા મળે છે. વળી અન્ય પાકોના ભાવ વ્યાપારી નક્કી કરતા હોય છે. પરંતુ આ જામફળનો ભાવ આ ખેડૂત જાતે જ નક્કી કરી વેચે છે. જેથી સારો ભાવ પણ મળે છે. 

કરાઠાના ખેડૂત પ્રિયાંક પટેલ કહે છે કે, અગાઉ મેં તરબૂચની ખેતી કરી હતી જેનો ખેતરે બેઠા નિકાલ થતા સારો નફો મળ્યો હતો. હાલ તેઓએ જામફળની ખેતી કરી છે, સફરજનની જેમ નર્મદાના જામફળ 80 થી 120 રૂપિયા કિલો સુધી ખેતરમાંથી વેચાય છે. જેમ શહેરોમા વિવિધ મોલ અને માર્કિટમાંથી ગ્રાહકો તેમની પસંદની ખરીદી કરે છે. તેવીજ રીતે ગ્રાહકો તેમને જોઈતા જામફળની ખેતરમાંથી સીધી ખરીદી કરવા ખૂબ મોટી સંખ્યામાં કરાઠા આવે છે. જેનાથી ખેડૂતને સીધો લાભ થાય છે અને ગ્રાહકને પણ સારી ગુણવત્તાના જામફળ, પલ્પ તેમજ જ્યુસ મળતા તેમને પણ સંતોષ થાય છે. હાલ નર્મદાના ખેડૂતો ખેતી પધ્ધતિઓ અને વાવેતર બદલી બાગાયતી પાકોમાં બમણી કમાણી કરતા થયા છે ત્યારે અન્ય ખેડૂતો માટે પણ તેઓ દિશાસૂચક બન્યા છે.

જોકે આ જામફળની ખેતીમાં ખાસ કરીને સફેદ જામફળ સાથે ગુલાબી જામફળ પણ ખેડૂતે વાવણી કરી છે. આ જામફળ અન્ય જિલ્લાના મોટા વેપારીઓ આ જામફળ ખરીદી કરી નાના વેપારીઓને આપતા હોય છે. નર્મદાના કરાંઠાના જામફળમાં મીઠાશ વધુ હોવાથી ગ્રાહકો પણ આ ગુલાબી જામફળની વધુ ખરીદી કરતા વેપારીઓને પણ ફાયદો થાય છે અને ખેડૂતને પણ સારો ભાવ મળતા ખેડૂતની પણ આજ ખેતી થકી રોજગારી મળી રહે છે. ત્યારે વડોદરાથી માંડી અમદાવાદ સુધીના વેપારીઓ આ કરાંઠાના જામફળ લેવા અહીં આવે છે. 

આજના જમાનાના ટેકનોસેવી ખેડૂતો ખેતી પધ્ધતિઓ અને વાવેતર બદલી બાગાયતી પાકોમાં બમણી કમાણી કરે છે ત્યારે નર્મદા જિલ્લાના ખેડૂતો માટે પણ અન્ય ખેડૂતો માટે દિશાસૂચક બન્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news