ભાવનગર મહાનગર પાલિકામાં સમાવેશ કરાયેલ નારી ગામ વિકાસથી વંચિત
ભાવનગર મહાનગરપાલિકાના યોજના વિભાગ દ્વારા નારી ગામમાં ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી ચાલી રહી છૅ, હાલમાં જ્યાં ડ્રેનેજ લાઈન નાખવાની છે ત્યાં કોન્ટ્રાક્ટર દ્વારા ગામના તમામ રસ્તાઓ એકસાથે ખોદી નાખવામાં આવ્યા છે
Trending Photos
નવનીત દલવાડી/ ભાવનગર: ભાવનગર મહાનગરપાલિકાના યોજના વિભાગ દ્વારા નારી ગામમાં ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી ચાલી રહી છૅ, હાલમાં જ્યાં ડ્રેનેજ લાઈન નાખવાની છે ત્યાં કોન્ટ્રાક્ટર દ્વારા ગામના તમામ રસ્તાઓ એકસાથે ખોદી નાખવામાં આવ્યા છે, હાલમાં ત્યાં 1 માસથી કામગીરી બંધ છૅ આ ડ્રેનેજના કામ માટે એકસાથે તમામ રસ્તા ખોદી નાખવામાં આવતા લોકોને ખુબજ મુશ્કેલી પડી રહી છૅ. મોટી ઉંમરના માણસો અને વાહન ચાલકો અવારનવાર આ ખોદેલાં ખાડામાં પડે છે, જેથી કામગીરી પૂનઃ ઝડપથી શરૂ કરવામાં આવે તેવી ગામ લોકોની માંગ છે.
ભાવનગર મહાનગરપાલિકાને સ્માર્ટ સીટી તરીકે વિકસાવવા આજુબાજુમાં આવેલા પાંચ જેટલા ગામોનો 2015માં મહાનગર પાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો હતો, પરંતુ પાંચ વર્ષ વીતવા છતાં હજુ સુધી મહાનગરપાલિકા આ પાંચ ગામોને પાયાની સુવિધા આપવામાં નિષ્ફળ રહ્યું છે, જેમાં મહાનગરપાલિકાના યોજના વિભાગ દ્વારા પાંચ ગામો પૈકીના નારી ગામમાં ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી દોઢ માસ પૂર્વે શરૂ કરવામાં આવી હતી, જે લાઇન નાખવા માટે ગામના તમામ રોડ-રસ્તાઓને ખોદી નાખવામાં આવ્યા હતા, જે કામગીરી તબક્કાવાર થવી જોઈએ તેના બદલે ડ્રેનેજ લાઈન નાખવા ગામના તમામ રસ્તાઓ એકસાથે ખોદી નાખવામાં આવતા ગામના લોકોને ચાલવામાં તેમજ વાહનો લઇને પસાર થવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે, તેમજ ખોદાયેલા રોડને કારણે નાના બાળકો અને વૃદ્ધો રાત્રી દરમ્યાન ખાડામાં પડી જવાના અનેક બનાવો પણ બનવા પામ્યા છે, ત્યારે ડ્રેનેજ લાઇનનું કામ પૂર્ણ કરી રોડ-રસ્તા રિપેરિંગની કામગીરી પુન: ઝડપથી શરૂ કરવામાં આવે તેવી ગામલોકોએ માંગ કરી છે.
ભાવનગર શહેરથી આશરે 10 કિલોમીટર દૂર આવેલા નારી ગામમાં જૂની સિસ્ટમ મુજબ ગટર વ્યવસ્થા ન હોય જેના કારણે ગામનું તમામ પ્રદૂષિત પાણી નાળામાં છોડવામાં આવતું છે, જેમાં બારે માસ ગંદુ અને પ્રદૂષિત પાણી ભરાઈ જવાના કારણે મચ્છર જન્ય રોગો નો ખૂબ જ ત્રાસ જોવા મળી રહ્યો છે, ત્યારે મહાનગરપાલિકામાં સમાવેશ કરી દેવામાં આવ્યા બાદ આજે પણ નાળાની સ્થિતિ એવીને એવી જ જોવા મળી રહી છે, જેના લીધે ફેલાતા મચ્છર જન્ય રોગચાળાને કારણે લોકોને ખૂબ જ હાલાકી ભોગવવી પડી રહી છે જેથી સત્વરે નાળાની યોગ્ય સફાઈ કરાવવા ગામલોકોએ માંગ કરી છે.
નારી ગામમાં પાયાની સુવિધા આપવા માટે સરકાર દ્વારા અમૃત યોજના અંતર્ગત ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવતા કોઈને કોઈ કારણોસર બાકી રહી ગયેલા વિકાસના કામો હાથ ધરવામાં આવ્યા છે, અને મૂળભૂત પાયાની સુવિધા આપવા માટે તંત્ર દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, જેમાં તબક્કાવાર રોડ રસ્તા પાણી અને ગટરના કામો હાથ ધરવામાં આવી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે