નારી તું નારાયણી: અમદાવાદની આ બે મહિલાઓ વિકટ પરિસ્થિતિમાં પણ ના માની હાર

સ્ત્રીઓ માત્ર સંતાન પ્રાપ્તિનું સાધન અને ઘરમાં રસોઈ જ કરે તેવી માનસિકતા હજુ સમાજમાં છુપાયેલી જ છે. ત્યારે અમદાવાદની બે એવી નારીની વાત કરીશું કે જેઓ નારી છે છતાં પણ નારાયણીનું કામ કરે છે.

નારી તું નારાયણી: અમદાવાદની આ બે મહિલાઓ વિકટ પરિસ્થિતિમાં પણ ના માની હાર

મૌલિક ધામેચા, અમદાવાદ: આજે ભલે આપને 21મી સદીમાં પ્રવેશી ગયા હોઈએ પરંતુ સ્ત્રીઓને આજે પણ સમાજના ઘણા વર્ગ દ્વારા અબળા નારી તરીકે જ જોવામાં આવે છે. સ્ત્રીઓ માત્ર સંતાન પ્રાપ્તિનું સાધન અને ઘરમાં રસોઈ જ કરે તેવી માનસિકતા હજુ સમાજમાં છુપાયેલી જ છે. ત્યારે અમદાવાદની બે એવી નારીની વાત કરીશું કે જેઓ નારી છે છતાં પણ નારાયણીનું કામ કરે છે. તો આવો મળીએ વિકટ પરિસ્થિતિમાં પણ માથું ઉચું રાખીને જીવન જીવવાનું શીખવતી નારી શક્તિને.

અમદાવાદનાં ઇસનપુર વિસ્તારમાં રહેતી આ મહિલા પર એવું આભ ફાટી પડ્યું કે જેમાં વર્ષ 2006માં પતિ યોગેશભાઈ અકસ્માતના કારણે 80% વિકલાંગ થઇ ગયા હતા. અને ઘરની જવાબદારી મહિલા પર આવી પડી. અંજલીબેન પટેલ ખુદ એમએ, બીએડ સુધી અભ્યાસ કરેલો છે અને નોકરી પણ કરતા હતા. જોકે પતિની વ્યથાને લઈ મહિલાને પોતાનાં ઘરની પણ જવાબદારી નિભાવવાની હતી. જેથી એક દિવસ નિર્ણય કર્યો અને પતિના જ વ્યવસાયને પોતાનો બનાવી લીધો અને શિયાળો, ઉનાળો અને ચોમાસું શું હોય તેની પરવાહ કર્યા સિવાય રાત્રે ત્રણ વાગ્યે સ્કૂટર લઈને છાપા લેવા જતા રહેતા.

શરૂઆતમાં ખરાબ અનુભવ પણ થયા પણ હિમ્મત ના હાર્યા અને અંજલીબેન પટેલે આમ કરતા 16 વર્ષથી આ વ્યવસાયને સારી રીતે ચલાવી રહ્યા છે. જયારે અમારી ટીમે અંજલિબેનની આ ખંતભરી જિંદગી જોવા ઇસનપુર પોહચી તો વેહલી સવારે છાપું નાખતા દેખાયા. મહત્વનું છે કે આજનાં જમાનામાં 100 પુરુષ હૉકર વચ્ચે એક મહિલા હોકર છાપાની કમાણીમાંથી બન્ને બાળકોને એન્જિનિયર બનાવ્યા. અને તેની દીકરી એન્જીનીયર થયા બાદ પણ સવારે તેની માતાને છાપા નાખવામાં મદદ કરાવતી જોવા મળી.

ત્યારે શહેરનાં પશ્ચિમ વિસ્તારમાં પણ આવી મહિલા પોતાના પતિને મદદ કરી ખભેથી ખભે મિલાવી ચાલવા નાખી રહી છે વહેલી સવારે છાપા. નામ છે આશાબેન ગુજરાતી. આશાબેનના પતિ બિલ્ડરની સાઈટનું કામ સંભાળે છે અને  આશાબેન છાપા નાખવાનો આખો કારોબાર સંભાળે. આશાબેનની વાત માનીયે તો શરૂઆતમાં આ વ્યવસાય શરુ કરતા રાત્રે સાઇકલ પર દીકરીઓને બેસાડી છાપા નાખવા નીકળતા. જોકે વર્ષ 2014માં આશાબેનને સામાન્ય હાર્ટ એટેક આવ્યો હતો. તેમ છતાં છાપા આવતા બાળકોનાં હુનરને પોતાની કહાની રૂપે જોવા માંગતા આશાબેન આ ધંધો ચાલુ જ રાખ્યો.

પોતાના બાળકોને સારી જિંદગી આપવા હવે તે વહેલી સવારે ૪ વાગે પેપર લેવા એકલા પોહચી જાય છે. અને 300 કોપી વહેંચવા આશાબેન પતિ સાથે હસતા હસતા આ વ્યવસાય ચલાવે છે. જેનાથી પરિવાર ખુશ ખુશાલ રહેતો હોવાની વાત મનમાં રાખી ખતથી જીવી રહ્યા છે. એટલે જ કહેવાયું છે કે, મા તે મા બીજા બધા વગડાનાં વા. આ બન્ને અમદાવાદી મહિલાઓ હાલ તો પોતાની ડીક્ષનરીમાં દુખ નામનો શબ્દજનાં રાખ્યો હોય તેમ ઘરનો આધાર બની જવાબદારી તો નિભાવે છે પણ સાચા અર્થમાં નારી તું નારાયણીનું લોકોમાં દ્રષ્ટાંત પણ પૂરું પાડે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news