નમસ્તે ટ્રમ્પ: આતંકી હુમલાની દહેશત, હવે આ રસ્તાઓ પર No Entry, જાણો વૈકલ્પિક રૂટ
આતંકવાદી હુમલાનો ભય હોવાને લઈ અમદાવાદ પોલીસ દ્વારા CCTV અને નો ફ્લાય ઝોન અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. સાથે જ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને લઇ ખાસ ટ્રાફિક પોલીસે મોટેરા સ્ટેડિયમને જોડતા રસ્તાઓને ડાયવર્ઝન આપ્યું છે.
Trending Photos
મૌલિક ધામેચા, અમદાવાદ: અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 24મી ફેબ્રુઆરી એ અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. જેને લઇ તમામ તૈયાર આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી પર આતંકવાદી હુમલાનો ભય હોવાને લઈ અમદાવાદ પોલીસ દ્વારા CCTV અને નો ફ્લાય ઝોન અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. સાથે જ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને લઇ ખાસ ટ્રાફિક પોલીસે મોટેરા સ્ટેડિયમને જોડતા રસ્તાઓને ડાયવર્ઝન આપ્યું છે.
ટ્રમ્પ-મોદીના રોડ શોથી નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ પર ટ્રાફિકની કોઈ પણ અડચણરૂપ ઉભી ન થાય તેના માટે ટ્રાફિક વિભાગ દ્વારા પાર્કીંગ પ્લોટ ઉભા કરવામાં આવ્યા છે. ત્યારે ટ્રાફિક વિભાગ દ્વારા 4 DCP , 7 ACP , 20 PI , 2500 ટ્રાફિક જવાનો, 2000 TRB જવાનો ટ્રાફિક નિયમન ની જવાબદારી સોંપવામાં આવી છે. જો કે રસ્તો બંધ હોય તેવા રૂટ પર અડચણ કરનાર વાહનો ટોઇગ કરવા 33 ક્રેઇન રાખવામાં આવી છે. ટ્રાફિક વિભાગના જેસીપી કહેવું છે કે CBSCની પરીક્ષા અંગે પૂરતું આયોજન કરાયું છે. જે શાળામાં પરીક્ષા છે તેના આચાર્યો સાથે કો-ઓરડીનેશન કરવામાં આવ્યું છે. જેથી વિદ્યાર્થીઓને જરૂરી કાગળ બતાવવાથી રસ્તા પરથી પસાર થવા દેવામાં આવશે. આવો જાણીએ ૨૪ ફેબ્રુઆરીએ ક્યાં રસ્તાઓ બંધ હશે અને કયા રસ્તેથી પસાર થઇ શકાશે જાણી લો.
રસ્તો બંધ
1. પાવર હાઉસ સર્કલથી જનપથ ટીથી વિસત સર્કલ થી સીધા ઝુંડાલ સર્કલ સુધીનો માર્ગ
2. પાવરહાઉસ સર્કલથી જનપથ ટીથી વિસત સર્કલ થી તપોવન સર્કલ સુધીનાં માર્ગ પર વાહનોને પ્રતિબંધ
વૈકલ્પિક રૂટ
1. પાવરહાઉસ સર્કલ ધર્મનગર થઈ ઓએનજીસી રોડ થઈ અંદરના માર્ગો ઉપર અવરજવર કરી શકાશે.
2. ચીમનભાઈ બ્રીજ થઇ પ્રબોધરાવળ સર્કલ થઈ રાણીપ ટી થઈ બલોલ નગર થઈ જીએસટી ઓવરબ્રિજ થઈ જગતપુરા થઈ એસજી હાઇવે તરફ અવર-જવર કરી શકાશે.
બીજી તરફ સિક્યોરિટીની દ્રષ્ટિ એ પોલીસનું માનવું છે કે આતંકવાદીઓ વાહનોનો ઉપયોગ કરતા હોય છે જેથી રેસ્ટોરન્ટ, હોટલ, જવેલર્સની દુકાનો, આંગડીયા પેઢી, થિયેટર, મોલ મલ્ટીપ્લેક્ષ અને પેટ્રોલપંપ પર HD સીસીટીવી કેમેરા લગાવવા ફરજિયાત છે. ઉપરાંત પાવર એરક્રાફ્ટ, ડ્રોન, માઈક્રો એરક્રાફ્ટ ઉડાડવા પર મનાઈ ફરમાવી છે. ભાડે મકાન રાખનાર અને આપનાર લોકોએ પણ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આ બાબતે નામ, સરનામા, પુરાવા સાથેની જાણ કરવાની રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે