ગુજરાતની 15 સીટો પર BJP ઉમેદવારોના નામ જાહેર, કયા 5નું પત્તું કપાયું અને કયા 10ને કરાયા રિપીટ
ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. જેમાં પ્રથમ યાદીમાં ભાજપે 195 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાંથી ગુજરાતની 15 સીટો પર નામ જાહેર કરવામાં આવ્યા છે. જાણો કયા 5 ઉમેદવારોનું પત્તું કપાયું, અને કોને લાગી લોટરી?
Trending Photos
Loksabha Election 2024: લોકસભા ચૂંટણીની જાહેર થાય તે પહેલા ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. જેમાં પ્રથમ યાદીમાં ભાજપે 195 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાંથી ગુજરાતની 15 સીટો પર નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં 5 ઉમેદવારોના પત્તા કપાયા છે, જ્યારે 10ને રિપીટ કરવામાં આવ્યા છે. આ સિવાય ગુજરાતની અન્ય 11 બેઠકોના ઉમેદવારના નામની જાહેરાત એક સપ્તાહમાં થશે. સૌરાષ્ટ્રની ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર અને જુનાગઢ સીટના ઉમેદવારના નામનું એલાન બાકી છે. ભાજપની બીજી યાદીમાં ગુજરાતના અન્ય નામો આવવાની સંભાવના સેવવામાં આવી રહી છે.
જાણો કયા 5 ઉમેદવારોનું પત્તું કપાયું, અને કોને લાગી લોટરી?
- બનાસકાંઠા સીટ પરથી પરબત પટેલના બદલે રેખા ચૌધરીને ટિકીટ
- પોરબંદર સીટ પરથી રમેશ ધડૂકના બદલે મનસુખ માંડવિયાને ટિકીટ
- અમદાવાદ પશ્વિમ સીટ પરથી કિરીટ સોલંકીના બદલે દિનેશ મકવાણા ને ટિકીટ
- રાજકોટ સીટ પરથી મોહનભાઈ કુંડારિયાના બદલે પુરષોત્તમ રૂપાલાને ટિકીટ
- પંચમહાલ સીટ પરથી રતનસિંહ રાઠોડના બદલે રાજપાલ જાદવને ટિકીટ
10 ઉમેદવારોને કરાયા રિપીટ
- કચ્છ વિનોદ ચાવડા
- પાટણ ભરતસિંહ ડાભી
- ગાંધીનગર અમિત શાહ
- જામનગર પૂનમબેન માડમ
- આણંદ મિતેશભાઇ પટેલ
- ખેડા દેવુસિંહ ચૌહાણ
- દાહોદ જશવંતસિંહ ભાભોર
- ભરૂચ મનસુખ વસાવા
- બારડોલી પ્રભુભાઈ વસાવા
- નવસારી સી આર પાટીલ
ભાજપની પ્રથમ યાદી જાહેર
ભારતીય જનતા પાર્ટીએ પ્રથમ યાદીમાં કુલ 195 ઉમેદવારોની જાહેરાત કરી છે. ભાજપે 16 રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોની કુલ 195 સીટો પર ભાજપે ઉમેદવારો જાહેર કર્યાં છે. 34 કેન્દ્રીય મંત્રી અને રાજ્યમંત્રીઓના નામ આ લિસ્ટમાં છે. ભાજપની યાદીમાં બે પૂર્વ મુખ્યમંત્રીઓના નામ પણ સામેલ છે. ભાજપે પ્રથમ યાદીમાં 28 મહિલાઓને ટિકિટ આપી છે. જ્યારે 47 ઉમેદવારો 50થી ઓછી ઉંમરના છે. ભાજપની પ્રથમ યાદીમાં ગુજરાતના 15 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે.
પીએમ મોદી વારાણસીથી ચૂંટણી લડશે
ભાજપની પ્રથમ યાદી પ્રમાણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીથી ચૂંટણી લડશે. ત્યારબાદ અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે.
ઉલ્લેખનીય છે કે, ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની પ્રથમ બેઠક ગુરુવારે મોડીરાત સુધી દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટરમાં ચાલી હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ સહિતના ટોચના નેતાઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત ભાજપશાસિત રાજ્યોના સીએમ પણ બેઠકમાં ભાગ લેવા આવ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે