ગુજરાત સરકારનો દાવો પોકળ કરતો કેન્દ્ર સરકારનો રિપોર્ટ, 7 હજાર સરકારી શાળાઓમાં વિદ્યાર્થી તરસ્યા

Nal Se Jal : કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગે આ રિપોર્ટ જાહેર કર્યો છે. ડિસેમ્બર 2022 માં આ રિપોર્ટ જાહેર કરાયો હતો. જે મુજબ, ગુજરાતની 7 હજારથી વધુ સરકારી શાળામાં નળથી જળ પહોચ્યુ નથી

ગુજરાત સરકારનો દાવો પોકળ કરતો કેન્દ્ર સરકારનો રિપોર્ટ, 7 હજાર સરકારી શાળાઓમાં વિદ્યાર્થી તરસ્યા

Nal Se Jal : ગુજરાત સરકાર પોતાની યોજનાઓની ગમે તેટલી બડાઈ હાંકી લે, પરંતુ નલ સે જલ યોજનામા સરકારી દાવા પોકળ સાબિત થયા છે. આંકડો બતાવે છે કે, નળથી જળ યોજનાના સરકારી દાવા પણ પોકળ સાબિત થયા છે. ગુજરાતમાં 7 હજારથી વધુ સરકારી શાળાઓ જ સુવિધાથી વંચિત છે. એટલુ જ નહિ, શૌચાલયના દાવા પણ એટલા જ પોકળ છે. ગુજરાતમાં લગભગ 105 સરકારી શાળામાં શૌચાલયની સુવિધા નથી. 

કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગે આ રિપોર્ટ જાહેર કર્યો છે. ડિસેમ્બર 2022 માં આ રિપોર્ટ જાહેર કરાયો હતો. જે મુજબ, ગુજરાતની 7 હજારથી વધુ સરકારી શાળામાં નળથી જળ પહોચ્યુ નથી. જોકે, રિપોર્ટ તો એમ પણ કહે છે કે, ગુજરાત કરતા અન્ય રાજ્યોની સ્થિતિ સારી છે. ગુજરાતમાં 7 હજાર શાળામાં પાણીની સુવિધા ન હોય તો બાળકોને કેવી તકલીફ વેઠવી પડતી હશે એ વિચારવાની બાબત છે. 

આ પણ વાંચો : 

ઉત્તર પ્રદેશ 97,359 સરકારી શાળા
મધ્ય પ્રદેશ 81,322 સરકારી શાળા
બિહાર 61,393 સરકારી શાળા
પશ્ચિમ બંગાળ 46222 સરકારી શાળા
રાજસ્થાન 40735 સરકારી શાળા
ઝારખંડ 29452 સરકારી શાળા
છત્તીસગઢ 33676 સરકારી શાળા
આસામ 26606 સરકારી શાળા

ગુજરાતની વાત કરીએ તો, દાહોદ જિલ્લામાં 1843 સરકારી શાળા આવેલી છે. જે પૈકી 908 શાળામાં નળથી જળની સુવિધા નથી. તો બે સ્કૂલોમાં ટોયલેટ નથી. નર્મદા જિલ્લામાં 789 સરકારી સ્કૂલો છે, જેમાંથી 257 સ્કૂલોમાં નળથી જળ સુવિધા નથી. 

આ પણ વાંચો : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news