અમદાવાદની ફાઈવસ્ટાર હોટલે બોલિવુડના મ્યૂઝિક ડિરેક્ટર શેખરને 3 ઈંડાનું અધધધ બિલ પકડાવ્યું

મોંઘેરા પકવાનથી આપણે પરિચીત છીએ, પણ મોંઘેરા ઈંડા હાલ ચર્ચામાં આવ્યા છે. બોલિવુડના ફેમસ મ્યૂઝિક ડાયરેક્ટર શેખર (Vishal Shekhar) હાલ અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેઓએ આશ્રમ રોડ પર આવેલી ફાઈવસ્ટાર હયાત હોટલ (Hayatt Regency0 માંથી ત્રણ બાફેલા ઈંડા મંગાવ્યા હતા. ત્યારે હયાત હોટલે શેખરને ત્રણ ઈંડાના બદલામાં 1672 રૂપિયાનું બિલ હાથમાં પકડાવ્યું હતું. મ્યૂઝિક ડિરેક્ટર શેખરે ટ્વિટર (Shekhar eggs bill) ના માધ્યમથી બિલ રજૂ કરીને તેમની પાસેથી કેવી કિંમત વસૂલવામાં આવી તેની વાત કરી હતી.
અમદાવાદની ફાઈવસ્ટાર હોટલે બોલિવુડના મ્યૂઝિક ડિરેક્ટર શેખરને 3 ઈંડાનું અધધધ બિલ પકડાવ્યું

અમદાવાદ :મોંઘેરા પકવાનથી આપણે પરિચીત છીએ, પણ મોંઘેરા ઈંડા હાલ ચર્ચામાં આવ્યા છે. બોલિવુડના ફેમસ મ્યૂઝિક ડાયરેક્ટર શેખર (Vishal Shekhar) હાલ અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેઓએ આશ્રમ રોડ પર આવેલી ફાઈવસ્ટાર હયાત હોટલ (Hayatt Regency0 માંથી ત્રણ બાફેલા ઈંડા મંગાવ્યા હતા. ત્યારે હયાત હોટલે શેખરને ત્રણ ઈંડાના બદલામાં 1672 રૂપિયાનું બિલ હાથમાં પકડાવ્યું હતું. મ્યૂઝિક ડિરેક્ટર શેખરે ટ્વિટર (Shekhar eggs bill) ના માધ્યમથી બિલ રજૂ કરીને તેમની પાસેથી કેવી કિંમત વસૂલવામાં આવી તેની વાત કરી હતી.

— Shekhar Ravjianii (@ShekharRavjiani) November 14, 2019

બન્યું એમ હતું કે, આશ્રમ રોડ પર આવેલી હયાત હોટલે ત્રણ ઈંડાના બદલામાં શેખરને 1350 રૂપિયા તેમજ જીએસટી સાથે કુલ 1672 રૂપિયાનું બિલ આપ્યું હતું. અધધધ બિલ જોઈને ચોંકી ઉઠેલા શેખરે ટ્વિટરના માધ્યમનો ઉપયોગ કર્યો હતો. જ્યાં તેઓએ મોંઘીદાટ હોટલોના રૂપિયા વસૂલવાની વાત કરી હતી. જોતજોતામાં તેમની આ ટ્વિટ અને ઈંડાનું બિલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું છે. 

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા પણ એક્ટર રાહુલ બોઝે ચંદીગઢની જેડબલ્યુ મેરિયોટ હોટલનું બિલ શેર કર્યું હતું. જેમાં તેમની પાસેથી બે કિલો કેળાના 442 રૂપિયા વસૂલવામાં આવ્યા હતા. આ કિસ્સો પ્રકાશમાં આવતા ચંદીગઢના આઈટી વિભાગે મેરિયોટ હોટલ પર 25 હજારનો દંડ ફટકાર્યો હતો. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news