સંગીત,નૃત્ય અને સ્થાપત્યના ત્રિવેણી સંગમ સાથે મોઢેરામાં દ્વ્રિ દિવસીય ઉત્તરાર્ધ મહોત્સવનું સમાપન
મહેસાણા જિલ્લામાં દર વર્ષે ઉજવાતા ઉત્તરાર્ધ મહોત્સવના સમાપન પ્રસંગે યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના મંત્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર કલા સંસ્કૃતિ અને તેની સાથે સંકળાયેલ કલાકારો અને કસબીઓને પ્રોત્સાહન આપવા માટે સતત પ્રયત્નશીલ છે. ઉત્તરાર્ધ મહોત્સવ થકી રાજ્યના ભવ્ય સાંસ્કૃતિ વારસાને દેશ વિદેશમાં ગૌરવવંતુ સ્થાન પ્રાપ્ત થયુ છે. તેના થકી રાજયના પ્રવાસન ઉદ્યોગને પણ વેગ મળે છે.
Trending Photos
મહેસાણા: મહેસાણા જિલ્લામાં દર વર્ષે ઉજવાતા ઉત્તરાર્ધ મહોત્સવના સમાપન પ્રસંગે યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના મંત્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર કલા સંસ્કૃતિ અને તેની સાથે સંકળાયેલ કલાકારો અને કસબીઓને પ્રોત્સાહન આપવા માટે સતત પ્રયત્નશીલ છે. ઉત્તરાર્ધ મહોત્સવ થકી રાજ્યના ભવ્ય સાંસ્કૃતિ વારસાને દેશ વિદેશમાં ગૌરવવંતુ સ્થાન પ્રાપ્ત થયુ છે. તેના થકી રાજયના પ્રવાસન ઉદ્યોગને પણ વેગ મળે છે.
શિલ્પકલાનું સૌંદર્ય અને નૃત્યકલાના ઝનકારનો પવિત્ર સંગમ એટલે ઉત્તરાર્ધ મહોત્સવ. સુર્યની પુજા સાથે સંકળાયેલ ઉત્તરાર્ધ મહોત્સવ આજે દેશ વિદેશમા ખ્યાતિ પામ્યો છે. ઉત્તરાર્ધ મહોત્સવએ સુર્યની પુજા સાથે સંકળાયેલ ઉત્સવ છે. દેશમાં કાશ્મીરનું માર્કડં મંદિર,કોર્ણાકનું સુર્યમંદિર અને મોઢેરાનું સુર્યમંદિર પ્રચલિત છે. રાજ્યની સંસ્કૃતિ અને સંસ્કારોનું આદાન પ્રદાન અને સંગીત નૃત્ય જેવી કલાઓના ખજાનાઓથી ભરપૂર આ ઉત્સવ ઉજવામાં આવે છે.
લોકસભા ચૂંટણી 2019: ફરી એક વાર ગુજરાત મોડેલનું કેન્દ્રમાં થશે અમલીકરણ
ઉત્તરાર્ધ મહોત્સવના સમાપના દિવસે અભય શંકર મિશ્રા ગુરગાંવ દ્વારા કથ્થક નૃત્ય, નમ્રતા શાહ નડિયાદ દ્વારા કથ્થક નૃત્ય, શ્રી રીના જાના કોલકત્તા દ્વારા ઓડીસી નૃત્ય, પવિત્રા ભટ્ટ થાણે દ્વારા ભરત નાટ્યમ,ડો. પુખરામ્બમ લિલાબતી દેવી ઇમ્ફાલ દ્વારા મણીપુરી, ડો.અમી પંડ્યા વડોદરા દ્વારા ભરતનાટ્યમ નૃત્ય રજુ કરવામાં આવ્યું હતું.
અલ્પેશની ઠાકોર સેનામાં ભંગાણ, સમાજ માટે હવે નવી ‘રોયલ ઠાકોર’ સેના બની
મોઢેરાનું સૂર્યમંદિર રાજ્યના અતિપ્રાચીન સંસ્કૃતિનું ઉત્તમ પ્રતિક છે. મોઢેરના સુર્યમંદિરના શિલ્પોમાં કોતરાયેલી કવિતા નૃત્યોના તાલે સંગીતજ્ઞાઓએ નૃત્ય રજુ કર્યું હતું. આ મહોત્સવનું મહત્વ વૈજ્ઞાનિક દ્રષ્ટી સાથે પારંપારિક અને સાંસ્કૃતિ મહાત્મય છે. કાર્યક્રમમાં કલાગુરૂઓનું સ્વાગત-સન્માન કરવામાં આવ્યું હતું.
નકલી PSI પોલીસવર્દીમાં ચેકિંગ કરતા અસલી પોલીસનાં હાથે ઝડપાયો
આ દ્વ્રિ દિવસીય ઉત્તરાર્ધ મહોત્સવ કાર્યક્રમમાં ધારાસભ્ય કરશનભાઇ સોલંકી તથા સતીષ પટેલ કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, એચ.કે.પટેલ જિલ્લા કલેકટર મહેસાણા, નિવાસી અધિક કલેકટર હર્ષદવોરા, ઓ.એન.જી.સી એસેટ મેનેજર સહિત જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ અને કલારસિકો ઉપસ્થિત રહ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે