આધેડે કહ્યું, આટલી HOT ચા બનાવો છો તો તમે કેટલા હોટ હશો? આવો એકાંતમાં કોફીનો આનંદ માણીએ

એક આધેડ પુરુષે પોતાની હવસને સંતોષવા એક પરિણીતા સાથે લગ્નેતર સંબંધોતો કેળવ્યા પરંતુ તેને ખબર નહોતી આ સંબંધો તેના જીવનના આખરી પડાવને બરબાદ કરી નાખશે. પરિણીત પ્રેમિકા દ્વારા ધમકી આપી અવાર નવાર નાણાંની માંગણી ત્રસ્ત બનેલા પ્રેમીએ પોતાના આ અનૈતિક સંબંધોનો અંત લાવવા પ્રેમકાના જીવનનો જ અંત લાવી દીધો, અને તે પણ એવા સમયે જેની પ્રેમિકાએ કલ્પના પણ કરી નહીં હોય. પ્રેમિકા સાથે શારીરિક સુખમાંથી વખતે જ તેના ગળા ઉપર અસ્તરાના ઘા કરી ઉતારી નાખી મોતને ઘાટ ઉતારી દીધો હતો. તો બીજી તરફ પ્રેમિકાની હત્યા કરી ફરાર થયેલ પ્રેમી પણ પોઇસની પકડથી બચી ના શક્યો અને આવી ગયો લગ્નેતર સંબંધોનો કરૂણ અંજામ આવ્યો હતો. 

આધેડે કહ્યું, આટલી HOT ચા બનાવો છો તો તમે કેટલા હોટ હશો? આવો એકાંતમાં કોફીનો આનંદ માણીએ

જમીલ પઠાણ/છોટાઉદેપુર : એક આધેડ પુરુષે પોતાની હવસને સંતોષવા એક પરિણીતા સાથે લગ્નેતર સંબંધોતો કેળવ્યા પરંતુ તેને ખબર નહોતી આ સંબંધો તેના જીવનના આખરી પડાવને બરબાદ કરી નાખશે. પરિણીત પ્રેમિકા દ્વારા ધમકી આપી અવાર નવાર નાણાંની માંગણી ત્રસ્ત બનેલા પ્રેમીએ પોતાના આ અનૈતિક સંબંધોનો અંત લાવવા પ્રેમકાના જીવનનો જ અંત લાવી દીધો, અને તે પણ એવા સમયે જેની પ્રેમિકાએ કલ્પના પણ કરી નહીં હોય. પ્રેમિકા સાથે શારીરિક સુખમાંથી વખતે જ તેના ગળા ઉપર અસ્તરાના ઘા કરી ઉતારી નાખી મોતને ઘાટ ઉતારી દીધો હતો. તો બીજી તરફ પ્રેમિકાની હત્યા કરી ફરાર થયેલ પ્રેમી પણ પોઇસની પકડથી બચી ના શક્યો અને આવી ગયો લગ્નેતર સંબંધોનો કરૂણ અંજામ આવ્યો હતો. 

લગ્નેતર પ્રેમ સંબંધોનો કરુણ અંજામ આવ્યો છે, ગત 28 મી સપ્ટેમ્બરના રોજ સંખેડા ટાઉનમાં શકું ડોશીની વાવ પાછળથી એક અજાણી મહિલાની ગળું કાપી હત્યા કરાયેલ લાશ મળી આવી હતી. પોલીસે તપાસ કરતા મહિલા બોડેલી તાલુકાના પતરા ગામની પરિણીતા લીલાબેન ભયલાલભાઈ બારીયા હોવાનું સામે આવ્યું હતું. હત્યારાને શોધવા LCB ની ટીમ કામેં લાગી હતી અને મહિલાના ફોન કોલની ડિટેલને આધારે પોલીસે ત્રણ દિવસમાં હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. પરિણીતાની હત્યા તેના એક પરિણીત પ્રેમી દ્વારા કરાઈ હોવાનું સામે આવ્યું છે.

વ્યક્તિ પુરુષ હોય કે સ્ત્રી પોતાની ક્ષણિક હવસને સંતોષવા ન કરવાનું કરી બેસે છે. લગ્નેતર સંબંધો કેળવે છે પરંતુ લગ્નેતર સંબંધોથી ક્યારેય વ્યક્તિને સુખ, સમૃદ્ધિ કે પ્રેમ નથી મળતો. મળે છે તો માત્ર ધૃણા, બરબાદી અને દુ;ખ, આ વાતને સાર્થક કરતો કિસ્સો સામે આવ્યો છે. છોટાઉદેપુર જીલ્લામાં મૂળ મહેસાણા જિલ્લાના સતલાસણાના વસઇ ગામનો અને હાલ પંચમહાલ જીલ્લાના જાંબુઘોડા ખાતે રહેતો અને બોડેલીની એક ફરમાં બનાવટી ફેક્ટરીમાં લેબર તરીકે કામ કરતાં 55 વર્ષીય રમેશભાઈ મૂલચંદ ભાઈ પંચાલ પોતે જે ફેકટરીમાં કામ કરતો તેની બહાર એક ચા ની કીટલી ચલાવતી મહિલાએ રમેશભાઈનો બોડેલી તાલુકાનાં પતરા ગામની એક પરિણીતા સાથે પરિચય કરાવ્યો અને આ પરિચય હવસરૂપી પ્રેમમાં આગળ વધતો ગયો. 

37 વર્ષની પરિણીત મહિલા બે સંતાનોની માતા હતી. જ્યારે રમેશ પંચાલ પણ સુખી પરિવારનો અને બે સંતાનોનો પિતા છે પણ પોતાની ક્ષણિક હવસને સંતોષવા આ બંને એકબીજાને મળતા અને શારીરિક સંબંધો બાંધતા હતા. પોતાના સંબંધોને લઈ પોતાની પરિણીત પ્રેમિકાને રમેશ પંચાલ અવાર નવાર આર્થિક મદદ કરતો પણ પોતાની પરિણીત પ્રેમિકા દ્વારા નાણાંની માંગ વધતી ગઈ અને રમેશ પંચાલ આપતો ગયો. જોકે પોતાની પ્રેમીકાને આર્થિક મદદ કરવાની ના પાડતા તેની પરિણીત પ્રેમિકા દ્વારા તેને ધાકધમકી આપતા તે દેવું કરીને પણ તેની માંગણીઓને તે પૂરી કરતો ગયો. પરંતુ આખરે તે દેવાદાર થઈ ગયો બરબાદ થવા લાગ્યો અને પોતાની બરબાદી પાછળ તેનો આ વ્યભિચાર ખુલ્લો ના પડી જાય અને પોતે પોતાની પ્રેમિકાના ચુંગલમાથી છૂટવા તેણે અનેક પ્રયાસો કર્યા પરંતુ તે સફળ ના થયો. 

આખરે પોતાના આ સંબધોનો અંત લાવવા તેણે પોતાની પ્રેમીકાને જ  પતાવી નાખવાનો પ્લાન ઘડી નાખ્યો. એક દિવસે પોતાની પ્રેમિકાને તેણે બોડેલી બોલાવી અને શરીર સુખ માણવા બંને સંખેડા તરફ ગયા. સંખેડા ટાઉન બહાર શકું ડોસીની વાવ પાસેની અવાવરુ જગ્યામાં રમેશ પંચાલ અને તેની પરિણીત પ્રેમિકા સાથે શરીરસુખ માણી અને પોતે ઘડેલા પ્લાન મુજબ તેના ગળાંમાં અસ્તરાના ત્રણ ઉપરા છાપરી ઘા કરી તેને મોતને ઘાટ ઉતારી દીધી અને ફરાર થઈ ગયો. જો કે પોલીસે મહિલાના મોબાઈલ ફોન કોલ ડિટેલમાં શંકાના દાયરામાં આવેલ રમેશ પંચાલને ઝડપી તેની સઘન પૂછપરછ કરતાં તે ભાંગી પડ્યો હતો. હત્યાના સમગ્ર મામલાનો ભેદ સામે આવ્યો. જો કે પોલીસ ગિરફતમાં આવેલ વ્યભિચારી રમેશ પંચાલને પોતે કરેલ વ્યભિચાર અને પોતાની પ્રેમિકાની કરેલી હત્યાને લઈ ખૂબ પછતાવો થઈ રહ્યો છે. પોતાના વ્યભિચારને છુપાવવા પોતાના લગ્નેતર સંબંધોનો અંત લાવવા પોતાની પરિણીત પ્રેમિકાના જીવનનો જ અંત લાવી દીધો. હવે પોતાના સુખી જીવનના આખરી પડાવ ને દુખી કરી લીધો સાથે એક નહીં પરંતુ બંનેના પરિવાર જનોને તિરસ્કૃત સ્થિતિમાં મૂકે દીધા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news