Mundra Adani Port દ્વારા બિઝનેસ એડવાઇઝરી જાહેર, આ 3 દેશના જહાજ પર પાબંધી

મુન્દ્રા અદાણી પોર્ટ  (Mundra Adani Port) ની એડવાઇઝરી મુજબ અફઘાન, પાકિસ્તાન (Pakistan) અને ઈરાનના જહાજ કન્ટેનર હવે આવી શકશે નહી. મુન્દ્રા પોર્ટ પર ગેરકાયદેસર ડ્રગ્સના કાર્ગો ના કારણે એડવાઇઝરી જાહેર કરાઇ છે.

Mundra Adani Port દ્વારા બિઝનેસ એડવાઇઝરી જાહેર, આ 3 દેશના જહાજ પર પાબંધી

રાજેન્દ્ર ઠક્કર/ કચ્છ: 16 સપ્ટેમ્બરના રોજ મુંદ્રા પોર્ટ (Mundra Port) પરથી મળી આવેલા ડ્રગ્સ મામલે તાલિબાન (Taliban) અને આઇએસઆઇ (ISI) નું કનેક્શન સામે આવ્યું હતું. આ મામલે દિલ્હીથી અફઘાની (Afghan) નાગરિક સહિત ત્રણની ધરપકડ કરવામાં આવી છે. એવામાં એનઆઇએ તપાસ કરી રહી છે. ત્યારે મુન્દ્રા અદાણી પોર્ટ (Mundra Adani Port) પર બિઝનેસ એડવાઝરી જાહેર કરવામાં આવી છે. 

મુન્દ્રા અદાણી પોર્ટ  (Mundra Adani Port) ની એડવાઇઝરી મુજબ અફઘાન, પાકિસ્તાન (Pakistan) અને ઈરાનના જહાજ કન્ટેનર હવે આવી શકશે નહી. મુન્દ્રા પોર્ટ પર ગેરકાયદેસર ડ્રગ્સના કાર્ગો ના કારણે એડવાઇઝરી જાહેર કરાઇ છે. 15 ઓકટોબર થી 3 દેશ પર ના જહાજ પર પાબંદી લગાવવામાં આવી છે. 

ઉલ્લેખનીય છે કે, મુન્દ્રા પોર્ટ  (Mundra Adani Port) પરથી 3 હજાર કિલો હેરોઈન કેસમાં DRI એ ટેલ્ક સ્ટોનના નામે માલ મંગાવનાર આયાતકાર પેઢીના સંચાલક દંપત્તિના ૧૦ દિવસના રીમાન્ડ મેળવ્યા છે. આરોપી મચવરમ્ સુધાકર અને તેની પત્ની આજે ભુજની સ્પેશિયલ NDPS કોર્ટમાં પાલારાથી વિડિયો કોન્ફરન્સ મારફતે રજૂ કરાયાં હતા. આરોપી દંપતી તમિલનાડુના ચેન્નાઈનું રહીશ છે.

દંપતી આંધ્રપ્રદેશના વિજયવાડામાં આશી ટ્રેડિંગ કંપનીના નામે પેઢી ધરાવે છે. આ પેઢીના નામે તેમણે અફઘાનિસ્તાનથી સેમી પ્રોસેસ્ડ ટેલ્ક સ્ટોનનો જથ્થો મુંદરા પોર્ટ મગાવ્યો હતો. જો કે, તેમાં હેરોઈન હોવાની બાતમી મળતાં DRIએ ખાસ ઓપરેશન હાથ ધરી સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ કરી અત્યારસુધીનો હેરોઈનનો વિશ્વનો સૌથી વિશાળ જથ્થો સીઝ કર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news