મધ્યપ્રદેશના લોહારામાં નર્મદા નદીમાં નહાવા પડેલા ગુજરાતના 3 યુવાનો સહિત 4 ડૂબ્યા, બેના મોત
તબલીગી જમાતના કાર્યક્રમ માટે ધાર જિલ્લાના મિર્ઝાપુરથી આવેલા કેટલાક યુવકો બોટની મદદથી નર્મદા નદી પાર અંજદ લોહારા ઘાટ પહોંચ્યા હતા. તબલીગી જમાતના 11 યુવાનો ઘાટ પર સ્નાન કરવા લાગ્યા.
Trending Photos
ઝી બ્યુરો/અમદાવાદ: મધ્યપ્રદેશના લોહારામાં નર્મદા નદીમાં નહાવા પડેલા ગુજરાતીઓ સાથે મોટી દુર્ઘટના બની છે. નર્મદા નદીમાં નહાવા પડેલા 4 વ્યક્તિો ડૂબ્યા છે, જેમાંથી 2ના મૃતદેહ મળ્યા છે જ્યારે 2ની શોધખોળ ચાલું છે. SDRF અને તરવૈયાઓની ટીમને આ ઘટનાની માહિતી મળતા તેઓ પહોંચ્યા હતા, જ્યાં નદીમાંથી 2 લોકોના મૃતદેહ બહાર કાઢ્યા છે, જ્યારે 2 લોકોની શોધખોળ ચાલુ છે.
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, તબલીગી જમાતના કાર્યક્રમ માટે ધાર જિલ્લાના મિર્ઝાપુરથી આવેલા કેટલાક યુવકો બોટની મદદથી નર્મદા નદી પાર અંજદ લોહારા ઘાટ પહોંચ્યા હતા. તબલીગી જમાતના 11 યુવાનો ઘાટ પર સ્નાન કરવા લાગ્યા. આ દરમિયાન એક યુવક ડૂબવા લાગ્યો હતો, જેને બચાવવા અન્ય 3 યુવકો પણ કૂદી પડ્યા હતા અને ત્રણેય પણ ડૂબી ગયા હતા.
માહિતી મળતા જ પોલીસ અને તરવૈયાઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ડૂબી ગયેલા યુવકોને બચાવવા રેસ્ક્યુ શરૂ કર્યું હતું. તરવૈયાઓએ 2 યુવકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા, જ્યારે બાકીના 2ની શોધખોળ ચાલુ છે.
મહત્વનું છે કે, ધાર જિલ્લાના મિર્ઝાપુરના 11 યુવકો નર્મદા નદીના દર્શન કરવા અને સ્નાન કરવા ગયા હતા. જ્યાં ન્હાવા જતા ચાર યુવાનો નર્મદા નદીમાં ડૂબી ગયા. માહિતી મળતાં જ પોલીસ-પ્રશાસન, SDRF અને તરવૈયાઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. બે યુવકો મોહમ્મદ ઈફાયતુલ્લાહ અને જુનૈદના મૃતદેહ બહાર કાઢ્યા છે. અસરાર અને મોહમ્મદ ઝુબેરની શોધ ચાલી રહી છે. પોલીસે બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે અંજદ હોસ્પિટલમાં મોકલી આપ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે