સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેથી લારીઓ હટાવાતા મનસુખ ગિન્નાયા, એડિશનલ ચીફ સેક્રેટરી ગુપ્તાને અંગ્રેજ વાઇસરોય કહ્યાં
Trending Photos
જયેશ દોશી/નર્મદા :કેવડીયામાં લારીઓ હતાવવાના મુદ્દે સાંસદ મનસુખભાઇ વસાવા અચાનક કેવડિયાની મુલાકાતે આવી પહોંચ્યા હતા. જ્યાં તેમણે મીડિયા સામે નર્મદા નિગમના એમડી રાજીવ ગુપ્તા માટે આક્રોશ વ્યક્ત કર્યો હતો. મનસુખ વસાવાએ નિગમના એમ.ડી. અને રાજ્યના એડિશનલ ચીફ સેક્રેટરી ગુપ્તાને અંગ્રેજ વાઇસરોય ગણાવ્યા હતા.
મનસુખ વસાવાએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે, પીએમ અને સીએમ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળે સ્થાનિકોને રોજગારી આપવાની વાત કરી છે. સ્થાનિકો ખારીસિંગ, મકાઈ વેચીને 500-1000 કમાણી કરીને કુટુંબનું ભરણપોષણ કરે છે. સરકાર લોકોને રોજગારી આપવાની વાત કરે છે, તો બીજી બાજુ એસી ઘરોમાં રહેતા આઈએએસ ઓફિસરો, જે હાઇફાઈ લાઈફ જીવન જીવે છે એમને ગરીબોનું જીવન ખબર નથી. હાલમાં એક અંગ્રેજ ગુપ્તા આવ્યો છે, જે જાતજાતના કાયદા બનાવે છે અને ગરીબોની રોજી છીનવાઈ તેની ચિંતા નથી કરતા.
મનસુખ વસાવાએ વધુમાં કહ્યું કે, ગુપ્તાના મગજમાં જ વિચાર આવે છે કે આદિવાસીઓ લારી કરશે તો સ્ટેચ્યુ ઓફ યુનિટીની શોભા ઘટશે. પરંતુ આદિવાસીઓની જીવનશૈલી તેઓને ગમતી નથી. હું અંગ્રેજ ગુપ્તાને ચેલેન્જ આપું છું કે, આદિવાસીઓની રોજીરોટી અને જીવનશૈલી સાથે છેડછાડ ન કરે. રાજીવ ગુપ્તાને કારણે અહિયાનું વાતાવરણ ડહોળાય છે. ગુપ્તા પોતાની અહીં મનમાની કરે છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સ્ટેચ્યુ ઓફ યુનિટી શરૂ થયા બાદ આસપાસના વિસ્તારમાં રોડ અને હેલીપેડ સહિતની જગ્યામાં સ્થાનિક ગામવાસીઓ દ્વારા ખાણીપીણીની લારીઓ શરૂ કરાઈ હતી. આ લારી-ગલ્લાઓને તંત્ર દ્વારા આજે હટાવી લેવાયા છે. જેને કારણે સ્થાનિક લોકોમાં જનઆક્રોશ જોવા મળ્યો. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને કેવડિયા વિસ્તારના સ્થાનિકો રોડ અને ફૂટપાથ પર લારીઓ મૂકીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. તંત્રએ પણ જાણે મૂક સહમતી આપી હતી. તંત્રએ ચાર દિવસ પહેલા જ સૂચના આપી હતી, અને આજે લારીઓ હટાવી લેવાઈ છે. જેને કારણે લારીધારકોમાં ભારે આક્રોશ છે. આ કારણે આજે કેવડીયામાં ભારેલાં અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી હતી. કેવડિયા કોલોની સ્વયંભૂ બંધ રહ્યું છે.
બોલિવુડની પ્રતિષ્ઠિત પરિવારની વહુ ઐશ્વર્યા પર લાગ્યો ચોરી કરવાનો આરોપ
તંત્રના આ પગલા બાદ સ્થાનિકોએ રોષ વ્યક્ત કરતા કહ્યું કે, અમે જમીનો ગુમાવી છે એટલે લારી મૂકીએ છે. વહીવટી તંત્રમાં રજૂઆત કરવા જઈએ તો ઉડાઉ જવાબ આપે છે. સ્થાનિકોએ ઉગ્ર સ્વરમાં આજે કલેક્ટરને રજૂઆત કરી હતી. ઘરનું ગુજરાન કેમ ચલાવવું તે માટે ગ્રામજનો ચિંતામાં છે. જિલ્લા કલેકટર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના સીઈઓ આઈ.કે.પટેલે આ વિશે જણાવ્યું હતું કે, રોડ પર ટ્રાફિક વધી જતાં આજે 3 વિસ્તારમાં 50 થી વધુ લારીઓ હટાવી છે. જો કે જિલ્લા કલેક્ટરના જણાવ્યા મુજબ સ્થાનિકોનો લારી હટાવતા પહેલા જ અમે વૈકલ્પીક વ્યવસ્થાની ઓફર કરી હતી કે, પાકી દુકાનો બાંધી આપવાના હતા. જે વાત સ્થાનિકોને સ્વીકાર્ય ન હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે