પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલની બદલી ન થાય તે માટે આખુ ગામ આંદોલનના માર્ગે
બોડેલી તાલુકાના મૂલધર પ્રાથમિક શાળાના આચાર્યની બદલી થતાં વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ કર્યો વિરોધ, શાળામાં પ્રવેશ ન કરી શાળા બહાર ઉભા રહી વિદ્યાર્થીઓ અને વાલીઓએ બદલી રોકવાની માંગ કરી છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાની મુલધર પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ નિભાવતા દિનેશભાઇ ઢેબરીયા ની શિક્ષણ વિભાગ દ્વારા બદલી કરાતા શાળાનાં વિદ્યાર્થીઓ અને ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે.
Trending Photos
જમીલ પઠાણ/બોડેલી : બોડેલી તાલુકાના મૂલધર પ્રાથમિક શાળાના આચાર્યની બદલી થતાં વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ કર્યો વિરોધ, શાળામાં પ્રવેશ ન કરી શાળા બહાર ઉભા રહી વિદ્યાર્થીઓ અને વાલીઓએ બદલી રોકવાની માંગ કરી છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાની મુલધર પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ નિભાવતા દિનેશભાઇ ઢેબરીયા ની શિક્ષણ વિભાગ દ્વારા બદલી કરાતા શાળાનાં વિદ્યાર્થીઓ અને ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે.
ગ્રામજનોની માનીએ તો આચાર્ય ની બદલી થતાં તેમના બાળકોના શિક્ષણ ઉપર માઠી અસર પડશે. દિનેશભાઇ કર્મનિષ્ઠ શિક્ષક છે જો તેમની બદલી કરાશે તો તેઓ ઉગ્ર આંદોલન કરશે. આજે ગ્રામજનોએ વિદ્યાર્થીઓ સાથે શાળાની બહાર જ ધરણા દઈ વિરોધ નોંધાવ્યો હતો. તો બીજીતરફ શિક્ષણ વિભાગ શિક્ષકની બદલીને સરકારના નિયમાનુસાર શાળામાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 250 ના થતી હોય તેમજ પ્રાથમિક માં 150 તેમજ ઉચ્ચતર પ્રાથમિક માં 100 વિદ્યાર્થીઓ ના થતાં હોવાના કારણે આવા શાળાના H tat ધરાવતા આચાર્યોને ફાજલ કરી ધારાધોરણ મુજબની શાળામાં મૂકવો જરૂરી છે.
મુલધર પ્રાથમિક શાળામાં પ્રાથમિકમાં 135 અને ઉચ્ચતર પ્રાથમિકમાં 95 એમ કુલ ફક્ત 230 જ વિદ્યાર્થીઓ હોવાથી આચાર્ય દિનેશભાઇની બદલી કરાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ દ્વારા પણ ભાજપ સરકાર દ્વારા લેવામાં આવેલા શાળા બંધ કરીને મર્જ કરવાનાં નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતની કોઇ પણ શાળા મર્જ નહી કરવા મુદ્દે કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રીને અને શિક્ષણમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે