Mother's Day: 4 વર્ષની દીકરી માટે માતાનો સંઘર્ષ, આ કારણે પોતાનો પરિવાર અને શહેર છોડી દીધું

બાળક માટે માતાની મતતાના અનેક કિસ્સાઓ તમે સાંભળ્યા હશે. આજે મધર્સ ડે ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે વડોદરામાં પોતાની બાળકી માટે સંઘર્ષ કરી રહેલી માતાની કહાની સામે આવી છે. 

Mother's Day: 4 વર્ષની દીકરી માટે માતાનો સંઘર્ષ, આ કારણે પોતાનો પરિવાર અને શહેર છોડી દીધું

હાર્દિક દીક્ષિત, વડોદરાઃ 'માં તે માં બીજા બધા વગડા ના વા' આજે વિશ્વ માતૃ દિવસ છે. ત્યારે આજે એવી માતાની વાત કરવી છે જે 4 વર્ષની દીકરી માટે પરિવાર અને પોતાનું શહેર છોડીને વડોદરામાં વસવાટ કરે છે. આવું એક માં જ કરી શકે આવો જોઈએ કોણ છે આ માતા.

14 મે એટલે વિશ્વ માતૃ દિવસ... આજ ના દિવસની આપણે ઉજવણી કરીએ છીએ પરંતુ વિશ્વમાં અનેક માતાઓ પોતાના સંતાન માટે જીવન કુરબાન કરી દેતી હોય છે. આવી જ એક માતા છેલ્લા 15 દિવસથી પોતાની વ્હાલી દીકરી માટે અમદાવાદ છોડીને વડોદરા માં વસવાટ કરી રહી છે આ માતાનું નામ છે ઇવેંજલીનાબેન. ખેડા જિલ્લાના એક ગામમાં જન્મેલી આ માતા પરિવાર સાથે અમદાવાદ આવી હતી અને અહી પ્રથમ લગ્ન થયાતે નિષ્ફળ થયા છુટ્ટાછેડા લેવા પડ્યા હતા. ત્યાર બાદ એક યુવક સાથે પ્રેમ થયો અને લગ્ન પણ કર્યાં લગ્ન જીવન દરમિયાન એક બાળકીનો જન્મ થયો પરંતુ પતિની કુટેવો અને પરિવારના ત્રાસ થી 4 વર્ષની બાળકી સ્તુતિને લઈ ને ઘર છોડી દીધું હતું. ભાડાના મકાનમાં રહી પરંતુ આવક બંધ થઈ જતા ફૂટપાથ પર જીવન સરું કર્યું અને 15 દિવસ અગાઉ જાણ થઈ કે વડોદરા કોર્પોરેશનના અટલાદરા માં ચાલતા શ્રવણ સેવા સેલ્ટર હોમમાં આશરો મળશે તે જાણીને અમદાવાદ છોડી વડોદરા આવી ગઈ છે અને 4 વર્ષની દીકરીને અભ્યાસ કરાવવાનું આયોજન કરી રહી છે.

બે વાર સંસાર શરૂ કરવા મથામણ કરી માતાને એક જ આશા છે કે મારી સાથે જીવનમાં જે બન્યું તેવું મારી દીકરી સાથે ન બને અને તેના જ કારણે તમામ પરિચિતોથી દુર ચાલ્યા જવાનો નિર્ણય કર્યો છે. દીકરી સ્તુતિ અભ્યાસમાં હોશિયાર છે અને તે પોલીસ બનવા માગે છે. ત્યારે દીકરીને ભણાવવા માટે સેલ્ટર હોમનું સંચાલન કરતી શ્રવણ સેવા સંસ્થા આગળ આવી છે અને આ સંસ્થાના સહારે દીકરી સ્તુતિના ઉજવળ ભવિષ્ય માટે માતા વિચારી રહી છે.  દીકરીને લક્ષ્મીનો અવતર માનવામાં આવે છે ત્યારે હું માં તરીકે મારી લક્ષ્મી સ્વરૂપ દીકરી ને ક્યારેય દુઃખી નહીં થવા દઉં તેવા સ્વપ્નો જોઈ આજે દીકરીનું રક્ષા કવચ બની છે.

એક માતા ની દીકરી ના ભવિષ્ય માટે ની ચિંતા રાજ્ય સરકાર ના સેલ્ટર હોમે દૂર કરી છે વડોદરા કોર્પોરેશન સંચાલીત સેલ્ટર હોમ ચલાવતા શ્રવણ સેવા ફાઉન્ડેશન માતા ના એક ફોન પર તેમણે અહી રહેવાની અને અન્ય સુવિધા ઓ કરી આપવાની જવાબદારી લીધી છે અને એક માતા ના દીકરી માટે ના સપના સાકાર કરવા તમામ જવાબદારી ઉપાડવાનું નક્કી કર્યું છે.

માણસ ને જ્યારે તમામ બાજુએ થી નિષ્ફળતા મળે ત્યારે માનવી નાસી પાસ થઈ જતો હોય છે ત્યારે આ જગત માં એક માતા જ છે કે સંતાનો માટે કંઈ પણ કરી છૂટવા તૈયાર હોય છે આવા જ ઇવેંજલીનાબેન ના માતૃત્વને સો સો સલામ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news