પેટાચૂંટણીનું પરિણામ : મોરવા હડફમાં 10 રાઉન્ડના અંતે ભાજપ 11708 મતથી આગળ
મોરવા હડફ વિધાનસભા પેટાચૂંટણી (Morva Hadaf) ની મત ગણતરી શરૂ થઈ છે. આ પેટાચૂંટણી (Byelection) માં ભાજપના ઉમેદવાર નિમિષાબેન સુથાર અને કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કટારા વચ્ચે સીધો ચૂંટણી જંગ છે. જોકે, શરૂઆતના ટ્રેન્ડમાં ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યાં છે.
Trending Photos
જયેન્દ્ર ભોઈ/પંચમહાલ :મોરવા હડફ વિધાનસભા પેટાચૂંટણી (Morva Hadaf) ની મત ગણતરી શરૂ થઈ છે. આ પેટાચૂંટણી (Byelection) માં ભાજપના ઉમેદવાર નિમિષાબેન સુથાર અને કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કટારા વચ્ચે સીધો ચૂંટણી જંગ છે. જોકે, શરૂઆતના ટ્રેન્ડમાં ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યાં છે.
ગુજરાતના આ ખોબા જેવડા ગામમાં નથી નોંધાયો કોરોનાનો એક પણ કેસ
- 10 રાઉન્ડના અંતે ભાજપના નિમિષાબેન સુથાર 11708 મતોથી આગળ
- છ રાઉન્ડના અંતે ભાજપ ૮૬૦૦ મતથી આગળ
- મોરવા હડફ પેટચૂંટણીની મતગણતરીનો બીજો રાઉન્ડ પૂર્ણ થયો છે. બીજા રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવારને 2604 મત મળ્યા છે. બે રાઉન્ડના અંતે નિમિષાબેન સુથાર અંદાજીત 4000 થી વધુ મતોથી આગળ છે. તો બેલેટ પેપરની ગણતરી પણ પૂર્ણ થઈ છે. 144 પોસ્ટલ અને 29 સર્વિસ બેલેટ મળી કુલ 173 બેલેટ પેપરમાંથી ભાજપને 125 મત મળ્યા છે. તો કોંગ્રેસને 26 મત તેમજ અપક્ષને ચાર મત મળ્યા છે. 16 મત અમાન્ય થયા અને એક મત નોટાને મળ્યો છે. બીજા રાઉન્ડમાં કોંગ્રેસના ઉમેદવારને 906 મત મળ્યા છે.
- પ્રથમ રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર નિમિષાબેન 2000 કરતાં વધારે મતથી આગળ
સરકારના આ પ્લાનિંગથી કોરોનામુક્ત બનશે ગુજરાતના ગામડા
મતગણતરી કેન્દ્રમાં જવા માટે કોરોના ટેસ્ટ અને વેક્સીન ફરજિયાત
જોકે, કોવિડ 19ની મહામારીને જોતા કોરોના ગાઈડલાઈનનું ફરજિયાતપણે પાલન કરવામાં આવનાર છે. મતગણતરી સ્થળે મીડિયા કર્મીઓ સહિત ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલ કર્મચારીઓ, ઉમેદવારો અને એજન્ટો માટે કોવિડ ટેસ્ટ ફરજિયાત બનાવાયો છે. મત ગણતરી સેન્ટરમાં પ્રવેશ માટે કોવિડ ટેસ્ટ અથવા વેક્સીનના બંને ડોઝ લીધાનું સર્ટિફિકેટ પણ ફરજિયાત બનાવાયું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે