Investment Tips: નાનું-નાનું રોકણ કરીને પણ કરી શકાય છે મોટી બચત, રોકાણ કરતા પહેલાં આટલું જાણી લો

હાલ કોરોના કાળમાં લોકોને બચતનું મહત્ત્વ સમજાઈ રહ્યું છે. જ્યારે વેપાર-ધંધા ઠપ્પ થઈ ગયા હોય એવા સમયે જો અગાઉ બચત કરીને રાખી હોય તો ખરાબ સમયમાં તે મૂડી તમને કામ લાગી શકે છે.

Investment Tips: નાનું-નાનું રોકણ કરીને પણ કરી શકાય છે મોટી બચત, રોકાણ કરતા પહેલાં આટલું જાણી લો

ઝી બ્યૂરો, અમદાવાદઃ હાલ કોરોના કાળમાં લોકોને બચતનું મહત્ત્વ સમજાઈ રહ્યું છે. જ્યારે વેપાર-ધંધા ઠપ્પ થઈ ગયા હોય એવા સમયે જો અગાઉ બચત કરીને રાખી હોય તો ખરાબ સમયમાં તે મૂડી તમને કામ લાગી શકે છે. તેથી હંમેશા બચત કરવાની ટેવ પાડો. જો તમે રૂપિયો કમાતા હોવ તો તેની સામે 10 પૈસા બચાવવાની આદત તમારે પાડવી જોઈએ.

કહેવાય છે કે રોકાણ એવી મૂડી છે જેને તમે જેટલી જલ્દી સમજી જાઓ છો તેટલી જલ્દી રૂપિયા ભેગા કરતા શીખી જાઓ છો. જ્યારે નોકરીની શરૂઆત હોય છે ત્યારે મોટાભાગના લોકો ખર્ચ કરવામાં લાગી જાય છે. જો તમે નાની ઉંમરે વધારે પૈસા બનાવવા માગતા હોવ તો ત્રણ વાતનું ધ્યાન રાખજો.

રૂપિયામાંથી 10 પૈસા બચાવવાની પાડો આદતઃ
મોટેભાગે લોકો રોકાણને મુલતવી રાખવાનું પસંદ કરે છે. કેટલીકવાર એમ કહીને કે પગાર ઓછો છે અને ક્યારેક ખર્ચ વધારે છે તેવુ કહીને રોકાણ નથી કરતા. ભલે ઓછી રકમથી પરંતુ રોકાણ કરવાની આદત પાડો. જો તમે ઈચ્છો તો તમે 100 અથવા 500 રૂપિયાની SIP સાથે મ્યુચ્યુઅલ ફંડ્સમાં પણ રોકાણ શરૂ કરી શકો છો. જો તમને શેર બજારની સારી જાણકારી છે, તો પછી તમે સીધા શેર બજારમાં જ રોકાણ કરી શકો છો. આમ કરવાથી તમને પૈસા એકઠા કરવાની અને રોકાણની ટેવ પડી જશે.

દેવું કરીને દીવો કરવાનું કરો બંધઃ
અમુક લોકોને દેખાડો કરવાની આદત હોય તેના માટે તેઓ દેવું કરીને લોન લઈને ગાડીઓ લઈને ફરતા હોય છે. આગળ જતાં આ વસ્તુ નુકસાન કરાક બની શકે છે. તેનાથી બચવું જોઈએ. પૈસા બનાવવા માટે સૌથી પહેલા જરૂરી છે કે, તમે તમારા દેવા સૌથી પહેલા પૂરા કરો. નોકરીની શરૂઆતના તબક્કામાં દેવુ ઓછુ અથવા તો બિલકુલ નથી હોતુ. તેમ છતાં પણ જો તમારા પર એજ્યુકેશન લોન કે પછી કોઈ બીજી લોન છે જે તમારા માતા-પિતાએ તમારા ભણવા માટે લીધી હોય તો સૌથી પહેલા લોન ચૂકતે કરી દો. આમ કરવાથી તમે લોન પર સતત આવતા વ્યાજમાંથી મુક્તિ મેળવી શકશો. સાથે જ એક મોટી જવાબદારીમાંથી છુટકારો મેળવી શકશો.

Kishore Kumar ની પત્નીએ મિથુન માટે પતિને છોડ્યો, યોગિતા સાથે લગ્ન બાદ મિથુન પાછો શ્રીદેવીના પ્રેમમાં પડ્યો, એ બન્નેના પણ થયા લગ્ન!

કમાણીની સાથે બચત પણ છે એટલી જ જરૂરીઃ
હાલ કોરોના કાળમાં લોકોને બચતનું મહત્ત્વ સમજાઈ રહ્યું છે. જ્યારે વેપાર-ધંધા ઠપ્પ થઈ ગયા હોય એવા સમયે જો અગાઉ બચત કરીને રાખી હોય તો ખરાબ સમયમાં તે મૂડી તમને કામ લાગી શકે છે. જીવનમાં કમાણીની સાથે, બચત અને બચત પછીનું રોકાણ કરવું ખૂબ જ જરૂરી છે. રોકાણ લાંબા ગાળાના અથવા ટૂંકા ગાળાના હોઈ શકે છે. જોકે, નિષ્ણાંતો કહે છે કે લાંબાગાળાનું રોકાણ સારું છે. સારુ રિટર્ન લેવા માટે રોકાણમાં સમયાંતરે ફેરફારો પણ જરૂરી છે, કારણ કે તમારી ઉંમર સાથે જરૂરિયાતો અને પસંદગીઓ બદલાય છે.

રોકાણ કરતા પહેલાં એકઠી કરો માહિતીઃ
મોટાભાગે એવી ખબરો આવે છે તે આ શેરે માત્ર 3 મહિનામાં 200 ટકા રિટર્ન આપ્યુ. આ શેરના ભાવ એક મહિનામાં બમણા થઈ ગયા. પરંતુ ધ્યાન રાખવા જેવુ એ છે કે આવી માત્ર ખબરો સાંભળીને તમે બજારમાં રોકાણ ન કરો. જો તમને બજારની સારી જાણકારી નહીં હોય તો પૈસા ગુમાવવાનો વારો આવશે. તમને ખબર હોવી જોઈએ કે કયા શેરે કેટલુ વધારે રિટર્ન આપ્યું છે અને આગળ કેટલુ રિટર્ન આપી શકે છે. સાથે જ એ સમજવુ પણ જરૂરી છે કે આગળ પણ શેર રિટર્ન આપશે કે પછી તેના ભાવ પડી જશે. તમે પોતાની નોકરી કે બિઝનેસની સાથે સાથે શેર માર્કેટને એજ્યુકેટ કરીને સારુ રિટર્ન મેળવી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news