ભારે વરસાદ! ગુજરાતના 87 જળાશયો હાઈએલર્ટ પર, નર્મદા ડેમના 23 દરવાજા 6 મીટર ખુલ્લા

Gujarat Rain : છેલ્લા 24 કલાકમાં રાજ્યાના 204 તાલુકામાં પડ્યો વરસાદ.. સૌથી વધુ પંચમહાલના ગોધરામાં સાડા નવ ઈંચ વરાસાદ..110 તાલુકામાં એકથી દસ ઈંચ વરસાદ...

ભારે વરસાદ! ગુજરાતના 87 જળાશયો હાઈએલર્ટ પર, નર્મદા ડેમના 23 દરવાજા 6 મીટર ખુલ્લા

Gujarat Dams On High Alert : ગુજરાતમાં વરસાદે હાહાકાર મચાવ્યો છે. રાજ્યના 100 તાલુકામાં 1થી 10 ઈંચ વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં હજુ 4 દિવસ ભારેથી અતિભાગે વરસાદની આગાહી છે. રાજ્યમાં ખરાબ પરિસ્થિતિ વચ્ચે એસડીઆરએફ, એનડીઆરએફની ટીમો ખડકાઈ છે. પંચમહાલ અને ગોધરા શહેરની હાલત ખરાબ થઈ ગઈ છે. રાજ્યમાં નર્મદા ડેમમાંથી છોડાયેલા પાણીના પગલે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. રાજ્યના 207 જળાશયોમાં 89.79 ટકા પાણીનો સંગ્રહ થયો છે. હાલમાં સરદાર સરોવર ડેમમાં પાણીની આવક 6.16 લાખ ક્યુસેક અને જાવક 5.94 લાખ ક્યુસેક છે. ધીરેધીરે પૂરની સ્થિતિ ઓસરી રહી છે. હાલમાં સરદાર સરોવર ડેમના 23 દરવાજા 3 મીટર સુધી ખુલ્લા છે.  સરદાર સરોવર ડેમ સંપૂર્ણ છલકાયો છે. રવિવારે સવારે આઠ વાગ્યાની સ્થિતિએ ગુજરાતના 87 જળાશયો હાઈએલર્ટ મોડ ઉપર મુકાયા છે, જ્યાં 90 ટકા કે તેથી વધુ પાણીનો સંગ્રહ થયો છે. 26 જળાશયો એલર્ટ ઉપર મુકાયા છે, જ્યાં 80થી 90 ટકા વચ્ચે પાણી છે, 22 જળાશયોમાં વોર્નિંગ અપાઈ છે, અહીં 70થી 80 ટકા વચ્ચે પાણીનો સંગ્રહ છે. 71 જળાશયોમાં કોઈ સિગ્નલ નથી, અહીં સંગ્રહ ક્ષમતાના 70 ટકાથી ઓછું પાણી સંગ્રહાયેલું છે.

ઉપરવાસના હથનુર ડેમમાંથી શનિવારે છોડાયેલા પાણીન કારણે ઉકાઇ ડેમની સપાટી સવારે સાત વાગ્યે જ ૩૪૦ ફૂટને પાર કરી ગઇ હતી. જેને પગલે સત્તાવાળાઓએ ડેમના દરવાજા ચોમાસાની સિઝનમાં પ્રથમ વખત ખોલીને ૧૬ હજાર કયુસેક પાણી છોડવાનું શરૃ કર્યું હતુ. ત્યારબાદ સતત પાણીનો હેવી ઇનફલો આવતા દર કલાકે પાણી છોડવાનું વધારતા જ ગયા હતા. અને સવારે સાત વાગ્યાથી લઇને બપોરે બે વાગ્યા સુધીના આઠ કલાકમાં આઠ વખત પાણી છોડવાનુ વધારતા ગયા હતા. બપોરે ૨ વાગ્યે ઉકાઇ ડેમના સાત દરવાજા ૧૦ ફૂટ અને આઠ દરવાજા ૯ ફૂટ મળીને ૧૫ દરવાજા ખોલીને ૨.૪૭ લાખ કયુસેક પાણી છોડવાનું આરંભ્યુ હતુ. તે સતત ચાલુ જ રાખ્યુ છે.

ગુજરાતમાં 30 જળાશયો ઓવરફ્લો થયા છે એટલે કે 100 ટકા ભરાયાં છે. સરદાર સરોવર ડેમ ઉપરાંત સૌરાષ્ટ્રના 13 ડેમ સંપૂર્ણ છલકાયા છે. મધ્ય ગુજરાતમાં 8 જળાશયો, દક્ષિણ ગુજરાતમાં 6 અને કચ્છ જિલ્લામાં 2 જળાશયોમાં 100 ટકા પાણીનો સંગ્રહ થયો છે. સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં અત્યારે 79.06 ટકા પાણીનો સંગ્રહ થયો છે, એ જ રીતે ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 73.89 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 78.48 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 89.61 ટકા, કચ્છના 20 જળાશયોમાં 59.62 ટકા એમ એકંદરે ગુજરાતના 207 જળાશયોમાં 89.79 ટકા પાણીનો સંગ્રહ થયો છે.

ઉપરવાસમાં વધુ વરસાદના કારણે મહીસાગર નદીમાં પાણીની ભારે આવક થઈ રહી છે. કડાણા ડેમમાંથી 10 લાખ ક્યુસેટ જેટલું પાણી છોડાતા નદીનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું. વધુ પાણીની આવક થતા મહીસાગર નદીએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ઠાસરા અને ગળતેશ્વર તાલુકાના 20 જેટલા ગામોને અલર્ટ કરી દેવાયા છે. કોતરિયા, રાણાયા,વાનોડા, મહી ઈટાડી, કૂણી, ભદ્રસા, ચીતલાવ, પાલી, સાંગોલ, એકલાચા સહીત નીચાણવાળા ગામોને અલર્ટ કરાયા છે. ખેડા વડોદરા જિલ્લાને જોડતા બ્રિજ ઉપર પાણી ફરી વળ્યાં હતા. ગળતેશ્વર બ્રીજ ઉપર પાણી ફરી વળતા બ્રિજ બંધ કરાયો છે. મહિસાગર નદી ઉપર સાવલી ગળતેશ્વરને જોડતો 2 કિમીનો બ્રિજ છે. મહીસાગર નદી કિનારે આવેલું મહીસાગર માતાજીનું મંદિર પાણીમાં ગરકાવ થયું છે. વહીવટી તંત્ર દ્વારા ઠાસરા તાલુકાના 14 ગામમાં એલર્ટ આપવામાં આવ્યું છે. 14 ગામની શાળામાં રજા આપવામાં આવી છે.

હવામાન ખાતાની આગાહી અનુસાર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં રેડ એલર્ટ છે. જેના કારણે આ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની થવાની શક્યતા છે. જયારે પાટણ, મહેસાણા, ગાંધીનગર અને મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કચ્છ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલમાં યલો એલર્ટના કારણે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદ ખેંચાયો હતો, જેના કારણે ઓવરફ્લો થયેલા ડેમોની સંખ્યામાં ઘટાડો થયો હતો, જોકે હવે ઓવરફ્લો થયેલા ડેમોની સંખ્યા 30 ઉપર પહોંચી છે. મહેસાણા જિલ્લામાં વાપરવા લાયક જીવંત પાણીનો સંગ્રહ અત્યારે 89.68 ટકા આસપાસ છે, એ જ રીતે બનાસકાંઠા જિલ્લામાં 73 ટકા, મધ્ય ગુજરાતના છોટાઉદેપુરમાં 70 ટકા, દાહોદમાં 100 ટકા, મહિસાગરમાં 77 ટકા, પંચમહાલમાં 56 ટકા, દક્ષિણ ગુજરાતના ભરૂચમાં 67 ટકા, નર્મદામાં 88 ટકા, નવસારી અને સુરતમાં 100 ટકા, સૌરાષ્ટ્રના અમરેલીમાં 78 ટકા, ભાવનગરમાં 90 ટકા, બોટાદમાં 62 ટકા, દેવભૂમિ દ્વારકામાં 59 ટકા, ગીર સોમનાથમાં 99 ટકા, જામનગરમાં 75 ટકા, જૂનાગઢમાં 92 ટકા, મોરબીમાં 55 ટકા અને રાજકોટમાં 88 ટકા જેટલો પાણીનો જીવંત સંગ્રહ થયો છે.  

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક ભાગોને છોડીને સમગ્ર રાજ્યમાં મેઘમહેર થઈ છે. ઉત્તર ગુજરાતને વરસાદે મોટી રાહત આપી છે. જો કે ભારે વરસાદે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં નુકસાન પણ વેર્યું છે. ગુજરાતમાં NDRFની 10 ટીમ તહેનાત કરવામાં આવી છે. ભરૂચમાં NDRFની ત્રણ ટીમ મુકવામાં આવી છે. નર્મદામાં NDRFની બે ટીમ તો પંચમહાલ, અરવલ્લી, વડોદરા, જૂનાગઢ, રાજકોટમાં એક એક ટીમ તૈનાત કરાઈ છે. નર્મદા નદી બે કાંઠે થતા ભરૂચમાં સ્થિતિ વિકટ બની છે. ભરૂચ આખામાં નર્મદાના પાણી ફરી વળ્યા છે. નર્મદાનું જળસ્તર ઐતિહાસિક 41 ફૂટને પાર પહોંચી છે. હાલ નર્મદા નદીનું જળસ્તર 41.60 ફુટ પર પહોંચ્યું છે. અંકલેશ્વર, ઝઘડિયા, ભરૂચ, વાગરાના અનેક ગામ પાણીમાં ગરકાવ થયા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news