1 એપ્રિલથી દવાઓના ભાવમાં તોતિંગ વધારો, આ દવાઓ માટે વધુ રૂપિયા ચૂકવવા પડશે
Medicines Price Hike : પહેલી એપ્રિલથી દવાઓના ભાવમાં થશે વધારો... આવશ્યક દવાઓની શ્રેણીમાં આવતી 800 પેઈનકિલર અને એન્ટિબાયોટિક્સના ભાવમાં વધારો કરવાનો નિર્ણય...
Trending Photos
Pain Killers And Anti-Biotics Medicines Price Hike : જો તમારા ઘરમાં કોઈ બીમાર વ્યક્તિ માટે સતત દવા આવે છે તો જાણી લેજો કે, પહેલી એપ્રિલથી દવાઓના ભાવમાં તોતિંગ વધારો થશે. 1 એપ્રિલથી પેઈનકિલર અને એન્ટિબાયોટિક્સના ભાવ વધવાના છે. આવશ્યક દવાઓની શ્રેણીમાં આવતી દવાઓના ભાવ વધશે. હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સમાં આવેલા ફેરફારના કારણે ભાવ વધારાની જાહેરાત કરવામાં આવી છે. જેને કારણે ડ્રગ પ્રાઈસિંગ રેગ્યુલેટર નેશનલ લિસ્ટ ઓફ એસેન્શિયલ મેડિસિન્સમાં સમાવેશ દવાઓના ભાવમાં 0.0055 ટકાનો વધારો ઝીંકવામા આવ્યો છે.
નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈસિંગ ઓથોરિટી (એનપીપીએ) એ એક નોટિસમાં જણાવ્યું કે, 2022 ની સરખામણીએ 2023 માં દવાઓના ભાવમાં 0.0055 ટકાનો વધારો કરવામા આવ્યો છે. આ વધારો કંપનીઓ માટે જરૂરી બન્યો હતો.
જોકે, ફાર્મા ઉદ્યોગના નિષ્ણાતો એવુ માને છે કે, આ વધારાથી ખુશ થવા જેવું નથી. કારણ કે ગત વર્ષમા અને 2022 માં દવાના ભાવમાં અનુક્રમે 12 ટકા અને 10 ટકાનો જ વધારો કરાયો હતો. જે મોટો વધારો હતો. તેથી આ વખતે નજીવો વધારો કરાયો છે.
ઉલ્લેખનીય છે કે, આવશ્યકની શ્રેણીમાં આવતી દવાઓના ભાવ વર્ષે એકવાર વધારવાની છૂટ હોય છે. તેથી દવાઓ બનાવવા માટેના કાચા માલના ભાવ વધ્યા હોવાથી દવાઓના ભાવમાં વધારો ઝીંકાયો. પેઈનકીલર, એન્ટિબાયોટિક્સ અને ચેપ વિરોધી દવાઓની કેટેગરીમાં આવતી અંદાજે 800 જેટલી દવાઓ 1 એપ્રિલથી મોંઘી બની જશે.
વાસ્તવમાં, સરકાર વાર્ષિક જથ્થાબંધ ભાવ સૂચકાંકમાં ફેરફારને અનુરૂપ ફાર્માસ્યુટિકલ કંપનીઓને તેમની કિંમતોમાં વધારો કરવાની મંજૂરી આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. મળતી માહિતી મુજબ, વધતી મોંઘવારીને જોતા ફાર્મા ઉદ્યોગ દવાઓની કિંમતો વધારવાની માંગ કરી રહ્યો હતો.
આ દવાઓના પણ ભાવ વધશે
દેશમાં વિટામિન અને મિનરલ્સની દવાઓનું પ્રમાણ પણ વદ્યું છે. ત્યારે ચેપ વિરોધી દવાઓના ભાવમાં તથા એનિમિયાના દરદીઓ એટલે કે હિમોગ્લોબિનની અછત ધરાવતા દર્દીઓ માટેની દવાઓના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. વિટામિન્સ અને મિનરલ્સની ગોળીઓના ભાવ પણ વધી જશે. કોવિડનો હળવો અને ભારી કે ચેપ ધરાવનરાઓને સારવાર આપવા વપરાતી દવાઓના ભાવમાં પણ પહેલી એપ્રિલથી વધારો જોવા મળશે. સ્ટીરોઈડ્સના ભાવમાં પણ વધારો કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કેટલો ભાવ વધારો થશે?
સરકાર જથ્થાબંધ ભાવ સૂચકાંક (WPI) માં વાર્ષિક ફેરફારને અનુરૂપ, .0055% ના વધારાને મંજૂરી આપવા તૈયાર છે. ગયા વર્ષે અને 2022 માં નેશનલ લિસ્ટ ઓફ એસેન્શિયલ મેડિસિન્સ (NLEM) હેઠળ દવાઓના ભાવમાં 12% અને 10% નો વિક્રમી વાર્ષિક વધારો કર્યા પછી, ફાર્મા ઉદ્યોગ માટે આ એક સામાન્ય વધારો હશે. સમાયોજિત કિંમતો રાષ્ટ્રીય આવશ્યક દવાઓની સૂચિમાં સમાવિષ્ટ 800 થી વધુ દવાઓને આવરી લેશે. સુનિશ્ચિત દવાઓના ભાવમાં વર્ષમાં એકવાર ફેરફાર કરવાની મંજૂરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે