Ahmedabad: સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ તબિબો આક્રમક મૂડમાં, 300 થી વધુ ડોક્ટરોએ બંધ કરી કોવિડ ડ્યૂટી

સિવિલ (Ahmedabad Civil Hospital) કેમ્પસમાં આવેલી 1200 બેડ કોવિડ હોસ્પિટલમાં 300 જેટલા રેસિડેન્ટ ડોક્ટરોએ કોવિડ ડ્યૂટી (Covid Duty) બંધ કરી છે. છેલ્લા એક વર્ષથી સતત રજૂઆત કરવા છતાં અંતે ન્યાય ના મળતા જુનિયર ડોક્ટર્સ એસોસિયેશને (Junior Doctors Association) ગંભીર પગલાં ઉઠાવ્યા છે

Ahmedabad: સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ તબિબો આક્રમક મૂડમાં, 300 થી વધુ ડોક્ટરોએ બંધ કરી કોવિડ ડ્યૂટી

અતુલ તિવારી/ અમદાવાદ: 'મુખ્યમંત્રી સન્માન યોજના' (Mukhyamantri Samman Yojana) હેઠળ જાહેર કરાયેલી રકમ ના મળતા અંતે રેસિડેન્ટ ડોક્ટરોએ (Resident Doctors) કોવિડ ડ્યૂટી બંધ કરી છે. ત્યારે સિવિલ (Ahmedabad Civil Hospital) કેમ્પસમાં આવેલી 1200 બેડ કોવિડ હોસ્પિટલમાં 300 જેટલા રેસિડેન્ટ ડોક્ટરોએ કોવિડ ડ્યૂટી (Covid Duty) બંધ કરી છે. છેલ્લા એક વર્ષથી સતત રજૂઆત કરવા છતાં અંતે ન્યાય ના મળતા જુનિયર ડોક્ટર્સ એસોસિયેશને (Junior Doctors Association) ગંભીર પગલાં ઉઠાવ્યા છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં (Ahmedabad Civil Hospital) ફરજ બજાવતા રેસિડેન્ટ તબિબો આક્રમક મૂડમાં છે. એક તરફ સિવિલ કેમ્પસમાં 1 હજારથી વધુ કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે તો બીજી તરફ કોરોના ડ્યૂટીથી (Covid Duty) અળગા રહેવાની ચીમકી ઉચ્ચારી હતી. જુનિયર ડોક્ટર એસોશિયેશને (Junior Doctors Association) 2 વાગ્યા બાદ કોરોના ડ્યૂટીથી અળગા રહેવાનો નિર્ણય કર્યો હતો. 'મુખ્યમંત્રી કોરોના વોરિયર્સ સન્માન યોજના' અંતર્ગત મળતું વેતન હજુ સુધી ન મળતા રેસિડેન્ટ ડોક્ટરોમાં (Resident Doctors) રોષ જોવા મળી રહ્યો છે.

કોરોના ડ્યૂટી કરવા બદલ સરકારે 25 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી હતી હોવા છતાં રૂપિયા ના મળતા અંતે ડોક્ટરોએ ચીમકી ઉચ્ચારી છે. આજે બપોર બે વાગ્યા સુધીમાં સરકાર સંતોષકારક જવાબ ના આપે તો કોવિડ ડ્યૂટીથી અળગા રહેવાની ચિમકી ઉચ્ચારી હતી. છેલ્લા એક વર્ષથી સરકારને અનેક રજૂઆતો બાદ પણ સંતોષકારક જવાબ ન મળતા અંતે ડોક્ટરો મેદાનમાં આવ્યા છે. સિવિલ કેમ્પસમાં દાખલ થતાં દર્દીઓની સારવારમાં રેસિડેન્ટ ડોક્ટરો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.

જુનિયર ડોક્ટર્સ એસોસિયેશન તરફથી ઓમાન પ્રજાપતિએ કહ્યું કે, લોકશાહી સરકાર તરફથી અમને આશા હતી પરંતુ કોઈ જ જવાબ મળ્યો નથી. ત્યારે રેસિડેન્ટ તબીબો કોવિડ ઇમરજન્સી અને ટ્રાયઝ સેવાઓથી અળગા થયા છે. બીજે મેડિકલ કોલેજના 300 થી વધુ રેસિડેન્ટ ડોક્ટરોએ કોવિડ ડ્યૂટી બંધ કરી છે. અમને અમારા સન્માનની જરૂર છે.

લડત પૈસાની નથી સન્માનની છે. ડોક્ટરોની ઘણી નૈતિક જવાબદારીઓ પણ હોય છે. અમે ફરજ નિભાવીએ જ છીએ. નોન કોવિડની તમામ કાર્યવાહી ચાલુ જ રહેશે. ઉભી થયેલી પરિસ્થિતિ માટે સરકાર જવાબદાર છે. સરકારે કોઇ હકારાત્મક રિસ્પોન્સ આપ્યો નથી. આ હળતાળ નથી અમે કોવિડ કામગીરીથી અળગા છીએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news